કરોડોની કટકી! 4200નો હતો કોન્ટ્રાક્ટ બનાવ્યા માત્ર 1800 જ આવાસ

News18 Gujarati
Updated: May 4, 2019, 2:58 PM IST
કરોડોની કટકી! 4200નો હતો કોન્ટ્રાક્ટ બનાવ્યા માત્ર 1800 જ આવાસ
કૌભાંડ

શ્રમિકોનાં નામે બનાવેલા આવાસ કૌભાંડ મુદ્દે News18 ગુજરાતીનો વિશેષ અહેવાલ

  • Share this:
ગીતા મહેતા, અમદાવાદ :  23 મી એપ્રિલે મતદાન પૂરુ થતાંની સાથેજ સમગ્ર તંત્ર થી લઇને ભાજપના ટોચના નેતાઓ  અને કાર્યકર્તાઓએ હાશકારો અનુભવ્યો છે.  હવે 23 મી મે એ કેવા પરિણામો હશે તેની ચર્ચા સાથે નવી ચર્ચા પણ ચગડોળે ચડી છે અને તે એ કે- અમિતશાહે હાલમાંજ તેમની ગુજરાત મુલાકાત દરમ્યાન ગુજરાતના પ્રદેશ માળખા થી લઇને દેશનુ સંગઠનનુ માળખુ બદલવાનો સંકેત આપ્યો છે. ત્યારે આ માળખામાં કયાં- કોને કયુ સ્થાન અને બોર્ડ નિગમમાં કોનુ પત્તુ કપાશે અને કોને તક મળશે ની નવી ચર્ચાઓએ જોર પકડયુ છે, આનંદી બેન અને અમિત શાહ બંન્નેના સમર્થકોને સમાન તક મળશે કે પછી બેનના સમર્થકો સાઇડલાઇન કરાશે ની પણ ચર્ચા છે. અને આ બધા સાથે અન્ય એક નામ ચર્ચા માં હોય તો તે ભાજપના જ ડોક્ટર સેલના પ્રમુખ ડો. અનિલ પટેલનુ છે.

-ભાજપના ડોક્ટર સેલના પ્રમુખ ડો.અનિલ પટેલનુ કથિત કૌભાંડ
-પૂર્વ સીએમ આનંદી બહેન પટેલના કાર્યકાળમાં અનિલ પટેલ હતા શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન
googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

-ચેરમેન તરીકે ના કાર્યકાળ દરમ્યાન આચરાયાં કૌભાંડ
-રાજ્ય સરકારના નિયમો નેવે મુકીને મળતિયાઓને કોન્ટ્રાક્ટ ની લ્હાણી કરી હોવાનો આરોપ
-ન્યુ 18 ગુજરાતી પાસે છે કૌભાંડની સિલસિલાબંધ વિગતો
વાત જાણે એમ છે કે - ડો. અનિલ પટેલને - પૂર્વ સીએમ આનંદી બહેનના કાર્યકાળમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન બનાવાયા હતા ત્યારે તેમના દ્વારા આચરાયેલા કથિત કૌભાંડ નો સિલસિલો આજ દિન સુધી ચાલ્યો આવતો હતો.જે મુદ્દે સીએમ રુપાણી એ શ્રમ અને રોજગાર વિભાગના સચિવ ને વિસ્તૃત રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો.

જે અનુસાર આ વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરી લેબર એન્ડ એમ્પલોયમેન્ટ - વિપુલ મિત્રા એ સરકારને એક રિપોર્ટ સોંપ્યો જેમાં એક બે નહીં પરંતુ, શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઘણી યોજનાઓમાં ધુપ્પલ ચાલતુ હોવાનુ સામે આવ્યુ.. જેના પરિણામે રુપાણી સરકારે ડો. અનિલ પટેલ દ્વારા અપાયેલા અને હજુ હમણાં સુધી અમલમાં રહેલા તમામ કોન્ટ્રાક્ટો રદ કરી દીધા છે. અને હવે ડો.અનિલ પટેલ પર સીએમ રુપાણી શું પગલાં લેશે તેના પર સૌની નજર છે.

શું છે સમગ્ર વાત અને શું છે ડો. અનિલ પટેલનુ કથિત કૌભાંડ અને તેમની પોતાની રજૂઆત - જાણીયે આ  એક્સક્લુઝિવ રિપોર્ટ દ્વારા

મિત્રો , પૂર્વ સીએમ આનંદી બહેનના કાર્યકાળ દરમ્યાન ભાજપના ડોક્ટર સેલના પ્રમુખ ડો. અનિલ પટેલને શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન બનાવાયા હતા. તેમનો કાર્યકાળ નવેમ્બર 2014 થી નવેમ્બર 2017 સુધી હતો. અને આ કાર્યકાળ દરમ્યાન તેઓએ એક નહીં પરંતુ, અસંખ્ય કોન્ટ્રાક્ટ ની લ્હાણી મળતિયાઓને કરી હોવાનો આક્શેપ બીજુ કોઇ નહીં પરંતુ, ભાજપમા તેમની જ સાથે કાર્ય કરી રહેલા સહકાર્યકર્તાઓ કરી રહ્યા છે.

જયારે ન્યુઝ 18 ની ટીમે આ સમગ્ર મુદ્દે જાત તપાસ કરી ત્યારે ઉડી ને આંખે વળગે તેવો એક વિશેષ કોન્ટ્રાક્ટ ન્યુઝ18 ના ધ્યાનમાં આવ્યો...ડો.અનિલ પટેલના શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમ્યાન મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ સહિત ઇડબલ્યુએસ આવાસ યોજનાઓમાં કામ કરતા બાંધકામ શ્રમિકોને સાઇટ ઉપરજ હંગામી આવાસો પૂરા પાડવાનો પ્રોજેકટ હાથ ધરાયો હતો. રાજ્ય સરકારના ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ અધિનિયમ -1996 ની કલમ 34 મુજબ બાંધકામ સાઇટ પર શ્રમિકોને રહેવા માટેની વ્યવસ્થા પૂરી પાડવાની જવાબદારી બાંધકામ સાઇટના માલિકની છે. છતાં પણ રાજ્ય સરકારનાં જ નિયમો નેવે મૂકીને રાજ્યની વિવિધ બાંધકામ સાઇટો પર હંગામી આવાસો બનાવવા માટે ડો. અનિલ પટેલ દ્વારા ઉન્નતિ એન્જિનિયર્સને કામ અપાયુ.

ટુકડે -ટુકડે 4200 હંગામી આવાસો બનાવવાનો કોન્ટ્રાક્ટ ઉન્નતિ એજન્સી ને અપાયો હતો.જેમાંથી અંદાજે 2200 જેટલા આવાસો તૈયાર થયા હોવાનો દાવો કરાયો હતો. અને - આવાસ દીઠ રુપિયા 15 હજાર લેખે કોન્ટ્રાક્ટરને એડવાન્સમાં ચૂકવાયા હતા. અને પ્રત્યેક યુનિટ દીઠ રુપિયા 2500 માસિક ભાડુ કોન્ટ્રાક્ટરને ચૂકવવાનુ નક્કી થયુ હતુ. આ કોન્ટ્રાક્ટ 6 વર્ષ માટે હતો. પરંતુ, સમગ્ર મામલામાં ગેરરિતી થઇ હોવાની ગંધ આવતા રાજ્યસરકારે આ કોન્ટ્રાક્ટ રદબાતલ કરી દીધો છે. આ મુદ્દે શ્રમયોગી કલ્યાણ બોર્ડ ના વર્તમાન સભ્ય સચિવ બી.એમ.પ્રજાપતિ એ જણાવ્યુ હતુ કે - 2200 હંગામી આવાસના પૈસા ઓલરેડી બોર્ડ દ્વારા ચૂકવાઇ ગયા છે. જેની સામે અંદાજે માત્ર 1800 જેટલાજ હંગામી આવાસ બનાવાયા હોવાનુ ધ્યાને આવ્યુ છે. મતલબ કે જેટલા આવાસના બિલ મૂકાયા હતા એટલા આવાસ રીયલમાં બન્યા જ નહોતા.

શ્રમયોગી કલ્યાણ બોર્ડના સભ્ય સચિવ બી.એમ.પ્રજાપતિનુ કહેવુ હતુકે- આવાસ બનાવવા માટે એડવાન્સ પૈસા ય વગર વ્યાજે બોર્ડ આપે, અને પાછુ એજ આવાસનુ ભાડુ પણ બોર્ડ ચૂકવે ?? આ કઇ જાતનો કોન્ટ્રાક્ટ હોઇ શકે.. ??

મિત્રો, ડો. અનિલ પટેલના કાર્યકાળ દરમ્યાન શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અપાયેલા વિવિધ કોન્ટ્રાક્ટસમાં ગેરરિતીની ગંધ આવતા  સીએમ વિજય રુપાણી દ્વારા શ્રમ અને રોજગાર વિભાગના સચિવને શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓ મુદ્દે રિપોર્ટ આપવાનો આદેશ કરવામા આવ્યો હતો. જયાં સુધી હંગામી આવાસ યોજનાને લાગે વળગે છે ત્યાં સુધી વિભાગે - રાજ્ય સરકારને જે રિપોર્ટ સુપ્રત કર્યો હતો તે કંઇક આ મુજબ હતો.

 

શ્રમ નિયામક ના તપાસ અહેવાલના મુખ્ય મુદ્દા-
1- પાંચ લાખ રુપિયા ઉપરના કોઇપણ કામ આપવા માટે ઇ - ટેન્ડરીંગ કરવાની જોગવાઇ છે. પરંતુ,  હંગામી આવાસોનો કોન્ટ્રાક્ટ ઇ- ટેન્ડરિંગ કર્યા વગર ઉન્નતિ એજન્સીને આપી દેવાયો છે.
2- છાપામાં એડ આપ્યા બાદ- માત્ર એકજ ઉન્નતિ એજન્સી કામ માંગવા આવી ને સિંગલ ટેન્ડર તેઓને કરી દેવામાં આવ્યુ, જયારે નિયમ મુજબ જો એકજ એજન્સી કામ માટે આવે તો રિ-ટેન્ડરીંગ કરવુ પડે પરંતુ, આમાં પ્રથમ વખત કે બીજી વખત એકેય વખત ઇ- ટેન્ડરીંગ કરાયેલ નથી.
3- ઉન્નતિ એજન્સી ને આપેલા વર્ક ઓર્ડર કે એગ્રીમેન્ટમાં રાજ્ય સરકારના નિયમો મુજબના સ્પેસિફિકેશન દર્શાવાયા નથી.  જનરલી જો કોઇપણ એજન્સી સરકારના નિયમાનુસાર કાર્ય કરવામાં ફેઇલ જાય તો તેને ટર્મિનેટ કરવાની શરત એગ્રીમેન્ટમાં હોવી જોઇયે પરંતુ, ઉન્નતિ એજન્સી સાથે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કરાયેલા એગ્રીમેન્ટમાં ટર્મિનેશનની શરત નોજ ઉલ્લેખ નથી.
4-હંગામી આવાસ બનાવવા માટે -ઉન્નતિ એજન્સી ને વ્યાજ મુક્ત એડવાન્સ પેટે 15000 રુપિયા - કોઇપણ સિક્યોરિટી લીધા વગર ચૂકવાયા. પરંતુ, તેનો ઉલ્લેખ જાહેર નિવિદામાં નથી કરાયો. તેમજ પેમેન્ટ ને લગતી જોગવાઇઓ ટેન્ડર કરવાના સમયે કરવાના બદલે પાછળ થી ઉમેરાઇ હોવાનુ સ્પષ્ટ થાય છે.
5- ખરેખર જેટલા આવાસ બનાવાનો વર્ક ઓર્ડર અપાયો હતો અને પૈસા ચૂકવાયા હતા વિભાગની તપાસમાં જણાયુ કે ખરેખર એટલા આવાસો બન્યા જ નહોતા, છતાં બોર્ડ દ્વારા વિધાઉટ વેરીફિકેશન પૈસા ચૂકવી દેવાયા હતા.

શ્રમ નિયામકના તપાસ રિપોર્ટમાં એ પણ જણાવાયુ કે તમામ નિયમોની ઉપરવટ જઇને ડો. અનિલ પટેલ દ્વારા કરાયેલા કરાર માં શુ ક્ષતિઓ હતી.હંગામી આવાસ યોજનાની એજન્સી ઉન્નતિ એન્જિનિયર્સ સાથે થયેલ કરારની ક્ષતિઓ-

1- એજન્સી સાથે કરવામાં આવેલ એગ્રીમેન્ટ ની શરતો મુજબ આ કામગીરી સળંગ 6 વર્ષ સુધી કરવાની રહે છે. સામાન્ય રીતે આટલા લાંબા સમય માટે- સિંગલ ટેન્ડર કરીને કોઇપણ એક એજન્સીને કામ આપી શકાય નહીં.
2- એગ્રીમેન્ટ ની શરતોમાં કોન્ટ્રાક્ટ રદ કરવા માટે કોઇપણ શરત દર્શાવેલ નથી.
જનરલી તમામ સરકારી કોન્ટ્રાક્ટસ અથવા તો એમઓયુ માં શરત ભંગ થયે ટર્મિનેટ કરવાની શરત અચૂક હોય છે પરંતુ, ઉન્નતિ એજન્સી સાથે થયેલા કરારમાં સ્પેસિફિકલી ટર્મિનેશનની શરત કાઢી નાંખવામાં આવી છે.
3-એગ્રીમેન્ટમાં એજન્સી ને નાંણા ચૂકવવા અંગે કોઇ નિયત પધ્ધતિ અંગે સ્પષ્ટતા કરેલ નથી.
4-એગ્રીમેન્ટમાં સિક્યોરિટી ડિપોઝીટ બાબતનો કોઇ ઉલ્લેખ કરવામા આવ્યો નથી. અને આ તમામ બાબતો પરથી બોર્ડે ઉન્નતિ એજન્સી સાથે કરેલો એગ્રીમેન્ટ એક પક્ષે થયો હોવાનુ શ્રમ અને રોજગાર વિભાગે તેમના તપાસ અહેવાલમાં નોંધ્યુ છે.

આ તમામ મુદ્દે વાત કરવા માટે ન્યુઝ 18 ની ટીમે -શ્રમયોગી કલ્યાણ બોર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના ડોક્ટર સેલના પ્રમુખ ડો.અનિલ પટેલની મુલાકાત લીધી. ત્યારે અનિલ પટેલે દોષ નો ટોપલો બોર્ડના પૂર્વ સભ્ય સચિવ આર.કે.પરમાર પર ઢોળ્યો,  ડો. અનિલ પટેલે કહ્યુ કે તેઓ બોર્ડના ચેરમેન હતા પણ તેઓને નિયમોની જાણ નહોતી.

ડો. અનિલ પટેલ દોષનો ટોપલો સતત બોર્ડના પૂર્વ સભ્ય સચિવ આર.કે.પરમાર પર ઢોળી રહ્યા હતા ત્યારે ન્યુઝ 18ની ટીમે તેમનો પણ સંપર્ક કર્યો, ત્યારે ટેલિફોનિક વાતચીતમાં તેમણે ભાર પૂર્વક જણાવ્યુ કે તેઓ હોદ્દાની રુએ ચેરમેનની જાણ બહાર કોઇપણ નિર્ણય કરી શકે નહી અને તેઓએ અનિલ પટેલની સંમતિ વગર કોઇ કાર્યો કર્યા નથી..

ડો.અનિલ પટેલ - ના જવાબ - કેટલા સાચા છે - તે જાણવા અમે શ્રમયોગી કલ્યાણ બોર્ડના પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારી તરીકે જાણીતા વર્તમાન સભ્ય સચિવ બી.એમ. પ્રજાપતિને ફરી મળ્યા .

બીએમ પ્રજાપતિ સાથેની News18ની વાતચીત દરમિયાન ડો. અનિલ પટેલનાં જવાબોનો છેદ કંઇક આમ  ઉડ્યો હતો. બીએમ પ્રજાપતિનાં જણાવ્યા અનુસારબોર્ડમાં ચેરમેન એ સર્વેસર્વા ગણાય છે. ચેરમેન ને પૂછયા વગર કે જાણ બહાર કોઇ નિતિ વિશયક નિર્ણયો વહીવટી અધિકારીઓથી લઇ શકાતા નથી. આવાસ બનાવા વગર વ્યાજે પૈસા પણ બોર્ડ આપે. અને ભાડું પણ બોર્ડ ચુકવે એ પ્રકારનો કોન્ટ્રાક્ટ યોગ્ય નથી.

આ કેસમાં પૂર્વ સીએમ આનંદી બહેનના કાર્યકાળમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન બનેલા ડો.અનિલ પટેલ પરજ શા માટે શંકા ની સોય સધાઇ રહી છે ?

તે માટે આ રહ્યા મજબૂત કારણો

1- કોઇપણ બોર્ડ રાજ્ય સરકારનાં વિભાગથી સ્વતંત્ર બોડી ગણાય છે. અને તેના અધ્યક્ષ બોર્ડના ચેરમેન ગણાય છે. હોદ્દાની રુ એ બોર્ડમાં ચેરમેનની સંમંતિ અને સહી વગર અને જાણ બહાર કોઇ જ કાર્યો થઇ શકતા નથી.અને ચેરમેનની મંજૂરી વગર એકપણ પેમેન્ટ પણ રિલીઝ થઇ શકતા નથી. મતલબ કે તમામ ગલત કોન્ટ્રાક્ટ ની જાણ અનિલ પટેલને હતી ? અને તેઓની એમાં સહમતિ હતી ?

2- શ્રમ નિયામક ના અહેવાલમાં સ્પષ્ટ છે કે - રાજ્ય સરકારના તમામ નિયમોને નેવે મૂકીને કોન્ટ્રાક્ટ અપાયો છે. તો બોર્ડના ચેરમેન તરીકે - રાજ્ય સરકારના તમામ નિયમોને નેવે મૂકીને કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય અનિલ પટેલે કેમ લીધો

3- નિયમોની જાણકારી ન હોવી - એ ડો.અનિલ પટેલ નો બચાવ હરગીઝ ના હોઇ શકે  કારણકે એક્ઝ્કયુટિવ અને નોન એક્ઝક્યુટીવ તમામ પાવર્સ હોદ્દાની રુએ ચેરમેન તરીકે ડો.અનિલ પટેલ પાસે હતા. તો એવા સંજોગોમાં પાવર નો ઉપયોગ કેમ ના કર્યો - અથવા તો પાવરનો દુરુપયોગ કેમ કર્યો?

4- જો નિયમોની ખબર નહોતી- તો નિયમોની જાણકારી વગર આટલા મોટો કોન્ટ્રા્કટસ કેવી રીતે આપી દીધા ? અને ચૂકવણું પણ કરી દીધુ ?

5- શ્રમ નિયામક સી.જે.પટેલના અહેવાલમાં એ પણ બહાર આવ્યુ છેકે જેટલા હંગામી આવાસો બનાવવા માટેનુ ચૂકવણું કરાયુ હતુ,  તેટલા આવાસ ખરેખર બન્યા હોય તેવુ તપાસમાં જણાયુ નથી.  કોઇપણ એજન્સી ને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ તેનુ ફિઝિકલ વેરીફિકેશન કરાવવાની જવાબદારી બોર્ડના ચેરમેનની હોય છે. વેરીફિકેશન કર્યા વગર ચેરમેને રુપિયા 5 કરોડનુ ચૂકવણું કેમ કરી દીધુ. ?

ન્યુઝ 18 ની ટીમ પાસે ઉન્નતિ એજન્સી ના માલિક માર્ગી મહેતા એ એવો દાવો કર્યો હતોકે  શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા તેમને હંગામી આવાસ યોજના પેટે માત્ર 5 કરોડ રુપિયા ચૂકવાયા છે અને હજુ 5 કરોડ રુપિયા બાકી નિકળે છે.  જેના માટે તેમણે હાઇકોર્ટ પાસે દાદ માંગી હતી. પરંતુ , સીએમ વિજયભાઇ રુપાણી દ્વારા તેમનુ બાકી પેમેન્ટ ચૂકવી દેવાનુ આશ્વાસન અપાતાંજ તેઓએ દાવો પાછો ખેંચી લીધો છે.

પરંતુ, આ સમગ્રે મામલે જયારે ન્યુઝ 18 એ સીએમ રુપાણીનો સંપર્ક કર્યો ત્યારે તેઓેએ નોન કરપ્ટ રુપાણી સરકાર ના પોતાના સંકલ્પને દોહરાવ્યો હતો. અને આવો કોઇ આદેશ તેઓ દ્વારા નહીં અપાયો હોવાનુ જણાવતા તેઓ એ કહ્યું હતુકે  શ્રમયોગી કલ્યાણ બોર્ડની ગતિવિધીઓ મુદ્દે એક રિપોર્ટ તેમને સોંપાયો છે, જેના આધારે તેઓેએ કોન્ટ્રાક્ટ રદ ના આદેશ આપ્યા છે.  અને હજુ વધુ એક ડિટેઇલ રિપોર્ટ પણ વિભાગના સચિવ પાસે માંગ્યો છે. અને જરુર પડયે આ કેસમાં પોલીસ ફરિયાદ પણ થઇ શકે છે.

ગીતા મહેતાનો અહેવાલ ,
સિનિયર એસોસિએટ એડીટર,
ન્યુઝ 18 ગુજરાતી ..
First published: May 4, 2019, 8:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading