અમદાવાદ : 29 લાખના ચરસ સાથે દંપતી ઝડપાયું, પોલીસથી બચવા ગજબ યુક્તિ અજમાવી હતી 


Updated: February 28, 2020, 8:46 AM IST
અમદાવાદ :  29 લાખના ચરસ સાથે દંપતી ઝડપાયું, પોલીસથી બચવા ગજબ યુક્તિ અજમાવી હતી 
પ્રતિકાત્મક તસવીર

રેલવે મારફતે ચરસનો જથ્થો લાવનાર દંપતી પાસેથી 5950 ગ્રામ ચરસ કબજે કરાયું, અન્ય રાજ્યમાંથી ચરસના લડ્ડુ બનાવી અમદાવાદમાં ઘૂસાડતા હતા

  • Share this:
અમદાવાદઃ કહેવાય છે કે આરોપીઓનમે કોઇ પણ ગુનો આચરવો હોય તો કોઇ પણ પ્રકારની યુક્તિ વાપરી તે ગુનાને અંજામ આપી જ દેતા હોય છે. બીજીબાજુ આરોપીઓ કોઇ પણ યુક્તિ વાપરે તો એક વાર કે બે વાર પોલીસથી બચી શકે પણ ત્રીજી વાર તો પોલીસ સકંજામાં આવી જ જતા હોય છે. આવો જ એક કેસ અમદાવાદ ક્રાઇમબ્રાંચે કર્યો છે. એક દંપત્તિની ક્રાઇમબ્રાંચે 29.75 લાખના 5950 ગ્રામ ચરસ સાથે ધરપકડ કરી છે. આરોપીઓને પોલીસ પકડે નહિ તે માટે નાની બાળકીને સાથે રાખીને ખેપ મારતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

અમદાવાદ ક્રાઇમબ્રાંચના પીઆઇ ડી બી બારડને બાતમી મળી હતી કે રેલવે મારફતે એક દંપત્તિ ચરસનો મોટો જથ્થો લાવી બાઇક પર પોતાના ઘર તરફ જવાના છે. જેથી પોલીસે એક ટીમ બનાવી રેલવે સ્ટેશનના આઉટ ગેટ પર વોચ ગોઠવી હતી. પોલીસ પાસે આ આરોપીઓના ફોટોગ્રાફ્સ પણ હતા. અને જેવું દંપત્તિ રેલવે સ્ટેશનની બહાર આવ્યું કે તુરંત જ તેઓને ત્યાં રોક્યા હતા.

આ પણ વાંચો :  ગાંધીનગર : રાયસણમાં જૂથ અથડામણ, ત્રણ યુવકો પર ટોળાનો તલવાર, લાકડીથી હુમલો

પોલીસે તે લોકોની અંગઝડતી કરતા દંપત્તિ પાસેથી 5950 ગ્રામ ચરસ લડ્ડુના રૂપમાં મળી આવ્યું હતું. પોલીસે તપાસ કરતા આરોપી રશીદખાન પઠાણ અને તેની પત્ની શહેનાઝબાનુ પઠાણ હતું. બંને દંપત્તિ વટવા ખાતે રહે છે. તે બંને આ 29 લાખનો ચરસનો જથ્થો રેલવે મારફતે અન્ય રાજ્યમાંથી લાવી વટવા તેમના ઘરે જવાના હતા. દરયિમાનમાં તેઓ બાઇક પર નીકળતા જ હતા કે તુરંત પોલીસે ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો :  દિલ્હી હિંસા : પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો, IB કર્મચારી અંકિત શર્માની ચાકૂ મારીને હત્યા કરાઈ

પોલીસને આ દંપત્તિ પાસેથી એક નાની બાળકી પણ મળી આવી હતી. જેથી તે બાબતે પૂછપરછ કરતા પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેઓ પકડાઇ ન જાય તે માટે બાળકીને સાથે રાખતા હતા. હાલ તો આ ચરસનો જથ્થો કોની પાસેથી કેટલા રૂપિયામાં લાવી, કોને કેટલા રૂપિયામાં વેચવાના હતા અને અગાઉ કેટલી વાર આ રીતે ખેપ મારી ચૂક્યા છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: February 28, 2020
વધુ વાંચો
अगली ख़बर