અમદાવાદ : પોશ વિસ્તારમાં યુવાનોને md ડ્રગ્સ પુરું પાડનાર ઝડપાયા, કેવા-કેવા કર્યા ખુલાસા
અમદાવાદ : પોશ વિસ્તારમાં યુવાનોને md ડ્રગ્સ પુરું પાડનાર ઝડપાયા, કેવા-કેવા કર્યા ખુલાસા
અમદાવાદમાં ફરી ડ્રગ્સના (Drugs in Ahmedabad)કારોબાર કરતા લોકો પોલીસ પકડમાં આવી ગયા છે
Drugs in Ahmedabad - અમદાવાદના (Ahmedabad)પોશ વિસ્તારમાં યુવાનો અને ધનિષ્ઠ પરિવારના લોકોને md ડ્રગ્સનું વેચાણ કરનાર યુવક સહિત 2 લોકોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad)પોશ વિસ્તારમાં યુવાનો અને ધનિષ્ઠ પરિવારના લોકોને md ડ્રગ્સનું (md Drugs)વેચાણ કરનાર યુવક સહિત 2 લોકોની ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch)ધરપકડ કરી છે. નોંધનીય છે કે અમદાવાદની એક ફાર્મા કંપનીમાં md સપ્લાય થતું હોવાનું સામે આવ્યું છે. બન્ને આરોપીઓ સહિત અન્ય લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ફરી ડ્રગ્સના (Drugs in Ahmedabad)કારોબાર કરતા લોકો પોલીસ પકડમાં આવી ગયા છે. પોલીસ પકડમાં આવેલ આરોપી રવિ શર્મા પોતે ડ્રગ્સનું છેલ્લા 3 વર્ષથી સેવન કરતો હતો અને ત્યાર બાદ તે પોતે વેપારી બનીને લોકોને ડ્રગ્સના (Drugs Case)રવાડે ચઢાવી રહ્યો હતો. આરોપી રવિ શર્મા 1500 રૂપિયામાં 1 ગ્રામ md મોડી રાત સુધી થલતેજ, સોલા અને અન્ય પોશ વિસ્તારમાં ચા ની અને પાનની કિટલી ઉપર બેસતા યુવાનો અને યુવતીઓને આ ડ્રગ્સ વેચતો હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે આરોપી અમદાવાદના 2 મોટા ડ્રગ્સ પેડલરને પણ આ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સ રવિને સોલા વિસ્તારમાં રહેતો અસિત પટેલ નામનો એક આરોપી આપતો હતો અને જે ડ્રગ્સ અસિત રવિને 1000 રૂપિયામાં 1 ગ્રામ આપતો હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચનું કેહવું છે કે અસિતને પંકજ પટેલ નામનો ફરાર આરોપી જે એક ફાર્મા કંપનીમાં કામ કરે છે તે 800 રૂપિયામાં આપતો હતો. મહત્વનું છે કે ફાર્મા કંપનીના અન્ય લોકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે કુલ 7 લાખથી વધુનું md ડ્રગ્સ બન્ને આરોપીઓ પાસેથી કબ્જે કર્યું છે.
નોંધનીય છે કે આ ગુનામાં હાલ પણ 4 થી વધુ આરોપીઓ ફરાર છે અને જેમને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ છે કે ફાર્મા કંપનીઆમાં સામેલ છે કે કેમ? આ ડ્રગ કેસમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર