Home /News /madhya-gujarat /અમદાવાદમાં મિત્રને મદદ કરવી ભારે પડી એક મિત્રને, ઉછીના આપેલા રૂપિયાની સામે મળ્યા છરીના ઘા

અમદાવાદમાં મિત્રને મદદ કરવી ભારે પડી એક મિત્રને, ઉછીના આપેલા રૂપિયાની સામે મળ્યા છરીના ઘા

ખોખરા વિસ્તારમાં આવેલ બુચેશ્વર મહાદેવ સંકુલમાં રહેતા ઘનશ્યામ મોર્ય પાસે ત્યાંજ રહેતા તેના મિત્ર શુભમ મિશ્રાને તેના પિતાની સારવાર માટે 2 મહિના પહેલા 10 હજાર રૂપિયા આપ્યા હતા.

ખોખરા વિસ્તારમાં આવેલ બુચેશ્વર મહાદેવ સંકુલમાં રહેતા ઘનશ્યામ મોર્ય પાસે ત્યાંજ રહેતા તેના મિત્ર શુભમ મિશ્રાને તેના પિતાની સારવાર માટે 2 મહિના પહેલા 10 હજાર રૂપિયા આપ્યા હતા.

    અમદાવાદઃ શહેરના અમરાઈવાડીમાં વિસ્તાર માં ઉછીના આપેલ પૈસા પાછા માગતા મિત્ર એજ મિત્રને છરીના ઘા (Knife Attack) ઝીક્યા હોવાના બનાવે એ ફરીથી મતલબી મિત્રતા પર સવાલો ઉભા કર્યા છે. સમગ્ર ઘટના સી સી ટીવીમાં (CCTV) કેદ થતા આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક મિત્રને મિત્રની મદદ કરવી ભારે પડી. ખોખરા વિસ્તારમાં આવેલ બુચેશ્વર મહાદેવ સંકુલમાં રહેતા ઘનશ્યામ મોર્ય પાસે ત્યાંજ રહેતા તેના મિત્ર શુભમ મિશ્રાને તેના પિતાની સારવાર માટે 2 મહિના પહેલા 10 હજાર રૂપિયા આપ્યા હતા.

    પણ વારંવાર માગવા છતાં પૈસાના આપવાથી શુભમના આ વ્યવહાર અંગે ઘનશ્યામ મોર્યે તેના અન્ય મિત્રને જાણ કરી હતી. અને આજ વાતનું લાગી આવતા આરોપી શુભમ મિશ્રાએ ઘનશ્યામને છરીના ઘા માર્યા હતા.

    આ પણ વાંચોઃ-અમદાવાદમાં મિત્રને મદદ કરવી ભારે પડી એક મિત્રને, ઉછીના આપેલા રૂપિયાની સામે મળ્યા ઝરીના ઘા

    આમ એક મિત્રને જ મદદ કરવી મુસબિયત સમાન બની હોવાની આ ઘટના છે. ખાણીપીણીનો વ્યવસાય કરતા ઘનશ્યામ મોર્ય રાધે મોલ પાસે આવેલા કાફે પાસે મિત્ર સાથે પબજી રમતા હતો. ત્યારે ત્યાંથી નીકળેલા શુભમ મિશ્રાને ઘનશ્યામે બોલાવ્યો હતો.

    આ પણ વાંચોઃ-Coronavirus: 1.5 રૂપિયાની આ દવા કોરોના દર્દીઓ માટે લાભદાયી, મોતના ખતરાને કરે છે ઓછો

    ઘનશ્યામે ઉછીના આપેલા પૈસા અવરનવાર માગતા તેમજ અન્ય મિત્રને જાણ કરતા હોવાનું લાગી આવતા શુભમ મિશ્રાએ બાઈક પરથી ઉતારીને છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા.

    આ પણ વાંચોઃ-નિયમોની ઐસીતૈસી! અમદાવાદમાં કરણી સેનાએ પોલીસની હાજરીમાં કોરોના અંગેના કાયદાનો કર્યો ભંગ

    જોકે અન્ય હાજર લોકોએ વચ્ચે પડતા આરોપી નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસોએ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. મદદના સમયે મિત્ર સાચો સહારો બનતા હોય છે. પણ અહીંયા એક મિત્રને મિત્રની મદદ કરવી મુસીબત સમાન બની અને સીધા હોસ્પિટલની સીડીયો ગણવી પડી હતી.
    First published: