અમદાવાદ : લોકડાઉન - 'સીટી આર્મી કો સોંપને જા રહે હે', અફવા ફેલાવનાર આખરે ઝડપાયો


Updated: June 2, 2020, 8:20 PM IST
અમદાવાદ : લોકડાઉન - 'સીટી આર્મી કો સોંપને જા રહે હે', અફવા ફેલાવનાર આખરે ઝડપાયો
અફવા ફેલાવનાર આખરે ઝડપાયો

સરકારે આવી કોઈ જાહેરાત ન કરી હોવા છતાં આ ફેસબુક પ્રોફાઈલ ધારક મહેબૂબે લોકોને ખોટી અને ભ્રામક પોસ્ટ મુકતા તેની સામે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધવામાં આવ્યો હતો

  • Share this:
અમદાવાદ : 31મી મે ના રોજ લોકડાઉન 4 પૂર્ણ થાય તે પહેલા સોશ્યલ મીડિયામાં કેટલાક એવા મેસેજ ફરતા થયા હતા. જે મેસેજમાં હજુ કડક અમલવારી થશે તેવું દર્શાવતી તો કેટલાક મેસેજમાં છુટછાટ મળે તેવી પોસ્ટ સોશ્યલ મીડિયા પર વહેતી થઈ હતી. લોકો ચિંતામાં ન મુકાય તે માટે પોલીસે એક જાહેરાત પણ સોશ્યલ મીડીયામાં મૂકી હતી કે આવી કોઈ જાહેરાત હજુ થઈ નથી અને આવી અફવા ફેલાવનાર સામે ગુનો નોંધાશે, અને સાયબર ક્રાઇમે આવો પહેલો ગુનો નોંધ્યો પણ હતો. જેમાં કોઈ વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર અબ સીટી આર્મી કો સોંપને જા રહે હે, કૃપયા સબ કુછ ઘરમેં સ્ટોક કર લો તેવી પોસ્ટ કરી હતી. ફેસબુક ના યુઆરએલ થકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

સાયબર ક્રાઇમમાં વાયરલેસ પીઆઇ તરીકે ત્રણેક માસથી આર.એસ.પોરવાલ ફરજ બજાવે છે. કોરોના મહામારીને લઈને જાતભાતની વાતો સોશ્યલ મીડિયા પર ચાલતી રહેતી હોય છે. અને તેમાંય લોકડાઉન 4 પૂર્ણ થાય તે પહેલા અનેક પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી. જેથી સાયબર ક્રાઇમ અને અમદાવાદ તથા ગુજરાત પોલીસના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આવી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવાની પોસ્ટ પણ મુકાઈ હતી.

સાયબર ક્રાઇમની સોશ્યલ મીડિયા મોનીટરીંગ સેલ આ બાબતે વોચ રાખી રહી હતી. તેવામાં સંપૂર્ણ અમદાવાદ અને સુરત રવિવારથી 14 દિવસ માટે સૈન્ય લોકડાઉન જેવી અફવા ફેલાઈ હતી. તેવામાં ફેસબુક પર Gulam Husen Kaldar નામની પ્રોફાઈલ પર હિન્દી ભાષામાં એક પોસ્ટ સાયબર ક્રાઇમની ટીમના ધ્યાને આવી હતી. જેમાં અભી પ્રાપ્ત જાનકારી મથાળા હેઠળ "સંપૂર્ણ અમદાવાદ ઔર સુરત રવિવાર સે 14 દીનો કે લિયે સૈન્ય લોકડાઉન કે તહત હોને કી સંભાવના હે, ઇસ લિયે કૃપયા સબ કુછ સ્ટોક કરે, સબ્જી અનાજ કિરાના...સીટી આર્મી કો સોંપને જા રહે હે, હો સકતા હે કિ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિયંત્રણ જારી કરે. કેવલ દૂધ ઔર દવાઈ ઉપલબ્ધ હોગી. કૃપયા અપને અહમદાબાદ કે દોસ્તો કો સૂચિત કરે યદી કોઈ રહતા હે તો. ગુજરાત સરકાર કી બેઠક ચલ રહી હે ઔર કીસી ભી સમય અહમદાબાદ પૂર્ણત બન્ધ કી ઘોષણા કી જા સકતી હૈ" આ લખાણ ધરાવતી પોસ્ટ મળી આવી હતી. જે કેસમાં પોલીસે નડિયાદ ના મહેબૂબ બાબુના નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

સરકારે આવી કોઈ જાહેરાત ન કરી હોવા છતાં આ ફેસબુક પ્રોફાઈલ ધારક મહેબૂબે લોકોને ખોટી અને ભ્રામક પોસ્ટ મુકતા તેની સામે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 54 મુજબ ગુનો નોંધી આ એકાઉન્ટ ધારક પોસ્ટ મુકનાર ની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે અગાઉ પણ લોકોને ચેતવણી અને અપીલ કરી હતી કે આ પ્રકારની કોઈ ખોટી પોસ્ટ વાયરલ ન કરે નહીં તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
First published: June 2, 2020, 8:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading