Home /News /madhya-gujarat /

અમદાવાદઃ Diwali નજીક, ઓનલાઈન શોપિંગ કરનાર સાવધાન, તમે છેતરાયા છો તો, આ વાંચી લો, બે ભેજાબાજ ઝડપયા

અમદાવાદઃ Diwali નજીક, ઓનલાઈન શોપિંગ કરનાર સાવધાન, તમે છેતરાયા છો તો, આ વાંચી લો, બે ભેજાબાજ ઝડપયા

પકડાયેલા આરોપીઓની તસવીર

બન્ને આરોપીઓ ખાસ મોબાઈલ ને ટાર્ગેટ કરતા હોવાનું આવ્યું સામે અને કેશોદ ના એક મોબાઈલ શોપ માં વેંચી દેતા હતા

અમદાવાદઃ જો તમે ઓનલાઈન શોપિંગ (online shopping) કરો છો તો આ ન્યૂઝ ફરી વાર ખાસ વાંચજો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad cyber crime branch) ઓનલાઇન શોપિંગ કૌભાંડનો (Online shopping scam) પર્દાફાશ કર્યો હતો અને જેમાં 2 આરોપીઓની ધરપકડ (two accused arrested) કરી હતી. બન્ને આરોપીઓ ઑનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર (Customer orders) બારોબાર મેળવી લેતા હતા અને જે કેસમાં સાયબર ક્રાઈમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી તો મહત્વના ખુલાસાઓ સામે આવ્યા છે.

સાયબરની તપાસમાં સામે આવ્યું છે કે બન્ને આરોપીઓ ઓનલાઈન જે લોકો ખરીદી કરતા હતા તેમાં પણ જે લોકો પેહલા રૂપિયા ચૂકવી મોબાઈલની ખરીદી કરતા હતા તેવા લોકોને આ લોકો ટાર્ગેટ કરતા હોવાનું સામે આવ્યું છે. આ લોકો મોબાઈલ મેળવી ને ગુજરાતના કેશોદમાં એક મોબાઈલની દુકાન માં વેંચી દેતા હોવાનું સામે આવ્યું છે.

સાયબર ક્રાઈમ દ્વારા મોબાઈલ શોપના મલિકની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં સાયબર ક્રાઈમ હવે જે ગ્રાહકોના ડેટા લીક થયા છે જે આંકડો 20 લાખ છે તે તમામ ડેટા ફ્લિપ કાર્ટને આપશે અને તે તમામ લોકોને અપીલ પણ છે કે તે લોકો આઈડી પાસવર્ડ પણ બદલી નાખે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

શુ હતો સમગ્ર મામલો..?
ગૌતમ ઉર્ફે પૃથ્વી બારડ , અને નિલેશ બાબરીયા બંને યુવકો પબજી ગેમ રમતા દરમ્યાન મુલાકાત બાદ મિત્રતા થઈ હતી. બંને આરોપીઓ એ કઈ ખાસ અભ્યાસ કર્યો નથી તે છતાં મસ્તરમાઈન્ડ છે...આરોપીઓ flipkart , Myntra , brand fectory, TATA cliq જેવી બીજી વેબ સાઈટના ગ્રાહકો ના ઑનલાઇન  ડિલિવરી  કરેલા ઓર્ડર ને હેક કરીને સરનામું બદલી કોઈપણ રીતે મેળવી લેતા હતા.

આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

બનેં આરોપીઓ એ ટેલીગ્રામ માંથી આ તમામ ડેટા મેળવી ભોગ બનનાર ના યુઝર દ્વારા તેને હેક કરી આ સમગ્ર કૌભાડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું...આરોપીઓ હેકિંગ કરવા માટે પ્રોક્ષી આઇ પી એડ્રેસ નો ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું હતું ...આરોપીઓ એ આ સિવાય ott પ્લેટફોર્મ નાં પણ ડેટા હેક કરી વગર ખર્ચે ott પ્લેટફોર્મ નો લાભ લેતા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદના ભદ્ર પરિવારનો કિસ્સો! 'સાહેબ, મારી તબિયત સારી ના હોય તોય પતિ સેક્સ કરવા જબરદસ્તી કરે છે'

તપાસ માં સામે આવ્યું હતું કે આરોપીઓ ટેલીગ્રામ એપ્લિકેશન પરથી એક હેકિંગ ટૂલ ડાઉનલોડ કરતા હતા અને તેના આધારે ગ્રાહકો ના આઇ પી બ્લોક ના થાય ધ્યાન રાખીને કૌભાંડ કરતા હતા.પોલીસે તપાસ શરુ કરી તો  જાણવા મળ્યું છે કે માત્ર ગુજરાત માં જ નહિ પરંતુ સમગ્ર દેશ ના ગ્રાહકો નાં  ઓર્ડર  મેળવી લઈ કૌભાંડ આચરતા હતાં..ઉલ્લેખનીય છે કે આરોપીઓ ઓર્ડર કોઈ ઘર અથવા ફાઈનલ જગ્યા નહિ પરંતુ રોડ પર જ ઓર્ડર ની ડિલિવરી મેળવવા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

અત્યાર સુધીમાં બંને આરોપીઓએ 1000થી વધુ ચિટિંગ કરી હોવાનું સામે આવ્યું છે. જોકે સાયબર ક્રાઈમે 92 વસ્તુ રિકવાર કરી હતી. આરોપીઓ પશ્ચિમ બંગાળથી એક ડમી સિમકર્ડ લાવ્યા હતા જે સીમ કાર્ડ માત્ર ઓર્ડરની ડિલિવરી માટે અડધો કલાક ચાલુ રાખી બંધ કરી દેતા હતા. જેથી કરીને પોલીસ તેમને ટ્રેક ના કરી શકે. આરોપી ખાસ કરીને જે એડવાન્સ પેમેન્ટ કરીને ઓર્ડર કરતા હતા તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરતા હતા.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, CYBER CRIME, Gujarati News News

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन