અમદાવાદ: બદલાતા ડિઝિટલ યુગમાં સાયબર ગઠિયાઓ ડિઝિટલ ફ્રોડને (Digital fraud) અંજામ આપી રહ્યા છે. ત્યારે વિધાર્થીઓને સાયબર સિક્યુરિટીની (Cyber Security) જાગૃતિ આવે અને સ્કૂલ લાઇફથી (school life) વિધાર્થીઓ સાયબર ફ્રોડ અંગે (cyber fraud) અવેર થાય તેવી વ્યવસ્થા રાજ્યના ગૃહ વિભાગ (state home department) દ્વારા કરવામાં આવી છે. આવનારો યુગ ડિઝિટલ યુગ હશે તે નક્કી છે. તેવામાં સ્કૂલના બાળકોના પાયાના શિક્ષણમાં જ સાયબર જાગૃતિ કેળવાય તેવા ઉદ્દેશ્યથી હવે સ્કૂલના વિધાર્થીઓને સાયબર ક્રાઇમથી (cyber crime) જાગૃત કરવાના પ્રયાસ હાથ ધરાયા છે.
કોરોના જ્યારથી આવ્યો છે ત્યારથી લોકોની લાઇફસ્ટાઇલ તદ્દન ચેન્જ થઈ ગઈ છે. ખાસ કરીને કોઈવસ્તુ ખરીદી કરવાની વાત હોય કે લોનના હપ્તા ભરવાની વાત હોય કે પછી ઓનલાઇન ભણવાની વાત હોય. તમામ વસ્તુ ઓનલાઇન થઈ ગઈ છે. વધતા ઓનલાઇનના ઉપયોગના કારણે ઓનલાઇન ફ્રોડ એટલે કે સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો થયો છે.
એટલે સુધી કે સાયબર ગઠયાઓ લોભામણી સ્કીમની એક લીંક મોકલે છે એ લિંક પર ક્લિક કરતા જ જે તર વ્યક્તિના બેન્ક એકાઉન્ટ સફાચટ થઈ જાય છે. આવી લોભામણી સ્કીમના ઝાંસામાં આવી લોકો સાયબર ફ્રોડના શિકાર બની રહ્યા છે. આવા સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમ ના ગુનાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે.
ત્યારે હવે સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરીટીના પાઠ ભણાવસે. સાયબર ગુનાઓ વધી રહ્યા છે ત્યારે તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે હવે સ્કૂલો માં દર મહીંનાના પ્રથમ બુધવારે બાળકો ને સાયબર સિક્યુરીટીના પાઠ ભણાવાશે.
પોલીસ વિભાગના સાયબર વિભાગમાં અમદાવાદની શાળાઓ અને ધોરણ 9થી12ના વિધાર્થીઓની યાદી મોકલવામાં આવશે. જે મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની તમામ શાળાના સંચાલકોને પરિપત્ર કર્યો છે.
મહત્વનું છે કે અમદાવાદ ના સાયબર સેલમાં અંદાજે 500થી વધુ અરજીઓ સાયબર ફ્રોડની આવી રહી છે. સાથે જ પાછલા બે વર્ષમાં અભ્યાસમાં પણ મોબાઈલનો ઉપયોગ વધ્યો છે. ઓનલાઇન એજ્યુકેશન પણ વધ્યું છે તેવામાં વિધાર્થી ઓ ને સાયબર અંગે જાગૃતિના આ પાઠ ખૂબ ઉપયોગી સાબિત થશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર