Home /News /madhya-gujarat /અમદાવાદ : સાયબર ક્રિમિનલે આ રીતે નવી મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે ઠગાઇ કરી

અમદાવાદ : સાયબર ક્રિમિનલે આ રીતે નવી મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે ઠગાઇ કરી

અમદાવાદ : સાયબર ક્રિમિનલે આ રીતે નવી મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે ઠગાઇ કરી

લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનાં મુખ્ય સુત્રધારની સાયબર ક્રાઇમે ધરપકડ કરી

અમદાવાદ : સાયબર ક્રિમિનલ્સ નવી મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે ઠગાઇ કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગામડાનાં લોકોને પેટીએમ KYC કરાવી ઇલેક્ટ્રીક બલ્બ મેળવવાની લાલચ આપીને ફ્રીંગરપ્રિન્ટ સહિતનો ડેટા લઇને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનાં મુખ્ય સુત્રધારની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

ESYPAY કંપનીનાં જનરલ મેનેજરે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં બેંક દ્વારા ઇઝીપેના એજન્ટે બેંકના ગ્રાહક સાથે 20 હજારની છેતરપિંડી કરી હતી. ગ્રાહકનો આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ કોઇ જગ્યાએ આપી ન હોવા છતાં ઠગાઇ થઇ હોવાનું ખુલ્યું હતું. જેમાં તપાસ કરતા એક નહી પરંતુ 91 જેટલા ગ્રાહકોએ પોતાનો ડેટા કોઇ જગ્યાએ આપ્યો ન હોવા છતાં 18.94 લાખની છેતરપિંડી હોવાનુ ખુલ્યું હતું. આ બાબતે સાયબર ક્રાઇમે તપાસ કરતા મધ્યપ્રદેશનાં કેટલાક શખ્સો પેટીએમનાં નામથી કિઓસ્ક લગાવી KYC કરાવનારને બલ્બ મફત આપતા હોવાની લાલચ આપીને તેઓનો ડેટા મેળવી તે ડેટા અમદાવાદની ઉત્કર્ષ હ્યુમન રિરોર્સીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપતા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો - બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાની અમિત શાહ-રાજનાથ સિંહે ટિકા કરી

આ બાબતે સાયબર ક્રાઇમે તપાસ કરતા આ કંપની ચલાવતા પ્રશાંત શાહ નામના શખ્સની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી મધ્યપ્રદેશ ખાતે મળતીયા માણસોને બોગસ એજન્ટ તરીકે રાખીને લોકોના આધારકાર્ડનાં ડેટા અને ફ્રિંગરપ્રિન્ટ મેળવતો હતો અને તે ડેટાની હાર્ડ ફ્રિંગરપ્રિન્ટ બનાવી મધ્યપ્રદેશ અને દિલ્હીમાં ઉંચા ભાવે વેચતો હતો. આ ડેટાનાં આધારે લોકોના બેંકમાથી લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવતી હતી.
" isDesktop="true" id="1053762" >

પકડાયેલો આરોપી ડેટા કેટલા રૂપિયામાં વેચતો હતો. તેમજ તેણે અનાજનાં વેપારીઓને પણ આ ડેટા વેચ્યો છે કે કેમ તેમજ આ ગુનામાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: CYBER CRIME, Latest gujarati news, Latest News, Latest today news, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन