ગુજરાતમાં 1 કરોડ રૂપિયાનુ MD ડ્રગ પૂરું પાડનાર મુંબઈના માસ્ટર માઇન્ડની ધરપકડ


Updated: September 17, 2020, 3:48 PM IST
ગુજરાતમાં 1 કરોડ રૂપિયાનુ MD ડ્રગ પૂરું પાડનાર મુંબઈના માસ્ટર માઇન્ડની ધરપકડ
અફાક.

તાજેતરમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કરોડ રૂપિયાના ડ્રગસ સાથે એક પોલીસકર્મી સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી

  • Share this:
નવીન ઝા, અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch) એક કરોડ રૂપિયાના MD ડ્રગ કેસમાં મુંબઈના માસ્ટર માઈન્ડ (1 Cr rupees Drug)ની ધરપકડ કરી લીધી છે. આરોપી મુંબઈથી અલગ-અલગ રાજ્યમાં ડ્રગ સપ્લાય કરતો હતો. આરોપીએ ગુજરાતમાં તાજેતરમાં જ બે વખત ડ્રગ (Drug) મોકલ્યું હોવાનું તપામાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવેલો અફાક અહેમદ ઉર્ફે અફાક બાવા મુંબઈનો મોટો ડ્રગ સપ્લાયર છે. તાજેતરમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કરોડ રૂપિયાના ડ્રગસ સાથે એક પોલીસકર્મી સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ લોકોની પૂછપરછ દરમિયાન અફાકે તેમને ડ્રગ આપ્યું હોવાનો ખુલાસો થયો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અફાક આ પહેલા પણ અમદાવાદમાં ડ્રગ મોકલી ચુક્યો છે. મહત્ત્વનું છે કે હાલ અફાકનો પુત્ર ફિદા આ રેકેટ ચલાવી રહ્યો હતો. ફિદા જ રૂપિયા લઇને તેને ડ્રગ આપતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અફાક છેલ્લા 11 વર્ષથી આ ધંધો કરી રહ્યો હતો. વર્ષ 2012માં અફાકની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, 2013ના વર્ષમાં બહાર આવીને તેણે ફરીથી ધંધો શરૂ કરી દીધો હતો.આ પણ વાંચો: સુરત : કોરોના મહામારી વચ્ચે મનપાએ નવરાત્રીના આયોજન માટે ટેન્ડર બહાર પાડતા વિવાદ 

મુંબઈમાં આ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં DRI તરફથી 50 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ પકડી પાડવામાં આવ્યું હતું. આ કેસમાં અફાકનું નામ આવતા તે ડરી ગયો હતો અને ત્યાર બાદ મહારાષ્ટ્ર અને કર્ણાટક બોર્ડર પર આવેલા કુરુદવાડમાં બીજી પત્ની અને બાળકો સાથે રહેતો હતો. અફાકને સેન્ટ્રલ એજન્સી અને મુંબઈની પોલીસ પણ શોધી રહી હતી. હાલ ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. અફાક ગુજરાતમાં કેટલી વખત અને કોને કોને ડ્રગ આપી ચૂક્યો છે તેમજ મુંબઈ ખાતે હાલ ચાલી રહેલા સુશાંતસિંહ આપઘાત કેસમાં જે ડ્રગ કનેક્શન સામે આવ્યું છે તેમાં તેનો કોઈ રોલ છે કે નહીં તે મામલે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: '50 લાખ નહીં આપો તો મારી સાથે તમારા નગ્ન ફોટો પાડીને વાયરલ કરી દઈશ'

નોંધનીય છે કે ક્રાઇમ બ્રાંચ બાતમીના આધારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી એક કારમાં મુંબઈથી આવું રહેલું એક કરોડ રૂપિયાનું ડ્રગ પકડી પાડ્યું હતું. કારમાંથી પોલીસે 995 ગ્રામ એમડી ડ્રગ મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચ કારમાં સવાર અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક ASIની ધરપકડ કરી હતી.
Published by: Vinod Zankhaliya
First published: September 17, 2020, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading