Cyber Crime: અમદાવાદમાં શિક્ષિકાની એક ભૂલ ભારે પડી ગઈ, સાયબર ક્રાઈમે કરી ધરપકડ
Cyber Crime: અમદાવાદમાં શિક્ષિકાની એક ભૂલ ભારે પડી ગઈ, સાયબર ક્રાઈમે કરી ધરપકડ
ધરપકડ થયેલી શિક્ષિકા
Ahmedabad Crime News: મહિલાએ પોતાના વોટ્સ એપ સ્ટેટસમા (whats App status) એક ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી. જે પોસ્ટ વાયરલ થતા મહિલા શિક્ષીકા વિરુદ્ધ સાયબર ક્રાઇમમા ફરિયાદ (Cyber crime) નોધાઈ હતી.
અમદાવાદઃ અમદાવાદની (Ahmedabad) ખ્યાતનામ સ્કુલની મહિલા શિક્ષીકા (Lady Teacher) કાયદાના સકંજામાં આવી ગયા છે. મહિલાએ પોતાના વોટ્સ એપ સ્ટેટસમા (whats App status) એક ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી. જે પોસ્ટ વાયરલ થતા મહિલા શિક્ષીકા વિરુદ્ધ સાયબર ક્રાઇમમા ફરિયાદ (Cyber crime) નોધાઈ હતી. અને પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા પોલિસના સકંજામાં આવેલી મહિલા વ્યવસાયે પ્રખ્યાત સ્કૂલના શિક્ષક છે. આ મહિલા શિક્ષીકાની એક ભૂલના કારણે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. એક અઠવાડિયા પહેલા વોટ્સએપ સ્ટેટ્સમા ચોક્કસ ધર્મને લઈને લાગણી દુભાય તે પ્રકારે એક વિવાદિત પોસ્ટ વોટ્સએપ સ્ટેટ્સમા રાખ્યો હતો.
જેના કારણે જ આજે એક શિક્ષિકાને ગુનેગાર થઈ પોલીસ સ્ટેશન આવું પડ્યું છે. સુભાષબજ પાસે રહેતા મહિલા આમતો શિક્ષણ જગતના નિષ્ણાત છે. સમાજમાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરાવે છે. તેઓ ઘણી ખાનગી ઈન્ટરનેશનલ સ્કુલમા શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
પરંતુ સોશિયલ મીડિયાની ઘેલછામા આવી એક નાની ભૂલે આ શિક્ષિકાને કાયદાનો પાઠ ભણાવી દીધો છે. જે પોસ્ટ ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ હોવાથી અમદાવાદના એક વેપારીએ અમદાવાદ સાયબર ક્રાઇમ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે મહિલા શિક્ષીકા વિરુદ્ધ પુરાવા એકત્ર કરી ધરપકડ કરી છે.
સાથે જ કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે સવાલએ થાય કે સોશિયલ મીડિયાનો અયોગ્ય ઉપયોગ શિક્ષીત લોકોને પણ આરોપી બનાવી દે છે. જેથી તમામે સોશિયલ મીડિયાનો ઉપયોગ જાણી જોઈને કરવો જરૂરી છે.
આ મામલે સાયબરના અધિકારીનું કેહવું છે કે સોશ્યિલ મીડિયા જેટલું ફાયદા આપી શકે છે એવીજ રીતે તે હાનિકારક પણ સાબિત થઈ શકે છે જેથી ઉપયોગ કરતા પેહલા વિચારી લેવું જોઈએ.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર