રવિન્દ્ર જાડેજાના બહેને કહ્યું, 'બિન સચિવાલયની પરીક્ષા રદ થવી જ જોઇએ'

News18 Gujarati
Updated: December 5, 2019, 3:57 PM IST
રવિન્દ્ર જાડેજાના બહેને કહ્યું, 'બિન સચિવાલયની પરીક્ષા રદ થવી જ જોઇએ'
નયનાબા જાડેજા

ગઇકાલથી ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં યુવાનો સરકાર સામે વિરોધ કરવા માટે એકઠા થયા છે

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાનાં પેપરના સેન્ટરો ઉપર વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાનું ઉમેદવારો પુરાવા સાથે દાવા કરી રહ્યાં છે. ગઇકાલથી ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં યુવાનો સરકાર સામે વિરોધ કરવા માટે એકઠા થયા છે. ગઇકાલે વહેલી સવારથી અત્યાર સુધી આ યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં ગઇકાલે આશરે 800 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. આ મામલામાં વિવિધ રાજકીય પાર્ટીઓનાં લોકો અહીં યુવાનોને મળવા આવી રહ્યાં છે. ત્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં મોટા બહેન નયનાબા જાડેજા પણ યુવાનોમાં સમર્થનમાં આવ્યાં હતાં.

તેમણે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'હું એક સામાન્ય માણસ તરીકે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે તેમના સમર્થનમાં આવી છું. હું ટ્રસ્ટવર્ધી કામગીરી કરતી હોવ છું જેમાં મુખ્ય મારો હેતું રમતગમત અને શિક્ષણને સપોર્ટ કરવાનો. તે જ હેતુથી હું અહીં આવી છું. કોઇપણ રીતે હું આ લોકોની મદદ કરી શકું તો કરીશ એટલા માટે જ હું અહીં આવી છું. યુવરાજસિંહ જાડેજા ઘણું સારૂં કામ કરી રહ્યાં છે. તેઓ બધા જ સમાજનાં યુવાનોને સાથે રાખીને આ કામ કરી રહ્યાં છે તે ઘણી જ ગર્વની વાત છે. જરૂર પડશે તો આખા ભારતમાંથી રાજપૂત સપૂતોનું પણ સમર્થન મળશે.'

આ પણ વાંચો : છ લાખ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, ખોટા લોકોને નોકરી નહીં મળે : સીએમ રૂપાણી

તેમણે વધુમાં કહ્યું કે, 'આ બિન સચિવાલયની કલાર્કની ભરતી માટેની પરીક્ષા રદ થવી જ જોઇએ. અમે આટલા નક્કર પુરાવા આપ્યાં છે તેના આધારે પરીક્ષા રદ થશે. સરકાર જ્યાં સુધી સીટની રચના ન કરે ત્યાં સુધી મને માનવામાં નહીં આવે. સરકાર ઘણી જ પોકળ વાતો કરે છે. '

આ પણ વાંચો : હાર્દિક પટેલને એક પરીક્ષાર્થીએ રોકડું પરખાવ્યું, 'અત્યારે શું આવ્યા છો, સાંજે આવવું હતું ને...'

આજે ગાંધીનગરમાં જ્યારે મોટા પ્રમાણમાં યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે ત્યારે રાજકરણીઓ પણ અચાનક અહીં આવી રહ્યાં છે. આજે સવારે એનસીપીનાં નેતા શંકરસિંહ વાઘેલા ઉમેદવારોને મળવા આવ્યાં હતાં. તેમણે પણ યુવાનોને હાકલ કરી હતી કે, 'હું તમારી સાથે જ છું. તમને જ્યારે જરૂર પડે ત્યારે મને કહેજો.' જ્યારે ગુરૂવારે બપોરે કોંગ્રેસનાં નેતા અમિત ચાવડા અને હાર્દિક પટેલ પણ ઉમેદવારોને મળવા પહોંચ્યાં હતાં. ત્યારે આ યુવાનોએ હાર્દિક પટેલને કાળા વાવટા બતાવ્યાં હતાં. ટોળાઓએ 'હાર્દિક ગો બેકનાં નારા પણ લગાવ્યાં હતાં.'
First published: December 5, 2019, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading