સજની હત્યા કેસઃ જે પ્રેમિકા માટે પત્નીની હત્યા કરી તેની સાથે પણ લગ્ન ન કરી શક્યો!

News18 Gujarati
Updated: October 25, 2018, 2:56 PM IST
સજની હત્યા કેસઃ જે પ્રેમિકા માટે પત્નીની હત્યા કરી તેની સાથે પણ લગ્ન ન કરી શક્યો!
તરુણ, સજની

તરુણ સાતથી આઠ ભાષાનો જાણકાર છે. અંગ્રેજી ભાષા પર બહું જ સારું પ્રભુત્વ અને આઈટીની જાણકારી હોવાથી તેને સરળતાથી નોકરી મળી જતી હતી.

  • Share this:
અમદાવાદઃ શહેર ક્રાઇમ બ્રાંચે 15 વર્ષ જૂનો હત્યાનો એક કેસ ઉકેલી નાખીને હત્યારા પતિની બેંગલુરુથી ધરપકડ કરી છે. સીટી ક્રાઇમ પોલીસ આરોપીની તરુણ જિનરાજની ધરપકડ કરીને બેંગલુરુમાંથી અમદાવાદ લાવી છે. આ બાબતે જેસીપી ક્રાઇમ બ્રાંચના જે.કે. ભટ્ટે પ્રેસ કોન્ફરન્સ કરીને વધારે વિગતો આપી હતી. જે.કે.ભટ્ટના જણાવ્યા પ્રમાણે આરોપીએ લગ્નના ચાર જ મહિનામાં પત્નીની હત્યા કરી નાખી હતી. તે બેંગલુરુ ખાતે ઓળખ બદલીને રહેતો હતો તેમજ આઈટી કંપનીમાં 18થી 22 લાખના વાર્ષિક પેકેજમાં નોકરી કરતો હતો. તરુણે પ્રેમિકાને પામવા માટે પત્ની સજની જિનરાજની હત્યા કરી હતી. આ કેસમાં વધુ તપાસ સરખેજ પોલીસને સોંપવામાં આવી છે.

ક્રાઇમ બ્રાંચે શું કહ્યું?

જે.કે.ભટ્ટના જણાવ્યા પ્રમાણે આ કેસમાં વધુ તપાસ સરખેજના એસીપી કરશે. જે દિવસે હત્યા થઈ તે દિવસે રાત્રે આરોપી તરુણ જિનરાજ તેના ભાભી અને તેના મોટાભાઈ અરુણ જિનરાજ સાથે ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. ઘરમાં સજનીની ગળેફાંસો આપીને હત્યા કરાયેલી લાશ પડી હતી. પ્રથમ નજરે આ લૂંટનો બનાવ હોય તેવું લાગતું હતું. જોકે, પોલીસને માલુમ પડ્યું હતું કે આ કેસમાં ચોરી કે લૂંટ થઈ જ નથી. પોલીસ ડોગ પણ સજનીનો દુપટ્ટો સૂંઘીને તેના પતિ પાસે આવીને ઉભો રહી જતો હતો. ઉંડાણપૂર્વક તપાસ માટે પોલીસે બીજા દિવસે તરુણને બોલાવ્યો ત્યારે તે ગુમ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ સજની હત્યાકાંડઃ તરુણે હત્યા બાદ પ્રેમિકાને કર્યો હતો ફોન, 'મેં આપણી વચ્ચેનો કાંટો હટાવી દીધો છે'

પોલીસે તેના ભાઈ-ભાભી અને માતાપિતા સામે દહેજ માટે માનસિક ત્રાસની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે તરુણની ધરપકડ માટે ટેક્નિકલ સર્વેલન્સને આધારે એક લાખ જેટલા ફોન નંબર્સમાંથી ડિટેઇલ્સ શોધી તરુણનું લોકેશને શોધી કાઢ્યું હતું. જે બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ બેંગલુરુ ગઈ હતી. ખાતરી થયા બાદ તેને ઉઠાવી લીધો હતો.

લગ્નના ચાર જ મહિનામાં પત્નીની હત્યા કરીક્રાઇમ બ્રાંચે જણાવ્યું કે, તરુણે માસ્ટર ડિગ્રી મેળવી હતી. તે છેલ્લે ડીપીએસ સ્કૂલમાં નોકરી કરતો હતો. તે બાસ્કેટ બોલનો સારો પ્લેયર અને કોચ હતો. આ દરમિયાન તેને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. તરુણ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ પરિવારે સમજાવ્યા બાદ સજની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સતત ઝઘડા થવાને કારણે તેણે પત્નીથી છૂટકારો મેળવીને પ્રેમિકા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્નનાં ચાર જ મહિનામાં તેણે પત્નીની હત્યા કરી નાખી હતી. જોકે, જેની માટે હત્યા કરી તેની સાથે પણ તે લગ્ન કરી શક્યો ન હતો.

અમદાવાદથી ભાગ્યા બાદ દિલ્હી, પુણે, બેંગલુરુમાં નોકરી કરી

હત્યા બાદ સજનીના એટીએમ કાર્ડમાંથી પૈસા લઈને તે ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં દિલ્હીમાં નોકરી કરી હતી. પુનામાં એક આઈટી કંપનીમાં ત્રણથી ચાર વર્ષ નોકરી કરી હતી. પુનામાં નોકરી દરમિયાન એક યુવતી સાથે આંખ મળી ગઈ હતી અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નથી તેને બે બાળકો પણ છે. પુના બાદ તેણે બેંગલુરુમાં નોકરી કરી હતી. તેણે પોતાની નવી જ ઓળખ ઉભી કરી હતી. તરુણ સાતથી આઠ ભાષાનો જાણકાર છે. અંગ્રેજી ભાષા પર બહું જ સારું પ્રભુત્વ અને આઈટીની જાણકારી હોવાથી તેને સરળતાથી નોકરી મળી જતી હતી. તે છેલ્લે જે કંપનીમાં નોકરી કરતી હતો ત્યાં તેનું પેકેજ 18થી 22 લાખ હતું.
First published: October 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading