અમદાવાદ : શહેરમાં (Ahmedabad)એક બળાત્કારનો (Rape)કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતી તેના ઘરે હતી અને તેનો પતિ નોકરીએ ગયો હતો. ત્યારે બે લોકો રાજુ અહીં રહે છે તેવું પૂછી યુવતીના ઘરમાં ઘુસી ગયા હતા. બાદમાં આ બને શખ્સો જમવાનું માંગવાના નામે યુવતી સાથે વાતો કરી તેને ભોંય પર પાડી દીધી અને બાદમાં તેના કપડા અડધા કાઢી નાખ્યા અને આંતર વસ્ત્રો ફાડી બળાત્કાર (Rape in Ahmedabad)ગુજાર્યો હતો. યુવતીએ બુમાબુમ કરતા આરોપીઓએ બ્લેડ ના ઘા માર્યા અને ફોન લૂંટી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે ગુનો નોંધી ઓઢવ પોલીસે તપાસ તો શરૂ કરી પણ બળાત્કાર ગુજારનાર એક જ વ્યક્તિ હતો કે બને લોકોએ બળાત્કાર ગુજાર્યો તે માટે તપાસ શરૂ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે શકમંદોની હાલ પૂછપરછ કરી ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ (Ahmedabad Police)મહેનત કરી રહી છે.
મૂળ ઉત્તર પ્રદેશની 19 વર્ષીય યુવતી અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રહે છે. આ યુવતી તેના પતિ સાથે ભાડાના મકાનમાં છેલ્લા એક મહિનાથી રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ ઓઢવ ખાતે એક કારખાનામાં નોકરી કરે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2021માં થયા હતા. ગત 10 જાન્યુઆરીના રોજ સવારે આ યુવતીનો પતિ નોકરીએ જવા નીકળ્યો હતો. બાદમાં યુવતી ઘરે એકલી હતી. ત્યારે બપોરે તે તેના મોબાઇલ ફોનમાં ફિલ્મ જોતી હતી અને તેના ઘરનો દરવાજો બંધ હતો.
તે દરમિયાન બે શખ્સો આવ્યા અને રુમના દરવાજાને ધક્કો મારતા દરવાજો ખુલી ગયો હતો. એક શખ્સે પીળા કલરનું જેકેટ તથા બીજા શખશે કોફી કલરના ચેકસ વાળુ શર્ટ પહેર્યું હતું. જે બંનેની ઉંમર 20 થી 25 વર્ષની હતી. જેમાંથી એક શખ્સે રાજુ અહીંયા રહે છે જે ગોરખપુરનો છે એવું પૂછતા યુવતીએ જણાવ્યું કે રાજુ નામનો કોઈ વ્યક્તિ અહીં રહેતો નથી, આસપાસમાં તપાસ કરી લો.
ત્યારે બીજા શખ્સે આ યુવતીને પૂછ્યું કે ખાવાનું ખાઈ લીધું છે? જેથી આ યુવતીએ કહ્યું કે તેણે જમી લીધું છે. બાદમાં આ શબ્દો યુવતીને કહેવા લાગ્યા કે અમારે પણ જમવાનું છે તું અમને જમવાનું નહીં આપે? જેથી યુવતીએ કહ્યું કે મારા પતિ જમવાનું ટિફિન લઈ ગયા છે અને જમવાનું કાંઈ વધ્યું નથી. તેમ કહેતાં આ બંને શખ્સો યુવતીના રૂમમાં આવી ગયા હતા. જેમાંના એક શખ્સે આ યુવતીનો હાથ પકડી બળજબરીથી તેને નીચે પાડી દીધી હતી. બાદમાં મોઢું દબાવી તેને સુવડાવી દીધી હતી અને અન્ય શખ્સે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી આ યુવતીના કપડા કાઢી દીધા હતા અને આંતર વસ્ત્રો ફાડી નાખ્યા હતા અને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
યુવતીએ પોતાને છોડાવવાની કોશિશ કરતા અન્ય શખ્સે યુવતીને બ્લેડ મારી હતી. જેથી યુવતીને ઈજાઓ પહોંચી હતી. જેથી યુવતીએ લોહી વહી જતા બુમાબુમ કરતા આ બંને શખ્સો તેનો મોબાઈલ ફોન લૂંટી ભાગી ગયા હતા. બાદમાં પાડોશી મહિલાને આ અંગે જાણ થતા તે મહિલાએ આ યુવતીની મદદ કરી હતી. યુવતીને ગુપ્ત ભાગો માંથી લોહી નીકળતું હતું. જેથી તેના પતિને અને પોલીસને જાણ કરી હતી.
સમગ્ર બાબતને લઈને પોલીસે બે આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવતી પર એક જ વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો કે બને શખસોએ બળાત્કાર ગુજાર્યો તે બાબતે તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે. જો બન્ને શખસોએ બળાત્કાર ગુજાર્યો હશે તો ગેંગરેપની થિયરી પર પોલીસ તપાસ કરશે. જોકે હાલ આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ હોવાનું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે. જેથી ટૂંક સમયમાં જ આ ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર