Home /News /madhya-gujarat /અમદાવાદ : અઝહર કિટલીને મનીયા સુરવે અને સુલતાન મિર્ઝા જેવું બનવું હતું, ફિલ્મોના વિલન જેવી ક્રાઇમ કુંડળી

અમદાવાદ : અઝહર કિટલીને મનીયા સુરવે અને સુલતાન મિર્ઝા જેવું બનવું હતું, ફિલ્મોના વિલન જેવી ક્રાઇમ કુંડળી

અઝહર કિટલીની ક્રાઇમ કુંડળી ફિલ્મોના વિલન જેવી છે.

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોટો થયેલો અઝહર કીટલી 19 જેટલા ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. ગુજસીટોક સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે

અમદાવાદ: કુખ્યાત અઝહર કીટલીની (Azhar Kitli) ગુજરાત ATS દ્વારા જુહાપુરા (Gujarat ATS) વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં વેજલપુર પોલીસને (Ahmadabad Police) હવાલે સોંપવામાં આવ્યો હતો. વેજલપુર પોલીસની તપાસમાં અનેક ખુલાસા થયા છે. અઝહર કીટલીની (Azhar Kitli) ક્રાઇમ કુંડળી એવી છે કે 21 વર્ષની ઉંમરે તેણે ક્રાઇમની દુનિયામાં પગપેસારો કર્યો હતો. વર્ષ 2009 ની સાલમાં સૌથી પહેલો ગુનો આચર્યો હતો. ધાક ધમકીથી પડાવેલા રૂપિયા દાન અને સેવા કાર્યોમાં વાપરતો હતો. 6 વ્યક્તિઓની ગેંગ રાખી ગુનાઓને અંજામ આપતો હતો. આરોપી સામે ગુજ-સી ટોક (GujCTOC) સહિત19 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

અઝહર કીટલી કદાચ આ નામ હવે ભૂતકાળ થઈ જશે. કારણકે હિન્દી ફિલ્મોમાં ગેંગસ્ટરો જે પ્રમાણે કામ કરતા હોય છે તેજ પ્રમાણે અઝહર કીટલી ગુનાને અંજામ આપતો હતો. શહેરનાં જુહાપુરા વિસ્તારમાં રહેતો અને નવમું ધોરણ પાસ કરેલો અઝહર કીટલી પોતાના પિતાની ચા ની કીટલી પર કામ કરતો હતો અને બાદમાં ગાડીના પાટા રીપેરીંગ કરવાનું કામ કરતો હતો. ત્યારબાદ ગાંધીનગર ONGC માં કામ કરતો હતો તે સમયે અઝહર કીટલીના ડાબા હાથમાં ગંભીર ઇજા થઇ હતી.

આ પણ વાંચો : પાલનપુર : આશ્ચર્યજનક સત્યઘટના! શરીર પર ચોંટવા લાગ્યા સિક્કા, મોબાઇલ, વાસણો, તબીબો પણ ચોંકી ઉઠ્યા

જેના લીધે તે ફરીથી પોતાના પિતા સાથે ચા ની કીટલી ઉપર કામ કરવા લાગી ગયો હતો. અને બાદમાં હિન્દી ફિલ્મોથી પ્રેરાઈને ગુનાહિત દુનિયામાં પગપેસારો કર્યો હતો અને શરૂઆતમાં જુહાપુરા વિસ્તારમાં આસપાસના નાના મોટા વેપારીઓને ધમકાવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે હિંમત ખુલતા જે લોકો પૈસા નહિ આપતા તેઓની સાથે મારઝૂડ કરવા લાગતો હતો. તેવી જ રીતે ગુનાની દુનિયામાં ધીમે ધીમે પોતાનો ગ્રાફ ઊંચો કરવા લાગ્યો પરંતુ પોલીસે અઝહર કિટલીના વધી રહેલા ગ્રાફને એક જ ઝાટકે નીચો કરી નાંખ્યો છે.

આ પણ વાંચો : મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

આ પણ વાંચો : ડીસા: C.A પતિએ મિત્રો સાથે મળીને કરાવી હતી પત્નીની હત્યા, મુખ્યસૂત્રધાર ઝડપાયો

મુંબઇ ગેંગસ્ટર મનિયા સુરવેના વહેમમાં ફરનારો અઝહર કીટલી જેલની હવા ખાશે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોટો થયેલો અઝહર કીટલી 19 જેટલા ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. ત્યારે ગુજરાત ATS દ્વારા તેની આખરે ધરપકડ કરી લેવામાં આવી હતી અને વેજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જેલ ના સળિયા પાછળ ધકેલી દીધો છે.

મહત્વનું એ છે કે મુંબઈના બે નામચીન ગેંગસ્ટર એવા એક મણિયા સુરવે અને બીજો સુલતાન મીરઝા આ બંને ગેંગસ્ટરની કામગીરી મુજબ અઝહર કીટલી શહેરના જુહાપુરા વિસ્તારમાં પોતાનો રોફ જમાવવા માંગતો હતો. પરંતુ પોલીસે અઝહર કિટલીની ધરપકડ કરીને તેના તમામ નાપાક ઇરાદાઓને નેસ્ત નાબૂદ કરી દીધા છે.

આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

આ પણ વાંચો : રાજકોટ : દારૂની હેરાફેરીનો ગજબ આઇડિયા! ઈડલી-સાંભાર અને શાકભાજી વેચનારા બન્યા બૂટલેગર

આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

અમદાવાદ શહેરમાં એક જમાનો હતો કે જેમાં ગેંગસ્ટરો પોતાનું રાજ ચલાવતા હતા પરંતુ આવા ગેંગસ્ટરો ની કમર તોડી નાખનારી અમદાવાદ શહેર પોલીસે ફરી એક વખત ઉભા થતા એક ગેંગસ્ટરને જેલ હવાલે કરી દેવાનું નક્કી કરી દીધું છે. જુહાપુરા નો  અઝહર કીટલી ડોન બનવાના મનસૂબા સાથે ફરતો હતો. પરંતુ ગુજરાત એટીએસની ઝપેટમાં આવી જતા અઝહર કીટલી હવે તૂટી પડ્યો છે. 06 લોકોની ગેંગ સાથે શહેરના જુહાપુરા વિસ્તારમાં પોતાનો આંતક માચાવતો હતો. ઝોન-7 ના સ્ક્વોડ દ્વારા અઝહર કીટલી વિરુદ્ધ ગુજ-સી ટોકનો ગુનો દાખલ કરી ને તેની ગેંગને પણ નાશ કરી નાખ્યો છે.
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad police, Gujarati news, Sultan Mirza, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો