Home /News /madhya-gujarat /

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે મહિલાને ઇમ્પોટેડ હથિયાર અને કાર્તુસ સાથે પકડી, મહિલાના ખુલાસાથી પોલીસ પણ ચોંકી

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે મહિલાને ઇમ્પોટેડ હથિયાર અને કાર્તુસ સાથે પકડી, મહિલાના ખુલાસાથી પોલીસ પણ ચોંકી

મહિલા આરોપીની તસવીર

Ahmedabad crime news:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad crime branch) સ્કોડને બાતમી મળી હતી કે કુબેરનગરની મહિલા પાસે ઇમ્પોટેડ કાર્ટિઝ સોનાં ચાંદીનાં દાગીના મોબાઈલો (mobile) છે તે તમામ મુદ્દામાલ ચોરીનો છે. જે આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાને દબોચી લીધી (woman arrested) હતી.

વધુ જુઓ ...
અમદાવાદઃ ફિલ્મી સ્ટોરીની જેમ એક થી બેગમની (ek thi begum) જેવી જ ઘટના અમદાવાદમાં (Ahmedabad) સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે (crime branch) એક મહિલાની રિવોલ્વર, કર્તીઝ સોનાં ચાંદીના દાગીના સાથે ધરપકડ કરી છે. મહિલાનું નામ ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad crime branch) સ્કોડને બાતમી મળી હતી કે કુબેરનગરની મહિલા પાસે ઇમ્પોટેડ કાર્ટિઝ સોનાં ચાંદીનાં દાગીના મોબાઈલો છે તે તમામ મુદ્દામાલ ચોરીનો છે. જે આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાને દબોચી લીધી (woman arrested) હતી.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુબેરનગર ખાતેના સિલ્વર જ્યોત સોસાયટીના મકાન ન 314/2માં સર્ચ કરતા ક્રાઇમ. બ્રાન્ચની ટીમને એક ઇમ્પોર્ટેડ રિવોલ્વ, 9 કરતિઝ, સોનાનો હાર અલગ અલગ કંપનીના 7 ફોન એમ મળી કુલ 11 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ક્રાઇમ.બ્રાન્ચ ની ટીમે મહિલા આરોપી ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારાની તમામ મુદ્દામાલ વિશે સઘન પૂછપરછ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી. ઈમ્પોર્ટેડ રિવોલ્વર, 9 કારતિઝ મૃતક દિયર રાજેશ પરમાર અને સાસુ શોભા પરમારે આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ હાથ ધરતા મૃતક સાસુ અને દિયર ઘરફોડ ચોરી કરતા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ! નોનવેજના ધંધાર્થીઓએ છગન ભરવાડને છરી વડે ઉતાર્યો મોતને ઘાટ

અને આ ઘરફોડ ચોરીનો તમામ મુદ્દામાલ મહિલા આરોપીને સાચવવા માટે આપ્યો હોવાનું પોલીસ સામે કબુલાત કરી છે. તેમાં સાસુ શોભા પરમાર 2003માં અને દિયર 2010માં મૃત્યુ પામ્યા છે. છેલ્લા 10 વર્ષથી રિવોલ્વર અને ચોરીનો મુદ્દામાલ પોતાની પાસે છૂપાવી રાખ્યો હોવાની કબૂલાત કરી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ સ્પા સેન્ટર ઉપર પોલીસના દરોડા, પાંચ થાઈલેન્ડની યુવતીઓ સાથે ગ્રાહકો પણ ઝડપાયા

મહિલા આરોપીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીને જણાવેલી થીયેરી શંકાસ્પદ લાગતા રિવોલ્વર, સોનાના હાર અને 7 મોબાઈલ અંગે તાપસ હાથ ધરી હતી જેમાં કુબેરનગરમાં દારૂ પીવા આવતા લોકોને પૈસાની જરૂર હોવાથી સસ્તા ભાવે ચોરીના મોબાઇલ લઈ ઉચાભવે વેચવાના ઇરાદેથી મોબાઈલ પોતાની પાસે રાખ્યા હતા. રિવોલ્વર કોની છે એ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રિવોલ્વર નંબર પરથી મૂળ માલિકની સુધી પહોંચવા માટેની તૈયારીઓ હાથ છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad crime branch, Crime news, Gujarati News News, Woman Theft

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन