અમદાવાદ : સાઇબર ગુનેગારોએ IPS અધિકારીને પણ ન છોડ્યા, બનાવ્યું ફૅક આઈડી


Updated: August 12, 2020, 5:20 PM IST
અમદાવાદ : સાઇબર ગુનેગારોએ IPS અધિકારીને પણ ન છોડ્યા, બનાવ્યું ફૅક આઈડી
અમદાવાદ : સાયબર ક્રિમિનલોએ હવે આઇપીએસ અધિકારીઓને પણ ન છોડયા, ફેક આઈડી બનાવ્યું

લોકોના સોશિયલ મીડિયાના આઈડીનો દુરુપયોગ કરીને ફેક આઈડી બનાવવાના અનેક કિસ્સા સામે આવ્યા છે

  • Share this:
અમદાવાદ : રાજ્યભરમાં સાયબર ક્રાઈમના કેસ વધી રહ્યા છે ત્યારે હવે અનોખી ઘટનાઓ સામે આવી રહી છે. સાઇબર ક્રાઇમ આચરતા ગુનેગારોએ હવે આઇપીએસ અધિકારીઓને પણ બાકાત રાખ્યા નથી. લોકોના સોશિયલ મીડિયાના આઈડીનો દુરુપયોગ કરીને ફેક આઈડી બનાવવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે આઈપીએસ અધિકારીઓના પણ ફેક ફેસબુક આઇડી બન્યા હોવાનું સામે આવ્યું છે.

નિવૃત્ત આઇપીએસ અધિકારી ડી બી વાઘેલાનું પણ ફેક ફેસબુક આઇડી કોઈએ બનાવ્યું હોય તેવી પોસ્ટ તેમણે પોતાના એકાઉન્ટમાં મૂકી છે. આઇપીએસ સંજય ખરાટે પણ પોતાના ફોટાનો ઉપયોગ કરી કોઈએ ફેક એફબી બન્યું હોય તેવી પોસ્ટ તેમણે પોતાના એકાઉન્ટમાં મૂકી છે.

ગુજરાત કેડરના નિવૃત્ત આઇપીએસ અધિકારી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેમના ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેઓએ જણાવ્યું છે કે તેમના નામનું ફેક ફેસબુક આઇડી બનેલું છે. તેમના નામનો અને ફોટાનો દુરુપયોગ કરી આ ફેસબુક આઇડી કોઈ અજાણ્યા શખ્સોએ બનાવેલું છે. આ પોસ્ટ તેમણે અનેક કલાકો પહેલાં મૂકેલી છે અને લોકોને આ ફેક એકાઉન્ટ પરથી કોઈ પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એક્સેપ્ટ ન કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો - રાજકોટ ગ્રામ્ય SOGએ હત્યા કરવા નીકળેલા બે વ્યક્તિની કરી ધરપકડ, જાણો કોની કરવાના હતા હત્યાજ્યારે બીજી તરફ અરવલ્લી એસ.પી સંજય ખરાટના ફોટાનો ઉપયોગ કરી કોઈએ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. સંજય ખરાટે તેમના ફેસબુક એકાઉન્ટથી એક સ્ટેટસ અપડેટ કર્યું છે કે તેમના ફોટો અમન શર્મા નામના એકાઉન્ટમાં મૂકવામાં આવ્યા છે અને આ એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિએ તેમનો ફોટો અપલોડ કરી સંજય ખરાટના ફ્રેન્ડ લિસ્ટમાં અનેક લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હોઈ શકે છે. જેથી કોઈએ પણ આ એકાઉન્ટમાંથી આવતી ફ્રેન્ડ રિક્વેસ્ટને એક્સેપ્ટ ન કરવા અપીલ કરી છે. તેમણે આ અંગે ફેસબુકને રિપોર્ટ પણ કર્યું હોવાનું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રિટાયર્ડ આઇપીએસ અધિકારી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અમદાવાદમાં સેક્ટર -2 જેસીપી તથા લાંચ રૂશ્વત બ્યુરોમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓએ કચ્છમાં પણ ફરજ બજાવી છે. જ્યારે આઇપીએસ સંજય ખરાટ અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે અને જ્યારે ટ્રાફિકના નિયમો પાળવા અને હેલ્મેટ પહેરવાનો કડક કાયદો આવ્યો ત્યારે લોકોને હેલ્મેટ પહેરતા કરવા તેમણે અનેક મુહિમ ચલાવી હતી અને ટ્રાફિક જામ ન થાય તે માટે પણ અનેક પ્રકારની કામગીરી કરી હતી. આ પછી તેમની ટ્રાન્સફર વડોદરા શહેરમાં થઈ હતી અને તાજેતરમાં જે આઇપીએસ અધિકારીઓની બદલી આવી હતી તેમાં આઇપીએસ સંજય ખરાટને અરવલ્લી એસ.પી તરીકેનું પોસ્ટિંગ મળ્યું હતુ.
Published by: Ashish Goyal
First published: August 12, 2020, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading