સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટઃ એક જ અઠવાડિયામાં 10 લાખ ઠગબાજોના હાથમાં જતા રોક્યા


Updated: January 20, 2020, 9:55 PM IST
સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટઃ એક જ અઠવાડિયામાં 10 લાખ ઠગબાજોના હાથમાં જતા રોક્યા
આ અંગે અનએકેડમીના કો ફાઉન્ડર અને ચીફ ટેક્નિકલ ઓફિસર હેમેશ સિંહાએ કહ્યું કે અમે અમારા ડેટાની તપાસ કરી છે જે મુજબ અમે સ્વીકારીએ છીએ કે 11 મિલિયન વિદ્યાર્થીઓની કેટલીક જાણકારી લીક થઇ છે. લીકની પુષ્ટી કરતા તેમણએ વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓનો ડેટા સંપૂર્ણ પણે સુરક્ષિત છે. અને અમે આ સ્થિતિ પર બારીકીથી નજર રાખી રહ્યા છીએ. અમે ડેટાને એન્ક્રિપ્ટેડ રાખવા માટે PBKDF2 એલ્ગોરિધમની સાથે SHA256 હૈશનો ઉપયોગ કરીએ છીએ. સાથે જ અમે ઓટીપી બેસ્ડ લોગઇન સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. જેથ યુઝર્સની સિક્યોરિટી પર એક્સ્ટ્રા લેયર તરીકે કામ કરે છે.

સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરુ થતા છેલ્લા એક જ અઠવાડિયામાં 10 લાખ જેટલી મોટી લોકોની રકમ સાયબર ક્રાઇમ પોલીસે બચાવી લીધી છે અને સાયબર ક્રાઇમના ગુના આચરતા આરોપીઓને ધોબીપછાડ આપી છે.

  • Share this:
અમદાવાદઃ 21મી સદીમાં ડિજિટલ ટેક્નોલોજીએ (Digital technology) હરણફાળ ભરી છે. યુવાનોથી માંડી તમામ વયના લોકો ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ઓનલાઇન શોપિંગ સહીત ટ્રાંઝેકશન કરતા થયા છે. પરંતુ અપુરતી જાણકારીના અભાવના કારણે લોકો સાયબર ક્રાઇમનો (cyber crime) ભોગ બને છે અને આરોપીઓના સોફ્ટ ટાર્ગેટ બની જતા હોય છે અને આર્થીક નુકસાન થાય છે ત્યારે હવે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરુ થતા છેલ્લા એક જ અઠવાડિયામાં 10 લાખ જેટલી મોટી લોકોની રકમ સાયબર ક્રાઇમ પોલીસે બચાવી લીધી છે અને સાયબર ક્રાઇમના ગુના આચરતા આરોપીઓને ધોબીપછાડ આપી છે.

ગુજરાત પોલીસના સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટને પહેલા સપ્તાહ થી જ મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમ નો ભોગ બનનાર નાગરીકોને સાયબર ક્રાઇમ ઇન્સીડેન્ટના નિષ્ણાત કર્મચારીઓ દ્વારા સામેથી ફોન કરી તેમની ફરીયાદ પર ત્વરીત કાર્યવાહી કરી ભોગ બનનારની મહેનતની કમાણી આરોપીઓના હાથમાં જતા રોકવામાં સફળતા મળી છે. આ યુનિટ સાયબર ક્રાઇમના ભોગ બનનાર નાગરીકો માટે વરદાનરુપ સાબીત થયુ છે. ગુજરાત પોલીસ ના સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ 4 યુનિટ ચાલી રહયા છે. જેમાં ઇ‌ન્સીડેન્ટ રીસપોન્સ યુનિટ, સાયબર ક્રાઇમ ઇન્સીડેન્ટ રીસ્પોન્સ યુનિટ, એન્ટી સાયબર બુલિંગ યુનિટ, સાયબર સીક્યુરીટી લેબનો સમાવેશ થાય છે. સાયબર ક્રાઇમના ગુનાઓમાં ભોગ બનનાર નાગરીકોને આ યુનિટ દ્વારા ઘર આંગણે સુવિધા પુરી પાડવામાં આવશે અને નાગરીકો માટે પોલીસ સ્ટેશનની પ્રકીયા પણ સરળ થશે.

સાયબર સેલના ડીસીપી ડો. રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન યુનિટ દ્વારા “સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ” હાથ ધરાયો છે. જેમાં સાયબર ક્રાઇમ ઇન્સિડેન્ટ રિસપોન્સ યુનિટ(IRU) હેઠળ પ્રથમ સપ્તાહમાં અનેક લોકોના રૂપિયા પરત અપાવ્યા છે. કુલ ૧૮૩ કેસ પર કામ કરાયું જે પૈકી ૪૯ કેસમાં આરોપીઓના ખાતામાંથી નાણાં બ્લોક કરાવી સાયબર ફ્રોડ થતાં અટકાયા છે. કુલ રકમ 10 લાખ પરત અપાવી ઠગબાજોના હાથમાં જતી રોકી છે. મોટાભાગના કેસોમાં નાગરીકોએ પોતાના જુના કેસ સંદર્ભે ફોન કરેલા હોવાથી તે કેસોમાં સફળતા ન મળી.

સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ હેઠળ પ્રથમ સપ્તાહ દરમ્યાન આરોપીઓના કુલ ૧૫૪ મોબાઈલ નંબરોનો ડેટાબેઝ એકત્રીત કરાયો હતો..જેમાંથી પોલીસે અનેક નંબરોનું એનાલિસીસ કરી નાગરિકોને ઠગાઇનો ભોગ બનતા બચાવ્યા અને શું ધ્યાન રાખવું તે લોકો કેવી રીતે ભોગ બનવાના હતા તે બાબતે એસએમએસથી પણ જાણ કરાઇ છે. નંબરોનુ ટેક્નીકલ ટીમ દ્વારા એનાલીસીસ કરીને ગુજરાતના કુલ ૧૪,૯૫૫ નાગરિકોને પ્રિવેન્શન માટેનાં SMS કરવામાં આવ્યા છે. જેમાં ૧૫ ફેક લિંક અને ૪ ફેક વેબસાઈટ મળી આવી હતી. અને ૧૫ ફેક લિંક પૈકી તમામ લિંક યુનિટ દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે અને ૪ ફેક વેબસાઈટ પૈકી ૧ વેબસાઈટ બ્લોક કરાવી રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.

આ સિવાય સાયબર ક્રાઇમે એન્ટી સાયબર બુલિંગ યુનિટમાં બુલિંગ બાબતેના કુલ ૨૫ કેસ કર્યા. જેમાં માત્ર અમદાવાદ જ નહિ પણ અલગ અલગ શહેરોમાંથી પોલીસને ફોન આવ્યા હતા. અને તે ફોન થકી પોલીસને બુલિંગ બાબતે ફેસબુક, વ્હોટસ એપ, ઇન્સ્ટાગ્રામ, ટીક ટોક પ્લેટફોર્મ જોવા મળ્યા હતા. જ્યારે એન્ટી સાયબર બુલિંગ યુનિટ (CCPU) હેઠળ પ્રથમ સપ્તાહમાં આ યુનિટે કુલ ૨૫ કેસ કર્યા છે. જેમાં ડાયલ ૧૦૦માં પોરબંદર અને અમદાવાદ શહેર ખાતેથી બુલિંગ બાબતે ફોન કોલ આવ્યા હતા. અને કુલ ૨૫ કેસ માં બુલિંગ બાબતે ફેસબુક, વ્હોટસ એપ, ઇન્સ્ટાગ્રામ, ટીક ટોક પ્લેટફોર્મ જોવા મળેલ છે.

કયા કયા સાધનો સ્કેન કરી પોલીસે વાયરસ કાઢ્યોસાયબર સુરક્ષા લેબ હેઠળ પ્રથમ સપ્તાહ દરમ્યાન કુલ 52 એન્ડ્રોઈડ મોબાઈલ ફોન, ૧૪ પેન ડ્રાઈવ અને ૦૧ મેમરી કાર્ડ સ્કેન કરાયા હતા. જે પૈકી ૦૨ મોબાઈલ ફોન તથા ૨ પેન ડ્રાઈવમાં વાયરસ જોવા મળેલ અને તેને સ્કેન કરીને દુર કર્યા હતા. જ્યારે વિવો, રેડ મી, સેમસંગ, નોકિયા, વન પ્લસ, મોટોરોલા અને ઓપો કંપનીના મોબાઈલ ફોન સ્કેન કરાયા હતા.

ક્યાં ક્યાં શહેરમાંથી ફોન આવ્યા
અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, ગાંધીનગર, આણંદ, અમદાવાદ ગ્રામ્ય, ગીર સોમનાથ, બરોડા ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, જામનગર, પોરબંદર, પાટણ, નવસારી, ભરૂચ, બોટાદ, અરવલ્લી, છોટા ઉદેપુર, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, અમરેલી જીલ્લા ખાતેથી સાયબર ક્રાઈમ થી ભોગ બનેલ નાગરિકોનાં ફોન કોલ આવ્યા હતા.

કેવા પ્રકારની લાલચોના ફોન આવે છે
ભોગ બનનાર નાગરિકોને કોઇ અજાણી વ્યક્તી “ બેંક મેનેજર બોલુ છુ, તમારુ કાર્ડ બંધ થઇ જશે, અપડેટ કરાવવુ પડશે, ક્રેડીટ વધારવાની છે,” Paytm માં KYC અપડેટ, OLX પર ગાડી અથવા અન્ય વસ્તુની ખરીદ વેચાણ માટે પ્રલોભન વિગેરે વિગેરે બહાના હેઠળ નાગરીકોના ક્રેડીટ કાર્ડ કે ડેબીટ કાર્ડની ડીટેઇલ્સ મેળવી તેમની પાસેથી ઓ.ટી.પી. મેળવી લઈને હજારો રુપીયા પોતાના ઇ-વોલેટ કે બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દે છે. આ ઉપરાંત નોકરી માટે, ઇનામ માટે, લોન માટે કે અન્ય લાલચ આપીને ફોન કે અન્ય માધ્યમથી સાયબર ક્રાઈમના બનાવોને અંજામ આપી રહ્યા છે.

કેટલો સ્ટાફ અપાયો છે સાયબર સેલને
અમદાવાદ સાયબર સેલ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરીકોની આશરે ૨ કરોડ જેટલી રકમ બચાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતના ડીજીપી દ્વારા 1-પોલીસ ઇ‌ન્સપેક્ટર, ૭-ટેકનીકલ PSI તેમજ ૫૦ એસ.આર.પી. ના જવાનો કે જેઓ ટેકનીકલ અભ્યાસનુ બેક ગ્રાઉન્ડ ધરાવતા હતા તેનો ટેક્નીકલ પુલ બનાવી તેમાંથી જવાનોને ફાળવવામાં આવેલ છે. આ પોલીસ કર્મીઓની સ્પેશ્યલ તાલીમ સોફ્ટ સ્કીલ,બેન્કીગ, નેટવર્કીંગ, સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર તજજ્ઞો દ્વારા કરાયા હતા.

સાત જીલ્લાના નાગરીકો માટે ૧૧૨ - નંબર હેલ્પલાઇન, કેવી રીતે પૈસા પાછા મળશે
આ પ્રોજેક્ટ અંતર્ગત હવે સાયબર ક્રાઇમનો ભોગબનનાર નાગરિકો ડાયલ -100 અને નવા બનેલ સાત જીલ્લાના નાગરીકો ૧૧૨ - નંબર પર ફોન કરશે તો તરત જ સાયબર ક્રાઇમ ઇન્સીડેન્ટના નિષ્ણાત કર્મચારીઓ ભોગ બનનારને સામેથી ફોન કરી તેમની ફરીયાદ પર ત્વરીત કાર્યવાહી કરી તેના પૈસા પરત કરાવવાના તમામ સંભવ પ્રયત્નો કરાઇ રહ્યા છે....ત્યારબાદ તેમના પૈસા ફ્રીજ થયેથી ભોગ બનાનર ને એક SMS મોકલી એક ટીકીટ નંબર આપવામાં આવશે. આ SMS ને નજીકના પોલીસ સ્ટેશનમાં બતાવવાથી પોલીસ સ્ટેશન દ્વારા સદર ટીકીટ નંબર પોર્ટલમાં સર્ચ કરી ભોગ બનનારની ફરીયાદ લઇ ભોગ બનનાર નાગરીકોને તેની મહેનતની કમાણી પરત કરવાની કાર્યવાહી કરાશે.
First published: January 20, 2020, 9:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading