અમદાવાદ : કાકા અને ભત્રીજી વચ્ચેના પવિત્ર સંબંધને શર્મશાર કરતો કિસ્સો અમદાવાદના (Ahmedabad))રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. રખિયાલ પોલીસ સ્ટેશનની (Rakhial police station)હદમાં રહેતા એક હવસખોર કાકાએ ભત્રીજીને જ પોતાની હવસનો શિકાર બનાવી દીધી છે. પાંચ વર્ષથી નરાધમ કાકો ભત્રીજીને કોઈને કોઈ પ્રકારે હેરાન કરતો હતો અને છેડતી (molestation)પણ કરતો હતો. આખરે ગત 18 જાન્યુઆરીના રોજ આ હવસખોર કાકાએ ભત્રીજીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાના માતા પિતાએ દીકરીના કાકા વિરુદ્ધ ફરિયાદ કરતા હાલ પોલીસે અલગ અલગ ગુના હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
રખિયાલ વિસ્તારમાં બનેલી સમગ્ર ઘટનાની હકીકત કંઈક એવી છે કે આરોપી જે ફરિયાદીના મોટા પિતાનો દીકરો એટલે કે ભોગ બનનાર સગીરાના કાકા થાય છે. જે ફરિયાદીની સગીર વયની દીકરી છે. જેની ઉંમર 16 વર્ષની છે. 16 વર્ષની સગીરા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને સાથે સાથે પરિવારને આર્થિક મદદ માટે સીવણ કામ કરતી હતી. તેવામાં તેના નરાધમ કાકાની ખરાબ નજર તેની ભત્રીજી પર પડી હતી.
સગીરાનો કાકા છેલ્લા પાંચ વર્ષથી સ્કુલે તથા સીવણકામે આવતા જતા ફરવા તેમજ ગેસ્ટ હાઉસમાં લઈ જવાનું કહી સગીરાને હેરાન કરતો હતો. તેમજ 18 જાન્યુઆરીના રોજ સાંજે પોણા છ વાગે ફરિયાદીની સગીર વયની દીકરીને પોતાના ઘરમાં બોલાવી બળજબરીથી કપડા કાઢી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.
દીકરી પર થયેલ બળાત્કારની ઘટનાની જાણ થતાં માતા પિતાએ રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. રખિયાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનાની કલમ આઇપીસી ૩૫૪ ( ડી ) , ૩૭૬ , તથા પોક્સો એક્ટ ૨૦૧૨ ની કલમ ૩ ( એ ) ૪,૭,૮,૯ ( એન ) , ૧૦,૧૧ ( ૪ ) , ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ : સગા દિયરે ભાભીનો હાથ પકડ્યો, બ્લાઉઝ ખેંચ્યું અને પછી......
શહેરમાં મહિલા ઘરે એકલી હતી. ત્યારે તેની એકલતાનો લાભ લઇ તેનો દિયર ઘરે આવી ગયો હતો. જેણે છેડતી (molestation)કરવાના ઇરાદે આ મહિલાનો હાથ પકડ્યો હતો. મહિલાએ પ્રતિકાર કરતા જ તેનો દિયર આવેશમાં આવી ગયો અને તેની ભાભીનું બ્લાઉઝ ખેંચી છેડતી કરી હતી. સમગ્ર બાબતને લઈને મહિલાએ ફરિયાદ આપતા પોલીસે (Ahmedabad police)ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર