અમદાવાદીઓ સાવધાન! શહેરમાં ચોર ગેંગ સક્રિય, વડોદરાથી પરત આવી પરિવાર હોટલમાં જમવા ગયો, કારમાંથી કિંમતી દાગીના ચોરાયા

અમદાવાદીઓ સાવધાન! શહેરમાં ચોર ગેંગ સક્રિય, વડોદરાથી પરત આવી પરિવાર હોટલમાં જમવા ગયો, કારમાંથી કિંમતી દાગીના ચોરાયા
પ્રતિકાત્મક તસવીર

પત્નીએ સોનાના દાગીના અને રૂપિયા પાંચ હજાર રોકડા પ્લાસ્ટિકની બેગમાં મૂકીને કપડાં ભરેલ થેલામાં મુક્યા હતા અને આ થેલો તેઓ ગાડીમાં મૂકીને હોટલમાં જમવા માટે ગયા હતા.

  • Share this:
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કારના કાચ તોડીને કીમતી વસ્તુઓની ચોરી કરત ગેંગ સક્રિય થઈ હોય તેવા અનેક બનાવો સામે આવ્યા હતા. જો કે હવે કારનો દરવાજો ખોલીને સોનાના કીમતી દાગીનાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. જુહાપુરાનો (juhapur) એક પરિવાર બરોડાથી (Vadodara) પરત ફરીને ખાનપુરની એક હોટલમાં (Khanpur in hotel) જમવા માટે ગયો ત્યારે કોઈ ગઠિયો કારનો દરવાજો ખોલીને દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયો છે.

અમદાવાદના જુહાપુરામાં રહેતા અને ઉબેર કંપનીમાં ગાડી ચલવતા દાનીસ શેખ એ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે 26મી ફેબ્રુઆરીએ રાત્રે તેની પત્ની અને બાળકો સાથે બરોડાથી અમદાવાદ આવ્યા હતા. જેમને જમવાનું બાકી હોવાથી તેઓ ખાનપુર વિસ્તારમાં આવેલી હોટલ અરેબીજમાં જમવા માટે ગયા હતા.જોકે બરોડાથી પરત ફરતી વખતે તેમની પત્નીએ સોનાના દાગીના અને રૂપિયા પાંચ હજાર રોકડા પ્લાસ્ટિકની બેગમાં મૂકીને કપડાં ભરેલ થેલામાં મુક્યા હતા અને આ થેલો તેઓ ગાડીમાં મૂકીને હોટલમાં જમવા માટે ગયા હતા.

આ પણ વાંચોઃ-સુરત: 'હું જે હિસાબ આપું એ લઈ લેજે નહીં તો સોપારી આપીને મરાવી દઈશ', RTI કરનાર યુવકને મળી ધમકી

આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

આ પણ વાંચોઃ-આટલી પાતળી છે તો રાઈફલ કેવી રીતે સંભાળે છે', મહિલા પોલીસની છેડતી બાદ રોમિયોને પડ્યો મેથીપાક

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 11 કરોડની 28 વિઘા જમીન પચાવી પાડવાનો મામલો, વધુ એક આરોપી પ્રફુલ વ્યાસ ઝડપાયો

જોકે એકાદ કલાક બાદ તેઓ જમીને પરત ફર્યા તો દાગીના અને કપડાં ભરેલ બે ખુલ્લી હાલતમાં જોવા મળી હતી. જેથી તેમણે બેગમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રોકડા રૂપિયા ૫ હજાર સહિત રૂપિયા ૨ લાખ ૩૦ હજાર ના દાગીના ગાયબ હતા.ફરિયાદીએ આસપાસમાં તપાસ કરતા કોઈ મળી આવ્યું ન હતું જેથી સમગ્ર ઘટનાની જાણ તેઓએ પોલીસને કરી હતી. પોલીસ હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે બે દિવસ અગાઉ પણ નારણપુરા વિસ્તારમાં જગુઆર ગાડીનો કાચ તોડીને રૂપિયા 30 હજાર રોકડા અને કેટલાક મહત્વના દસ્તાવેજોની ચોરીનો બનાવ સામે આવ્યો હતો.
Published by:ankit patel
First published:February 27, 2021, 20:50 pm