અમદાવાદ : બેકાર યુવકે યુવતીનું ફેક એફબી આઈડી બનાવી લખ્યું- અકેલી હું રાત 11 બજે કોલ કરૂંગી

અમદાવાદ : બેકાર યુવકે યુવતીનું ફેક એફબી આઈડી બનાવી લખ્યું- અકેલી હું રાત 11 બજે કોલ કરૂંગી
અમદાવાદ : બેકાર યુવકે યુવતીનું ફેક એફબી આઈડી બનાવી લખ્યું- અકેલી હું રાત 11 બજે કોલ કરૂંગી

ધોરણ 3 પાસ યુવકે આ ગુનાને અંજામ આપ્યો, યુવતી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતી ન હતી છતાંય તેની સાથે આ ઘટના બની

  • Share this:
અમદાવાદ : જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા છતા પણ તમારું ફેક આઈડી બની શકે છે. અમદાવાદની યુવતીનું ફેક ફેસબુક આઈડી બનાવી કિશોરીના ફોટો વાયરલ કરનાર આરોપીની સાયબર ક્રાઈમે જામનગરથી ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે ધોરણ 3 પાસ યુવકે આ ગુનાને અંજામ આપ્યો હતો પણ પોલીસને હજુ કોઈ વ્યક્તિ આ ગુનામાં સંડોવાયેલા હોવાની શંકા છે.

શહેરમાં રહેતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનું ફેસબુક આઈડી કે ઇન્સ્ટાગ્રામ આઈડી ન હોવા છતાં જામનગરમાં રહેતા જીતેશ નામના યુવકે ફેક આઈડી બનાવી મહિલાને બદનામ કરી હતી. જીતેશે તેના ભળતા નામનું ફેસબુક આઈડી બનાવ્યું હતું. સાથે અન્ય એક આઈડી પણ બનાવ્યું હતું. આ આઈડી પર યુવતીએ વોટ્સએપ સ્ટેટ્સમાં રાખેલા ફોટો અપલોડ કરી તેમાં તેની માતાનો નંબર રાખી બીભત્સ લખાણ લખ્યું હતું. યુવતીની બદનામી કરનાર જીતેશે આ પોસ્ટમાં હિન્દી ભાષામાં એવું પણ લખ્યું હતું કે "અકેલી હું, My whatsapp number ********** , i love u jaan તેમજ અકેલી હું શેર કરો રાત 11 બજે કોલ કરૂંગી. લોકોના ફોન આવતા જ યુવતીએ અરજી કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી.આ પણ વાંચો - અમદાવાદ : રબને બના દી જોડી, 36 વર્ષના યુવકે 52 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા

આરોપી જીતેશ મૂળ જામનગરનો રહેવાસી છે અને હાલમાં તપાસમાં બહાર આવ્યુ છે કે તેણે માંડ ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. સાથે જ કોઈ જ પ્રકારની કામગીરી પણ તે કરતો ન હતો. ભોગ બનનાર 19 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. યુવતી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ આઈડી ધરાવતી નથી. ગત સપ્ટેમ્બર માસમાં તેના ફોઈના દીકરાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે ફેસબુક પર ફોટો મૂકી મોબાઈલ નંબર કેમ વાયરલ કર્યો છે? જેથી આ યુવતીએ જણાવ્યું કે તેનું સોશિયલ મીડિયા પર કોઈ એકાઉન્ટ નથી. બાદમાં આ યુવતીએ તેની માતાના મોબાઇલમાંથી તેમના ફેસબુક એકાઉન્ટ ચેક કરતા આ પ્રકારની પોસ્ટ મળી હતી અને આ યુવતીએ વોટ્સએપ સ્ટેટ્સમાં જે ફોટો મુક્યા હતા તે જ ફોટો અપલોડ થયા હતા.

જીતેશ ચૌહાણની પૂછપરછ કરતા ફરિયાદી મહિલાના ફોટા તેમજ મોબાઈલ નંબર મેળવી લઈ ફરિયાદી મહિલાને હેરાન કરવા માટે ફેક એકાઉન્ટ બનાવેલ તેમજ તેના પોતાના આઈડી પર પણ મહિલાના ફોટા મુકી બિભસ્ત લખાણ લખ્યુ હતુ. હાલમાં તો સાઈબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે શા માટે આરોપીએ ફેક આઈડી બનાવ્યુ કેમકે તે સીધી રીતે આ યુવતીને ઓળખતો નથી તો તેણે આ હરકત કરી કેમ. સાથે જ પોલીસને શંકા છે કે આ ગુનામાં હજુ પણ અનેક આરોપીઓની સંડોવણી હોઈ શકે છે જેની તપાસ પોલીસ કરી રહી છે.
Published by:Ashish Goyal
First published:January 20, 2021, 19:58 pm

ટૉપ ન્યૂઝ