Home /News /madhya-gujarat /

Ahmedabad : દારૂ નહીં પણ 'દવા'ના નશાની ટેવ પડતા બરબાદ થયા યુવકો, ક્રાઈમ બ્રાન્ચે પકડ્યું રેકેટ

Ahmedabad : દારૂ નહીં પણ 'દવા'ના નશાની ટેવ પડતા બરબાદ થયા યુવકો, ક્રાઈમ બ્રાન્ચે પકડ્યું રેકેટ

Ahmedabad Crime : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રતિબંધિત કફ સીરપનું વેચાણ કરતા બે યુવકોની ધરપકડ કરી

Ahmedabad Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) કફ સીરપનું (Cough Syrup) ગેરકાયદેસર વેચાણ કરતા બે યુવકોને પકડ્યા. પકડાયેલા યુવકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો કર્યો

અમદાવાદ : નશાની (Addiction) દુનિયામાં જુવાની બરબાદ કરનારા બે યુવકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime Branch) પકડ્યા છે.   અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર કફ સીરપનું (Cough Syrup)  વેચાણ કરતા 2 આરોપીઓ ની ધરપકડ કરી છે. મહત્વ નુ છે કે બન્ને આરોપીઓ કફ સીરપ પીવાની ટેવ વાળા હતા અને રૂપિયા ના હોવાથી રોજ ના 400 રૂપિયા અને કફ સીરપ પીવાનીં લાલચે આ વેપાર માં જોડાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. હાલ ફરાર આરોપીની તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફત માં આવેલ બન્ને આરોપીઓનું નામ છે પ્રકાશ ચૌહાણ અને જીગ્નેશ રાણા..બન્ને આરોપીઓ પેહલા રીક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરતા હતા પરંતુ કફ સીરપ પીવાની ટેવના કારણે બન્ને આ ધંધામાં જોડાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો :  Ahmedabad : મંદિરમાં દર્શને કરતા વખતે ખાસ ચેતજો! ઈમિગ્રેશનમાં કામ કરતી મહિલાને થયો કડવો અનુભવ

બન્ને આરોપીઓ પાસે કફ સીરપ પીવાના રૂપિયા ન હોવાથી બન્ને ફરાર આરોપી સઈદ અહેમદના સંપર્કમા આવ્યા અને જેને બન્ને ને કફ સીરપ વેચવા પર મજબૂર કરી નાખ્યા અને બન્ને આ વેપારમાં જોડાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે બન્ને આરોપીઓ પાસે થી બેહરામપુર માંથી અલગ અલગ કંપનીના પ્રતિબંધિત કફ સીરપ મળી આવ્યા છે. બન્ને આરોપી પાસેથી 83 બોટલો હતી અને જેમાં બન્નેના કહેવા પ્રમાણે આ લોકો રીક્ષા ચલાવતા હતા અને કફ સીરપ પીવા માટે રૂપિયા બચતું નહતું જેથી ફરાર આરોપી બન્ને ને કામે લગાડી દીધા અને રોજ 400 રૂપિયા મહેનતાણું આપતો હતો અને કફ સીરપ પણ પીવા માટે મળી જતું હતું.

આ પણ વાંચો : Ahmedabad : ડૉક્ટર યુવતીને સંબંધોમાં થયો કડવો અનુભવ, સાથી ડૉક્ટરે લગ્નની લાલચે બાંધ્યો અવારનવાર શારીરિક સંબંધ અને પછી...

સવાલ એ છે કે ફરાર આરોપી કેટલા સમયથી આ પ્રકારે કફ સીરપનું વેચાણ કરી રહ્યો છે?એ લોકો સિવાય બીજા અન્ય કેટલા લોકો ને કામે લાગળ્યા છે.આટલી માત્રા માં સીરપ ક્યાં થી લઈ ને આવે છે..આ માટે તેને પકડવા ક્રાઈમ બ્રાન્ચ કામે લાગી ગઈ છે.
Published by:Jay Mishra
First published:

Tags: અમદાવાદ, અમદાવાદના સમાચાર, ક્રાઈમ crime, ગુજરાતી સમાચાર

આગામી સમાચાર