Home /News /madhya-gujarat /

અમદાવાદ : રિવરફ્રન્ટ પર પ્રેમિકા સાથે બેઠા હતા આધેડ, ત્યાં પુત્ર આવી જતા થઈ જોવા જેવી

અમદાવાદ : રિવરફ્રન્ટ પર પ્રેમિકા સાથે બેઠા હતા આધેડ, ત્યાં પુત્ર આવી જતા થઈ જોવા જેવી

પુત્રએ પિતા સામે પોલીસ (Police)ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી

Ahmedabad Crime : ગાંધીનગરમાં રહેતો 30 વર્ષીય યુવક ગઇકાલે બપોરે કામથી રિવરફ્રન્ટ પરથી પસાર થઈ રહ્યો હતો. તે વખતે તેણે તેના પિતાને એક સ્ત્રી સાથે બેસેલા જોયા

અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront)પર આધેડ વયના પુરુષને પ્રેમિકા સાથે બેસવું ભારે પડ્યું છે. બાઈક લઈને પસાર થઈ રહેલો પુત્ર પિતાને જોઈ જતાં પિતાની પોલ ખુલ્લી પડી ગઈ હતી. પોલ ખુલ્લી પડી જતાં જ પિતા ગુસ્સે થયા હતા અને પુત્રને માર માર્યો હતો. જ્યારે પુત્રએ પિતા સામે પોલીસ (Police)ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ગાંધીનગરમાં રહેતો 30 વર્ષીય યુવક ગઇકાલે બપોરે કામથી રિવરફ્રન્ટ પરથી પસાર થઈ રહ્યો હતો. તે વખતે તેણે તેના પિતાને એક સ્ત્રી સાથે બેસેલા જોયા હતા. જે સ્ત્રી સાથે તેમને છેલ્લા પંદર વર્ષથી પ્રેમ સબંધ છે અને તેના કારણે અવાર નવાર ઘરે બોલાચાલી પણ થતી હતી. આ બાબતની જાણ યુવકે તેના મામાને કરતા તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. જ્યારે ફરિયાદીના પિતાએ આ સ્ત્રી બાબતે પૂછતા તેઓએ તેમના સ્ટાફના હોવાનુ કહ્યું હતું. પરંતુ ફરિયાદી યુવકે આ સ્ત્રી તેના પિતા સ્ટાફના નહીં પણ પ્રેમિકા હોવાની પોલ ખુલ્લી પાડી દેતા જ પિતા આવેશમાં આવી ગયા હતા. બીભત્સ ગાળો બોલી ફરિયાદી યુવકને માર મારવા લાગ્યા હતા.

આ દરમિયાન તેના મામા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. યુવકને માર મારવાથી માથામાં લોહી નીકળતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતા જ ફરિયાદીના પિતા ત્યાંથી નીકળી ગયા હતા અને જતાં જતા ધમકી આપી હતી કે તમો સાંજે ઘરે આવો, તમને બધા ને હું જાનથી મારી નાંખીશ. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - અમદાવાદ : વસ્ત્રાલ રિંગરોડ ચાર રસ્તા પર ખાસ વર્તુળ આકારનો ડિઝાઇન ફુટ ઓવર બ્રિજ બનશે

અમદાવાદ : પત્ની સાથે ઝઘડો થતાં પતિએ 5 વર્ષનાં માસૂમ સાળાની હત્યા કરી નાખી

શહેરનાં દાણીલીમડા વિસ્તારમાં એક સનસનાટી ભરી ઘટના બની છે. થોડા સમય પહેલાં આ વિસ્તારનો પાંચ વર્ષનો રિયાન શેખ ગૂમ હતો. તેને શોધવા માટે પરિવાર અને પોલીસે દિવસ રાત એક કરી નાખ્યાં હતાં. ત્યારે પોલીસને હવે રિયાન તો ન મળ્યો પણ તેની લાશ હાથમાં લાગી છે. આ લાશની તાપસ કરતાં ક્રાઇમની એવી અરેરાટી ભરેલી ઘટના સામે આવી છે કે, તે અંગે જાણીને જ રૂવાંટા ઉભા થઇ જાય.

પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રિયાનની બહેન અને બનેવી વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં બનેવીએ પાંચ વર્ષના રિયાનનું પહેલાં અપહરણ કર્યું બાદમાં તેની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. આ અંગે દાણીલીમડા પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે
Published by:Ashish Goyal
First published:

Tags: Crime news, અમદાવાદ

આગામી સમાચાર