Home /News /madhya-gujarat /

અમદાવાદઃ ઓનલાઈન રમી રમનાર સાવધાન! દેવું વધી જતાં મિત્રો સાથે મળી બનાવ્યો લૂંટનો પ્લાન, ત્રણ ઝડપાયા

અમદાવાદઃ ઓનલાઈન રમી રમનાર સાવધાન! દેવું વધી જતાં મિત્રો સાથે મળી બનાવ્યો લૂંટનો પ્લાન, ત્રણ ઝડપાયા

નીકોલ લૂંટ કેસના આરોપીઓ ઝડપાયા

Ahmedabad crime news:દારૂ અને નશાની (Alcohol and intoxication) લતમાં કર્મચારીએ (Employee) દગાખોરી કરી હતી. મિત્રો સાથે જ મળી લૂંટના ષડયંત્રને (Robbery plan) અંજામ આપ્યો હતો.

અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) નિકોલમાં થયેલ ચાંદીના દાગીનાની લૂંટ કેસમાં (Nikol silver loot case) ક્રાઇમ બ્રાંચે ગુનાનો (Ahmedabad crime branch) ભેદ ઉકેલી દીધો છે. જવેલર્સમાં કામ કરતા કર્મચારીને દેવું થઈ જતા મિત્રો સાથે લૂંટ (loot plan) કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું. જેમાં ક્રાઇમ બ્રાંચની તપાસમાં ભાંગી પડતા ફરિયાદી જ આરોપી નીકળ્યો. દારૂ અને નશાની (Alcohol and intoxication) લતમાં કર્મચારીએ (Employee) દગાખોરી કરી હતી. મિત્રો સાથે જ મળી લૂંટના ષડયંત્રને (Robbery plan) અંજામ આપ્યો હતો. પરતું ક્રાઇમ બ્રાંચની તપાસમાં જવેલર્સનો કર્મચારી (Jewelers employee accused) જ આરોપી નીકળ્યો.

ધટનાની વિગતવાર વાત કરીએ તો નિકોલમાં 16 ઓક્ટોમ્બરના રોજ મોડી રાત્રે અર્હમ જવેલર્સના કર્મચારી સંકેત ખટીકને 10 કિલો ચાંદીના દાગીના ભરેલો બેગ એક્ટિવામાં આવેલ 3 લૂંટારુઓ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચે ફરિયાદી સંકેત ખટીકની ઉલટ પૂછપરછ કરતા ભાંગી પડ્યો અને લૂંટ કરવાનો પ્લાન સંકેત જ બનાવ્યો હોવાનું સામે આવ્યું..જે બાદ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે લૂંટના મુદ્દામાલ સાથે નિલેશ ખટીક અને સતીષ ઠાકોર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદના ભદ્ર પરિવારનો કિસ્સો! 'સાહેબ, મારી તબિયત સારી ના હોય તોય પતિ સેક્સ કરવા જબરદસ્તી કરે છે'

લૂંટનું તરકર રચનાર આરોપી સંકેત ખટીક ઓનલાઇન રમી રમવામાં દેવું થઈ ગયું હતું. જે બાદ 10મી ઓક્ટોમ્બર રોજ આરોપી સંકેત ઉર્ફે ચીન્ટુએ મિત્રો સાથે લૂંટનો પ્લાન બનાવવા પ્રેમદરવાજા ઈદગાહ સર્કલ પાસે ભેગા થયા હતા. બાદમાં 16મી ઓક્ટોમ્બર રોજ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

જેથી આરોપી સંકેત ખટીક માણેકચોકથી ચાંદીના દાગીનાનો માલ સેંલીગ કરવા નિકોલ પહોંચ્યો ત્યાં તેના મિત્રોને ફોન કરી જાણ કરી દીધી હતી. સંકેત જે રોડ પર ઉભો હતો ત્યાં મિત્રોને બોલાવી લૂંટનું તરકટ કર્યું હતું.

આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

એ રીતે આરોપી નિલેશ, સતીષ અને શિવો એક જ એક્ટિવા પર નિકોલ સત્યમ પ્લાઝા રોડ પર રોગ સાઈડ પર ગયા અને આરોપી શિવાએ મરચું કાઢી નિલેશ આંખમાં નાખી ચાંદીનો માલ લઈ ફરાર થઈ ગયા હોવાનું આખું ષડ્યંત્ર રચ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

જેમાં ફરિયાદી જ સંકેત માસ્ટર માઈન્ડ હતો. જો કે ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ આરોપીની પૂછપરછ સામે આવ્યું કે આરોપીઓ  દેવું થઈ હોવાથી તમામ લોકો લૂંટના પ્લાનમાં જોડાયા હતા. ક્રાઇમ બ્રાંચે 3 આરોપી પાસે 9.500 કિલો ચાંદીનો 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે...ત્યારે આ ગુનામાં અન્ય કોણ સંડોવાયેલું છે તે બાબતે તપાસ શરૂ કરાઇ છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Gujarati News News

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन