Home /News /madhya-gujarat /

અમદાવાદઃ રાત્રીના સમયે આરોપી શર્ટ કાઢીને શું કરતો હતો? કેમ ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધો?

અમદાવાદઃ રાત્રીના સમયે આરોપી શર્ટ કાઢીને શું કરતો હતો? કેમ ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધો?

પકડાયેલા આરોપીની તસવીર

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (ahmedabad crime branch) એક 25 વર્ષના યુવકની ધરપકડ (boy arrested) કરી છે. જેને પોતાના ઉમર કરતા તો વધારે ચોરીઓ કરી લેવાની કબૂલાત કરી લીધી છે.

અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (ahmedabad crime branch) એક 25 વર્ષના યુવકની ધરપકડ (boy arrested) કરી છે. જેને પોતાના ઉમર કરતા તો વધારે ચોરીઓ કરી લેવાની કબૂલાત કરી લીધી છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેને અત્યાર સુધીમાં 30થી વધુ ચોરીઓ (theft)કરી છે અને જેમાં તેની સાથે તેના સાગરીતો પણ સામેલ હતા. આરોપી સુનિલ બારીયા મૂળ દાહોદ (dahod) જિલ્લાનો રહેવાસી છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યા જઈ અનેક ચોરીઓને અંજામ આપી ચુક્યો છે.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે પોતાના સાગરીતો સાથે મળી તેને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ સહિત અનેક જિલ્લાઓમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ખુલી જગ્યા અથવા ખેતર પાસે આવેલ સોસાયટીને ટાર્ગેટ કરતા હતા.

દિવસે આરોપીઓ ભેગા મળીને રેકી કરતા હતા અને રાતે ખેતરમાં સુઈ જતા હતા અને મોકો જોઈ શર્ટ કાઢીને ટાર્ગેટ કરેલ ઘરમાં ગ્રીલ તોડીને ઘુસી જતા હતા અને તેમના સગીરતો હાથમાં પથ્થર લઈને બહારની હિલચાલ ઉપર નજર રાખતા હતા.

ચોરી કર્યા બાદ પોતાના વતનમાં આવી જતા હતા. મહત્વનું છે કે આવા આરોપીઓ અગાઉ પણ પકડાઈ ચુક્યા છે અને જેમની તપાસ માં સામે આવી ચૂક્યું છે કે આ લોકો બોર્ડર ક્રોસ કરીને mpમાં જઈને મુદ્દામલને વેંચી દેતા હોય છે.

મહત્વ નું છે કે ત્યાંનો એક સોનીએ અનેક ચોરી ના મુદ્દામાલ ખરીદી કરેલ છે પંરતુ તે અત્યાર સુધી પોલીસ ગિરફતમાં આવ્યો નથી અને જેને પકડવા અનેક ટીમો ત્યાં કામ કરી ચુકી છે. હાલ આરોપી સુનિલે પણ ચોરીના મુદ્દામાલ કોને વેંચી દીધા છે?અ ને અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ મારામારીનો live video, ગાડી ધીમે ચલાવવાનું કહેતા પિતા-પુત્રએ યુવકને જાહેરમાં ધોઈ નાંખ્યો

ઉલ્લેખનીય છે કે અન્ય એક ગુનાની વાત કરીએ તો અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા કિરણ ભાઈ પંડ્યા ચાણક્યપુરી બ્રિજ નીચે આવેલ એસબીઆઇ બેન્કના એટીએમ માં પૈસા ઉપાડવા માટે ગયા હતા. તે દરમિયાન આ એટીએમ સેન્ટરમાં એક વ્યક્તિ હાજર હતો. જેણે ફરિયાદીને કહેલ કે મારું કામ પતી ગયું છે તમારે અંદર આવવું હોય તો આવો. જેથી ફરિયાદી એ ટી એમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પોલીસની શરમજનક કરતૂતઃ પોલીસે કસ્ટડીમમાં બૂટલેગરને અન્ય આરોપીઓ સાથે મુખ મૈથુન કરવાની પાડી ફરજ

જો કે એ ટી એમમાંથી રૂપિયાના ઉપડી શકતા આ ગઠીયાએ ફરિયાદીને મદદ કરવાના બહાને તેમનું કાર્ડ લઈને રૂપિયા ઉપાડવા માટે પ્રોસેસ કરી હતી. જો કે રૂપિયા પૈસા નીકળતા નથી, બીજે જાઓ તેવું કહીને તે કાર્ડ આપી નીકળી ગયો હતો. જો કે થોડી વાર બાદ ફરિયાદીના મોબાઈલમાં એક પછી એક ચાર મેસેજ આવ્યા હતા.

જેમાં રૂપિયા 40 હજાર બેંકમાંથી ઉપડી ગયા હોવાનું જાણવા મળતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ એ પણ આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે મહત્વની બાબત તો એ છે કે આ ગેંગની મોડસ ઓપરેન્ડી જોવા જઈએ તો તેઓ મોટાભાગે સિનિયર સિટીઝન અને મહિલા ઓને ટાર્ગેટ બનાવે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ગેંગ ને પકડવા માં પોલીસ ને કેટલા સમયમાં સફળતા મળે છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર