અમદાવાદ : જમીન દલાલ પાસેથી ખંડણી અને લૂંટ કેસમાં 14 લાખની સોનાની ચેઇન ગોવા રબારીના ઘરેથી મળી

અમદાવાદ : જમીન દલાલ પાસેથી ખંડણી અને લૂંટ કેસમાં 14 લાખની સોનાની ચેઇન ગોવા રબારીના ઘરેથી મળી
ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી

ગોવા રબારીના સાગરીતોએ અમદાવાદના જમીન દલાલનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી, ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 9 જેટલા ફરાર

  • Share this:
અમદાવાદ : ફરી એક વખત ગોવા રબારીનો આતંક સામે આવ્યા હોવાની શકયતા સામે આવી છે. જેલમાં રહી ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાની શંકા સામે આવી છે. ગોવા રબારીના સાગરીતોએ અમદાવાદના જમીન દલાલનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી. જે ગુનામા ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 9 જેટલા ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં આવેલ આરોપીનું નામ ફુલજી ઉર્ફે ફુલો મોતીભાઈ રબારી છે. આરોપીએ 17 ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનું અપહરણ કર્યુ હતું અને અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી હતી. આરોપીએ ફરિયાદીની 36 તોલા સોનાની 14 લાખની સોનાની ચેઈન લૂંટી લીધી હતી. ઉપરાંત અન્ય 70 લાખ માટે ધમકી આપી હતી. જે અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો - અમદાવાદ : ફિઝિયોલોજી વિભાગમાં અભ્યાસ કરતી પૂજા ઠક્કરનો આપઘાત, પ્રાથમિક તપાસમાં આવું છે કારણ

જમીન દલાલ અને વેપારીને ધમકાવી રૂપિયા પડાવી ખંડણી ગેંગમાં મુખ્ય સુત્રધાર તરીકે ગોવા રબારીનું નામ સામે આવી શકે છે. લૂંટ, ખંડણી અને ધમકીના ગુનામાં ભલે 10 આરોપી સંડોવાયેલા હોય પરંતુ ભૂજ જેલમાં બંધ ગોવા રબારી આ ખંડણીની ગેંગ ચલાવતો હોવાની શકયતા છે. કારણ કે લૂંટમાં ગયેલી સોનાની ચેઈન પણ પોલીસે ગોવા રબારીના ઘરેથી કબ્જે કરી છે. જેને લઈ ક્રાઈમ બ્રાંચે ગોવા રબારીની પૂછપરછની તૈયારી શરૂ કરી છે.

મહત્ત્વનુ છે કે આ ગુનામાં મહેશ રબારી, નાગજી. રબારી, અલ્પેશ હિરવાણી અને કરણ મરાઠી સહીત 9 આરોપી ફરાર છે જેને ઝડપી લેવા ક્રાઈમ બ્રાંચની અલગ અલગ 10 ટીમો કામગીરી કરી રહી છે. જમીન દલાલ પાસેથી 1 કરોડ વસુલવા માટે આરોપીએ તેની અને તેના મિત્રની હત્યાની ધમકી પણ આપી હતી. હવે પોલીસ ખંડણીના નેટવર્કનો પર્દાફાશ કરવા અમદાવાદથી ભૂજ જેલ સુધી તપાસ લંબાવશે ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે.
Published by:Ashish Goyal
First published:February 26, 2021, 17:51 pm

ટૉપ ન્યૂઝ