સમાજવાદી પાર્ટીમાં હજુ ડખો, અખિલેશ-શિવપાલના સમર્થકો આમનેસામને

Haresh Suthar | Pradesh18
Updated: September 17, 2016, 12:31 PM IST
સમાજવાદી પાર્ટીમાં હજુ ડખો, અખિલેશ-શિવપાલના સમર્થકો આમનેસામને
#અખિલેશને પ્રદેશ અધ્યક્ષ બનાવાને લઇને પાર્ટી કાર્યાલય અને મુખ્યમંત્રી નિવાસ બહાર સમર્થકોનો હંગામો થયો છે. સ્થિતિ એવી છે કે, શિવપાલ અને અખિલેશના સમર્થકો આમને સામને આવી ગયા છે અને મારામારી પર ઉતરી આવ્યા છે. જેને પગલે પાર્ટી કાર્યાલય અને સીએમ નિવાસ બહાર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.

  • Pradesh18
  • Last Updated: September 17, 2016, 12:31 PM IST
  • Share this:
નવી દિલ્હી #અખિલેશને પ્રદેશ અધ્યક્ષ બનાવાને લઇને પાર્ટી કાર્યાલય અને મુખ્યમંત્રી નિવાસ બહાર સમર્થકોનો હંગામો થયો છે. સ્થિતિ એવી છે કે, શિવપાલ અને અખિલેશના સમર્થકો આમને સામને આવી ગયા છે અને મારામારી પર ઉતરી આવ્યા છે. જેને પગલે પાર્ટી કાર્યાલય અને સીએમ નિવાસ બહાર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.

મુલાયમસિંહ યાદવની દરમિયાનગીરી અને શિવપાલના તમામ મંત્રાલય પરત કરી દેવાતાં એવું લાગતું હતું કે સમાજવાદી પાર્ટીમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલો રાજકીય વિવાદ શાંત થયો છે. પરંતુ આ વિવાદ જાણે કે અટકવાનું નામ લેતો નથી અને આજે અખિલેશ અને શિવપાલના સમર્થકો એકબીજાની સામે ઉતરી આવ્યા છે.

શનિવારે સવારે સમાજવાદી પાર્ટીના યૂથ વીંગે મુખ્યમંત્રી અખિલેશ યાદવના સમર્થનમાં જે રીતે પાર્ટી કાર્યાલયે સુત્રોચ્ચાર અને પ્રદર્શન કર્યું એ જોતાં એવું લાગી રહ્યું છે હજુ સંકટ ટળ્યું નથી.

અખિલેશને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગ કરી રહેલા સમાજવાદી પાર્ટીના યૂથ વિંગના ફ્રંન્ટલ અધ્યક્ષોએ સ્પષ્ટ કરી દીધું છે કે, એમને શિવપાલ અને એમના સમર્થકોની દખલગીરી પસંદગ નથી અને એમની સાથે તે કામ કરી શકે એમ નથી.
First published: September 17, 2016, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading