Ahmedabad Crime News: પરિવારને ક્રુઝમાં (Cruise) ગોવા (Goa) લઈ જવા તેઓ માંગતા હતા. જે બાબતે અખબારમાં જાહેરાત આવતા તેઓએ તે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેઓએ વિગતો મેળવી 2.79 લાખ ભર્યા હતા.
અમદાવાદ: વડોદરાના એક વેપારી (vadodara business man) સાથે વિચિત્ર ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિવારને ક્રુઝમાં (Cruise) ગોવા (Goa) લઈ જવા તેઓ માંગતા હતા. જે બાબતે અખબારમાં જાહેરાત આવતા તેઓએ તે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેઓએ વિગતો મેળવી 2.79 લાખ ભર્યા હતા. પણ એજન્ટ અને અન્ય એક વ્યક્તિએ ક્રુઝ રદ થઈ હોવા છતાંય પૈસા રિફંડ કર્યા નહોતા. આમ અખબારની જાહેરાતોમાં પડવું વેપારી માટે મુસીબત સમાન સાબિત થયું હતું.
આ અંગે તેઓએ પોલીસને જાણ કરતા નવરંગપુરા પોલીસે (Navrangpura police) માત્ર અરજી લીધી હતી. અને તપાસ બાદ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે નવરંગપુરા પોલીસ ચિટિંગની બાબતોમાં માત્ર અરજી લઈ સંતોષ માનતી હોય છે અને જ્યારે ગુનો નોંધાય ત્યા સુધીમાં આરોપીઓ ફરાર થઇ જતા હોય છે. આમ પોલીસ જાણે કે આરોપીઓને ભાગવાનો મોકો આપી લોકો સાથે અન્યાય કરતી હોવાની ચર્ચા છે.
વડોદરામાં રહેતા સંદીપભાઈ ગ્રોવર કેક શોપ ધરાવી વેપાર કરે છે. તાજેતરમાં તેઓએ અખબારમાં એક જાહેરાત વાંચી હતી. જેમાં ગોવા જવા માટે અલગ અલગ પેકેજ બાબતની જાહેરાત હતી. જે જાહેરાત માં મુંબઈ ખાતે આવેલા કોડિકા ક્રુઝ શિપનો નમ્બર લખ્યો હતો. જેની પર ફોન કરતા કોઈ જીતેશભાઈ નો નમ્બર મળ્યો હતો. જેણે જીગર પટેલ નામના એજન્ટ નો નમ્બર આપી સંપર્ક કરાવ્યો હતો.
જેની સાથે વાત કરી ત્રણ દિવસ ત્રણ નાઈટ ક્રુઝ દ્વારા ગોવા જવાનું જણાવતા આ જિગરે ચાર વ્યક્તિના એક રૂમના 1.67 લાખ અને ત્રણ વ્યક્તિઓ માટે 1.4 લાખ ભાવ કીધો હતો. જેથી સંદીપભાઈએ માતા, દીકરો, દીકરી, પત્ની અને ભાઈના ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. બાદમાં જિગરે ફોનથી ટિકિટના ફોટો મોકલી અમદાવાદ આવી ટીકીટ લઈ જવા અને 2.79 લાખ ભરી જવા જણાવ્યું હતું.
જેથી સંદીપભાઈ અમદાવાદ આશ્રમ રોડ પરની ઓફિસે આવ્યા જ્યાં જીગર પટેલ નામનો વ્યક્તિ હતો જેણે ટીકીટ આપી હતી. અને મુંબઈ પહોંચી જવા જણાવી ક્રુઝમાં ત્યાંથી બેસવા જણાવી રોકડા 2.79 લાખ લીધા હતા. જ્યારે સંદીપભાઈ મુંબઈ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે ક્રુઝ કેન્સલ થયું છે. જેથી તેઓએ લવ શર્મા ને ફોન કરતા તેણે એક ઇવેન્ટમાં હોવાનું જણાવી મુંબઈ જવાનો ખર્ચ અને ક્રુઝના પૈસા પરત આપવાનું જણાવ્યું હતું.
અવાર નવાર લવ શર્મા અને જીગર પટેલ પાસે સંદીપભાઈએ પૈસા માંગતા રિફંડ ન થયા હોવાનું જણાવી વાત ટલાવતા હતા. સંદીપભાઈએ ક્રુઝ સર્વિસમાં જાણ્યું તો રિફંડ લવ શર્મા ને કરી દેવાયુ હતું.
લવ શર્માને આ વાત કરતા સંદીપભાઈ ને ઓફિસે બોલાવી ચેક આપ્યો પણ તે બાઉન્સ જતા અવાર નવાર પૈસા ન આપતા આખરે સંદીપભાઈએ ચિટિંગ ની ફરિયાદ આપતા પોલીસે માત્ર અરજી લીધી પણ ગુનો નોંધ્યો નહોતો. બાદમાં તપાસ કરતા આ મામલે હવે લવ શર્મા અને જીગર પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર