Home /News /madhya-gujarat /

અમદાવાદમાં કબૂતરબાજીનો પર્દાફાશ! ક્રાઈમ બ્રાન્ચે ચાર લોકોને પકડ્યા, વ્યક્તિ દીઠ લેતા રૂ.60થી રૂ.65 લાખ

અમદાવાદમાં કબૂતરબાજીનો પર્દાફાશ! ક્રાઈમ બ્રાન્ચે ચાર લોકોને પકડ્યા, વ્યક્તિ દીઠ લેતા રૂ.60થી રૂ.65 લાખ

કબૂતરબાજીનો પર્દાફાશ

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Crime Branch) દ્વારા આવો વધુ એક કબૂતરબાજીના (kabutarbaji) રેકેટનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

અમદાવાદઃ ગાંધીનગર પોલીસે (Gandhinagar police) કરેલ કબૂતરબાજી કૌભાંડ પર્દાફાશ (kabutarbaji scam) બાદ એક પછી એક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Crime Branch) દ્વારા આવો વધુ એક કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી કરોડો રૂપિયા લઈ ગેરકાયદે રીતે લોકોને વિદેશમાં મોકલતા હતા.

ખોટા દસ્તાવેજ બનાવડાવી ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરાવી ભારતીય નાગરિકોને ગેરકાયદેસર યુ.એસ બોર્ડરથી ઘૂસણખોરી કરાવવાના રેકેટમાં સંડોવાયેલા ચાર આરોપીઓ પ્રજાપતિ રાજુ, હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા રજત ચાવડાની ધરપકડ કરી છે. આરોપી હરેશ પટેલ અને તેનો પુત્ર હાર્દિક પટેલ છેલ્લા 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે અત્યાર સુધીમાં 30 જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તથા વિઝા કઢાવી વિદેશ મોકલી આપેલ છે.

જ્યારે આરોપી રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને યુ.એસ જવું હોવાથી તેઓ પિતા-પુત્રનો સંપર્ક કર્યો હતો. જો કે યુ.એસ જવા માટે ફેમેલી ગ્રૂપ રીતે વિઝા પ્રોસીઝર કરવા માટે આરોપીઓ આરોપી રજત ચાવડાએ રાજુ પ્રજાપતિનો રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ અને શિલ્પાનો રાજેન્દ્રની પત્ની કામિની પટેલ નામનો ખોટો પાસપોર્ટ બનાવીને બન્નેને પતિ-પત્ની તરીકે દર્શાવ્યા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ પ્રેમીએ બોથડ પદાર્થ વડે મહિલાની કરી હતી હત્યા, એક સીમ કાર્ડના આધારે હત્યાનો ભેદ ઉકેલાયો

જે આધારે બન્ને નાઇઝેરીયા વિઝા માટે દિલ્હી ખાતે જઇ અરજી કરેલ હતી તે આધારે નાઇઝેરીયાથી મેક્સિકો ઓન એરાઈવલ વિઝા કરાવી યુ.એસ મેક્સિકો બોર્ડર થી યુ.એસ રેફ્યુઝી કેમ્પમાં મોકલી હંગામી એમરીકન સિટીઝનશીપ અપાવી સ્થાયી કરવાની ફિરાકમાં હતા.

આ પણ વાંચોઃ-દાહોદઃ પ્રેમમાં ખીલી રૂપ પતિની પત્નીએ કરી હત્યા, કાસળ કાઢી નાંખવા ઘડ્યો હતો જોરદાર પ્લાન

આરોપીઓ દિલ્હી ખાતેના એજન્ટો મારફતે સમગ્ર નેટવર્ક ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જેઓ એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ રૂપિયા લેતા હતા. જેના બદલામાં જેતે વ્યક્તિને કે ફેમેલીને ભારતમાંથી ડુપ્લીકેટ પાસપોર્ટ કઢાવી આપી વિદેશના રેફ્યુઝી કેમ્પમાંથી બહાર લાવવાની જવાબદારીઓ એજન્ટો લેતા હતા.

જ્યારે સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ જ તેઓના પેમેન્ટની ચૂકણી કરવામાં આવતી હતી. આરોપીઓ અત્યાર સુધીમાં કેટલા લોકોને આ રીતે બનાવટી પાસપોર્ટ કઢાવી વિદેશ મોકલ્યા છે..અને અન્ય કોણ કોણ આ નેટવર્કમાં સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર