અમદાવાદ: કોરોના મહામારીમાં લોકડાઉન (Lockdown) બાદ અનલૉક-1 અને 2 જાહેર થયા બાદ સાયબર ક્રાઇમના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો સાયબર ક્રિમિનલો (Cyber crime) ની જાળમાં ફસાતા લાખો રૂપિયા ખોઈને બેઠા છે. ત્યારે અમદાવાદમાં (Ahmadabad cyber crime) છેલ્લા ત્રણેક માસમાં 100થી (100 FIR In Three months) વધુ ફરિયાદ બાદ હવે વધુ પાંચેક ફરિયાદ નોંધાઈ છે. આ કિસ્સાઓ જાણીને પ્રત્યેક વ્યક્તિએ સાવધાની રાખવાની સમજ કેળવવી જોઈએ. ઓનલાઇન ઠગાઈ (Online cheating) કરતા ઠગો જાણે હેપામ બન્યા હોય તેમ દિનપ્રતિદિન ઘટનાઓ વધી રહી છે ત્યારે સાયબર ક્રાઇમ સામે જાગૃતિ કેળવવા માટે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા પણ કેટલીક સલાહ આપવામાં આવી છે.
શહેરમાં સાયબર ક્રાઇમની નોંધાયેલી ફરિયાદોની વિગતવાર વાત કરીએ તો મેઘાણીનગર માં રહેતા અરવિંદભાઈ ચૌહાણ નરોડા ખાતે ઓફિસે હાજર હતા. ત્યારે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેઓને ફોન કરનારે OLX પર તેઓને ફોન લાગ્યો છે તેમ કહી જાળમાં ફસાવ્યા હતા.
બાદમાં આ ગઠિયાએ 14 હજાર સેરવી લેતા તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે મેઘાણીનગર માં રહેતા મુકેશ પ્રજાપતિ ને એક પુરુશ અને એક સ્ત્રીનો ફોન આવ્યો હતો. તેઓએ મુકેશભાઈ ને એર ઇન્ડિયા માં એકાઉન્ટન્ટ ની નોકરી આપવાની લાલચ આપી હતી. બાદમાં રજિસ્ટ્રેશન ફી ના નામે તેઓની પાસેથી 13 હજાર પડાવી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદ : હોમ ક્વૉરન્ટાઇન કરેલા Corona પોઝિટિવ વૃદ્ધે આરોગ્યની ટીમને દોડાવી, 14 દિવસ બાદ હૉસ્પિટલમાંથી મળી આવ્યા
કૃષ્ણનગર માં રહેતા 49 વર્ષીય હિતેશભાઈ શાહ વેપાર કરે છે. તેઓને અજાણ્યા વ્યક્તિએ કવિક સપોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ટેબલેટ પરત મળશે તેમ કહી તેમના 58 હજાર ખંખેરી લેતા કૃષ્ણનગર માં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ટ્રાફિક વિભાગમાં માનદ સેવા આપતા વૃદ્ધ નું એટીએમ બ્લોક કરવાનું કહી ઠગાબાજોએ 24 હજાર ઉપાડી લેતા તેઓએ એરપોર્ટ પોલીસને ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે વેપારીને પેટીએમનું કેવાયસી અપડેટ કરવાનું કહી ગઠિયાઓએ 1.28 લાખ ઉપાડી લેતા નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
આટલું જ નહીં પણ ફોન પે ના નામે 27 હજાર ચાઉં કરી લેનાર સામે સરદારનગર પો સ્ટે માં પણ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે ઓએટીએમ કેવાયસી કરવાના 16 હજારની છેતરપીંડીની ફરિયાદ શાહીબાગ પોલીસસ્ટેશનમાં નોંધાઈ છે. આ તમામ બાબતો પાછળ ઠગાઈનો ભોગ બનેલા લોકોની લન નિષ્કાળજી છતી થઈ રહી છે. અવાર નવાર સાયબર ક્રાઇમના અધિકારીઓ કહે છે કે ક્યારેય કોઈને પોતાની બેંકની વિગતો આપવી નહીં, બેન્ક ક્યારેય કોઈને કોલ કરતી નથી અને જો આવા ફોન આવે તો વિગતો આપ્યા વગર સીધું બેંકમાં અધિકારીઓને મળવાનો આગ્રહ રાખવો જોઈએ.
આ પણ વાંચો : સાવધાન! coronaના કપરા કાળમાં સુરતમાંથી નકલી tocilizumab ઈન્જેક્શનનો જથ્થો ઝડપાયો
ગુગલ પર કોઈ પણ બેન્ક ના કસ્ટમર કેરનો નમ્બર પણ શોધવો નહિ. કારણકે જ્યારે ગૂગલ પર સર્ચ કરવામાં આવે છે ત્યારે પહેલો નમ્બર આવે છે તે ઠગાબાજોએ સર્ચ એન્જીન ઓપટીમાઇઝેશન થકી ગોઠવેલો તેમનો નમ્બર હોય છે. જેથી ઠગબાજોની આ એક ચાલ પર નજર રાખી લોકોએ સાવધાન રહેવું જોઈએ તેવું સાયબર ક્રાઇમના અધિકારીઓ અપીલ કરી રહ્યા છે.