અમદાવાદઃ શહેરના જાણીતા મીઠાઈના વેપારીનું સિમ સ્વેપ કરીને 75 લાખની ઓનલાઇન છેતરપીંડીના કેસમાં (Online fraud case) અમદાવાદ સાઇબર ક્રાઇમે 2 આરોપીઓની (cyber crime news) ધરપકડ કરી છે. જોકે હજુ પણ વેપારીએ ગુમાવેલા 75 લાખમાંથી એક રૂપિયો પણ પરત મળ્યો નથી. શહેરના કંદોઇ ભોગીલાલ મૂળચંદ નામના મીઠાઈના વેપારીનું સિમ સ્વેપ કરીને આરોપીઓએ ખાતામાંથી 75 લાખ રૂપિયા ટ્રાન્સફર (Transfer) કરી લીધા હતા. જેની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ (cyber crime complaint) નોંધાઇ હતી.
ફરિયાદના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ કરીને 2 આરોપીઓની ધરપકડ તો કરી છે. પરંતુ આ બંને આરોપીઓ પણ મુખ્ય આરોપીની ઠગાઈનો ભોગ બન્યા છે. આ કેસનો માસ્ટર માઈન્ડ રાહુલે છેતરપીંડીનો કારસો રચ્યો હતો. રાહુલે ઝડપાયેલા બંને આરોપી કુંદન અને અમરેશના બેન્ક એકાઉન્ટ વિદેશથી નાણાં મંગાવવા માટે ભાડે લીધા હતા.
જેના માટે રાહુલ બંને આરોપીઓને 50 હજાર ચૂકવવાનો હતો જો કે એકાઉન્ટનો ઉપયોગ કર્યા બાદ રાહુલે આરોપીઓને 50 હજાર ન ચૂકવીને તેમની સાથે પણ છેતરપીંડી આચરી હતી અને જ્યારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને જાણ થઈ કે આ ગુનો આચરવામાં કુંદન અને અમરેશ ના એકાઉન્ટનો ઉપયોગ થયો છે ત્યારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
આરોપીએ શનિવારે ભોગ બનનારનું સિમ સ્વેપ કર્યું હતું જેથી શનિ-રવિ બે દિવસ નેટવર્ક ઓપરેટરની ઓફિસો બંધ હોવાથી સિમ બંધ પણ ના થઇ શકે. એ દરમ્યાન 2 દિવસમાં જ આરોપીએ 75 લાખ રૂપિયા કુંદન અને અમરેશ ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા.
આરોપીએ 75 લાખ રૂપિયા એક કરતાં વધારે એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાને કારણે સાઇબર ક્રાઈમને ગુમાવેલા નાણાં પરત મેળવવામાં સફળતા નથી મળી જો કે મુખ્ય આરોપી રાહુલ અને તેના સાગરીતની વિગતો ટ્રાન્ઝેક્શનના આધારે સાઇબર ક્રાઈમને મળી છે.
જેના આધારે મુખ્ય આરોપીને પકડવાની સાઇબર ક્રાઇમે તજવીજ હાથ ધરી છે. ઓનલાઇન ઠગાઈ આચરનાર આરોપીઓ અન્ય વ્યક્તિઓના એકાઉન્ટ ઊંચી કિંમત ચૂકવીને ભાડે મેળવતા હોય છે.
જોકે આવા વ્યક્તિઓની પણ આવા ગુનામાં સંડોવણી ગણાતી હોય છે જેને કારણે એકાઉન્ટ ભાડે આપનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે જેને કારણે બેંકની વિગતો ક્યારેય કોઈ વ્યક્તિ સાથે આપ-લે અથવા બેન્ક એકાઉન્ટ કોઈને ભાડે ન આપવા માટે સાઇબર ક્રાઈમના DCP સૂચન કરી રહ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર