વિરાટના છગ્ગા સાથે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું, ધોનીએ કાંગારૂ કેપ્ટનને પછાડ્યો

Haresh Suthar | Pradesh18
Updated: October 16, 2016, 10:47 PM IST
વિરાટના છગ્ગા સાથે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું, ધોનીએ કાંગારૂ કેપ્ટનને પછાડ્યો
#બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ અણનમ 85 રનની ઇનિંગને પગલે ભારતે સીરીઝમાં પહેલી વન ડે મેચમાં ન્યૂઝીલેન્ડને છ વિકેટથી હરાવ્યું છે, વિરાટ કોહલીએ છગ્ગો મારી જીત અપાવી હતી.

#બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ અણનમ 85 રનની ઇનિંગને પગલે ભારતે સીરીઝમાં પહેલી વન ડે મેચમાં ન્યૂઝીલેન્ડને છ વિકેટથી હરાવ્યું છે, વિરાટ કોહલીએ છગ્ગો મારી જીત અપાવી હતી.

  • Pradesh18
  • Last Updated: October 16, 2016, 10:47 PM IST
  • Share this:
અમદાવાદ #બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ અણનમ 85 રનની ઇનિંગને પગલે ભારતે સીરીઝમાં પહેલી વન ડે મેચમાં ન્યૂઝીલેન્ડને છ વિકેટથી હરાવ્યું છે, વિરાટ કોહલીએ છગ્ગો મારી જીત અપાવી હતી.

LIVE સ્કોર જોવા, ક્લિક કરો

ન્યૂઝીલેન્ડ તરફથી અપાયેલા 190 રનના લક્ષ્યનો પીછો કરતાં ભારતે ચાર વિકેટના ભોગે 194 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારત 5 મેચની સીરીઝમાં 1-0થી આગળ નીકળી ગયું છે. વિરાટ કોહલી બાદ સૌથી વધુ રન રહાણેએ 33 રનની રમત બતાવી હતી. હાર્દિક પંડ્યા મેન ઓફ ધ મેચ બન્યો હતો.

ભારત તરફથી રોહિત શર્મા(14), અજિંક્ય રહાણે (33), મનીષ પાંડે (17) અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (21) રન બનાવ્યા હતા.

ધોનીએ તોડ્યો બોર્ડરનો રેકોર્ડ

આ જીત સાથે મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરનો રેકોર્ડ તોડ્યો છે. બોર્ડરની કેપ્ટનશીપ હેઠળ 107 મેચ જીતવાનો રેકોર્ડ હતો. જોકે ધોનીએ આ જીત સાથે 108 મેચ જીતી બોર્ડરને પાછળ રાખ્યો છે. જોકે રિકી પોન્ટીંગ ધોની કરતાં આગળ છે. જેના નામે 165 મેચ જીતવાનો રેકોર્ડ છે.
First published: October 16, 2016, 10:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading