Ind vs NZ: 500મી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા ધબડકા તરફ, પાંચ ખેલાડી આઉટ

Haresh Suthar | Pradesh18
Updated: September 22, 2016, 3:23 PM IST
Ind vs NZ: 500મી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા ધબડકા તરફ, પાંચ ખેલાડી આઉટ
અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ઐતિહાસિક 500મી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા ધબડકા તરફ આગળ વધી રહ્યું છે. વિરાટ કોહલી બાદ મુરલીના રૂપમાં ભારતની ચોથી વિકેટ પડી છે. 59 ઓવરમાં ભારતનો સ્કોર 4 વિકેટે 185 રન છે.

અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ઐતિહાસિક 500મી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા ધબડકા તરફ આગળ વધી રહ્યું છે. વિરાટ કોહલી બાદ મુરલીના રૂપમાં ભારતની ચોથી વિકેટ પડી છે. 59 ઓવરમાં ભારતનો સ્કોર 4 વિકેટે 185 રન છે.

  • Pradesh18
  • Last Updated: September 22, 2016, 3:23 PM IST
  • Share this:
કાનપુર #અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ઐતિહાસિક 500મી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા ધબડકા તરફ આગળ વધી રહ્યું છે. વિરાટ કોહલી બાદ મુરલીના રૂપમાં ભારતની ચોથી વિકેટ પડી હતી. ત્યારબાદ અજિંક્ય રહાણેના રૂપમાં પાંચમી વિકેટ પડી છે. રહાણે માત્ર 18 રન બનાવી આઉટ થયો છે.

Live સ્કોર, જાણવા ક્લિક કરો

 

ind-nz01

મુરલી ઇશ સોઢીની બોલિંગમાં બ્રેડલી વેટલિંગના હાથમાં ઝડપાઇ ગયો હતો. મુરલી વિજયે 170 બોલમાં આછ ચોગ્ગા સાથે 38.23 રનની સરેરાશ સાથે 65 રન બનાવ્યા હતા.

લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારાના બાદ વિરાટ કોહલી આઉટ થતાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી છે. કોહલી આજે ખાસ કંઇ કરી શક્યો ન હતો અને માત્ર નવ રનમાં નીલ વૈગ્નરનો શિકાર બન્યો હતો. લંચ પહેલા લોકેશ રાહુલના રૂપમાં ભારતની એક જ વિકેટ પડી હતી. જોકે બાદમાં પુજારા પણ 62 રને આઉટ થયો હતો.આ ભારતીય ટીમની 500મી ટેસ્ટ મેચ છે. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો ફેંસલો કર્યો હતો. શિખર ધવનની જગ્યાએ ટીમમાં સામેલ કરાયેલ રાહુલ (32)ને વિજય સાથે ભાગીદારીની શરૂઆત કરી હતી. રાહુલે ટ્ટેટ બાઉલ્ડ દ્વારા ફેંકાયેલી પહેલી ઓવરમાં બે ચોગ્ગા મારી સારી શરૂઆત કરી હતી.

બંને બેટ્સમેનોએ પહેલી વિકેટ માટે 42 રન બનાવ્યા હતા. આ દરમિયાન રાહુલ ઝડપથી રન બનાવી રહ્યો હતો અને વિજય સંયમથી બેટીંગ કરી રહ્યો હતો. કીવી ટીમને પહેલી સફળતા સ્પિનર મિશેલ સેંટનરે અપાવી હતી. તેણે 11મી ઓવરમાં રાહુલને વિકેટ પાછળ બી જે બોટલિંગના હાથમાં કેચ કરાવ્યો હતો. રાહુલે 39 બોલ રમી ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી 32 રન બનાવ્યા હતા.
First published: September 22, 2016, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading