અમદાવાદ: પતિ-પત્ની ગાંજાની નાની-નાની પડીકી પડાવી વેચતા હતા, 6.4 કિલો ગાંજા સાથે ધરપકડ

News18 Gujarati
Updated: December 7, 2019, 4:37 PM IST
અમદાવાદ: પતિ-પત્ની ગાંજાની નાની-નાની પડીકી પડાવી વેચતા હતા, 6.4 કિલો ગાંજા સાથે ધરપકડ
આ ગાંજાની નાની નાની પડીકી બનાવી મહિલા 50 રુપિયા અને મોટી પડીકી 70થી 80 રુપિયામાં વેચતી હોવાનું તપાસમાં બહાર આવ્યું

આ ગાંજાની નાની નાની પડીકી બનાવી મહિલા 50 રુપિયા અને મોટી પડીકી 70થી 80 રુપિયામાં વેચતી હોવાનું તપાસમાં બહાર આવ્યું

  • Share this:
અમદાવાદ: એસઓજી ક્રાઈમ બ્રાન્ચે શહેરના સરદારનગર કુબેરનગર વિસ્તારમાંથી એક મહિલાને 6 કિલો અને 465 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધી છે અને મહિલા પાસેથી 64 હજાર 650ની કિંમતનો મુદ્દામાલ ઝડપી તેના વિરુદ્ધ પ્રોહિબિશન ગુના નં 5096-2019 અને એનડીપીએસ એક્ટની કલમ 8 સી, 20 બી અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ હિરાસતમાં ઉભેલી આ મહિલા ઝડપાઈ છે એસઓજી ક્રાઈમબ્રાન્ચના હાથે. પોલીસને મળેલી બાતમીના આધારે સરદાર નગર કુબેરનગર સરદાર ગ્રામ રેલવે સ્ટેશનની બાજુમા ગરનાળા પાસે સરદારનગર છારાનગર નવખોલીમાં રહેતી આ મહિલાને ઝડપી લીધી હતી. મહિલાના ઘરના પ્રાંગણમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો 6 કિલો 465 ગ્રામ કુલ મુદ્દામાલ રુ. 64 હજાર 650 જપ્ત કર્યો છે, અને મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાથે આ ગુનામાં સંકળાયેલ મહિલાનો પતિ વિજયને ઝડપી લેવા પણ પોલીસે કવાયત હાથ ધરી છે.

એસઓજી ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હર્ષદ પટેલ જણાવે છે કે, પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા વિજયભાઈ તથા તેમના પત્ની ગેરકાયદે ગાંજો લાવી વેચે છે તે તપાસ કરતા જગ્યા પરથી 6 કિલો 465 ગ્રામ ગાંજો મળ્યો હતો. પકડાયેલ આરોપીની પુછપરછ કરતા આ ગાંજો તેમના પતિ વિજયભાઈ લાવ્યા હોવાનું જણાવ્યું હતું અને નાનાનાના પેકેટ બનાવી ગાંજાની પડીકી વેચતા હોવાનું તપાસમાં ખુલ્યું છે, અને આ ગાંજાની પડીકી વિજયભાઈ ક્યાંથી લાવે છે કે પછી કોઈ અહી આવીને ડીલીવરી આપે છે તે તપાસ હાલ ચાલી રહી છે.પકડાયેલ મહિલાની પુછપરછ કરતા આ ગાંજાની નાની નાની પડીકી બનાવી મહિલા 50 રુપિયા અને મોટી પડીકી 70થી 80 રુપિયામાં વેચતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને મહિલા અને તેનો પતિ વિજય એક વર્ષથી આ પ્રકારે સરદારનગર અને રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારમાં રિટેઈલમાં આ પ્રકારે ગાંજાનું વેચાણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે પ્રાથમિક પુછપરછમાં ગાંજો ક્યાથી આવે છે તે તેઓ જાણતા નથી તેવું જણાવ્યું છે. ગાંજાની નાની નાની પડીકી બનાવી મહિલા 50 રુપિયા અને મોટી પડીકી 70થી 80 રુપિયામાં વેચતી હોવાનું જણાવ્યું છે. મહિલા પોતાના આસપાસના વિસ્તારમાં ગાંજો વેચતી હતી. હાલ તો મહિલાના ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા છે અને વિજય ક્યાં સંતાયો હોઈ શકે તેને શોધી કાઢવા અને વિજયને પકડી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે.
First published: December 7, 2019
વધુ વાંચો
अगली ख़बर