Home /News /madhya-gujarat /

કરૂણ નાયર: રન મશીન કહો કે વાવાઝોડું, એક જ દિવસમાં ફટકારી ત્રણ સદી

કરૂણ નાયર: રન મશીન કહો કે વાવાઝોડું, એક જ દિવસમાં ફટકારી ત્રણ સદી

કરૂણ નાયર એક એવું નામ કે જે એક દિવસ પહેલા સુધી આટલી ગંભીરતાથી લેવાતું ન હતું. પરંતુ ચૈન્નાઇ ટેસ્ટમાં એણે એવી તે જાદુઇ ઇનિંગ રમી કે સૌ કોઇ એના દિવાના થઇ ગયા. રન મશીન કહો કે વાવાઝોડું, એક દિવસમાં જ એણે ત્રણ સદી ફટકારી. આ ઐતિહાસિક દાવ રમીને કરૂણ નાયર સ્ટાર ખેલાડી બની ગયો છે. એમ કહી કે આ ખેલાડીએ જમીનથી આસમાન સુધીની સફર એક દિવસમાં પુરી કરી છે તો પણ વધુ નથી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #કરૂણ નાયર એક એવું નામ કે જે એક દિવસ પહેલા સુધી આટલી ગંભીરતાથી લેવાતું ન હતું. પરંતુ ચૈન્નાઇ ટેસ્ટમાં એણે એવી તે જાદુઇ ઇનિંગ રમી કે સૌ કોઇ એના દિવાના થઇ ગયા. રન મશીન કહો કે વાવાઝોડું, એક દિવસમાં જ એણે ત્રણ સદી ફટકારી. આ ઐતિહાસિક દાવ રમીને કરૂણ નાયર સ્ટાર ખેલાડી બની ગયો છે. એમ કહી કે આ ખેલાડીએ જમીનથી આસમાન સુધીની સફર એક દિવસમાં પુરી કરી છે તો પણ વધુ નથી.

વાંચો: કરૂણ નાયરની ન જાણેલી રસપ્રદ વિગતો

ચૈન્નાઇ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કરૂણ નાયર 71 રન બનાવી અણનમ રહ્યો હતો. પરંતુ કોઇને આ અંદાજો ન હતો કે આગામી દિવસે ઇતિહાસ રચી દેશે. ફટકાબાજ આ બેટ્સમેને પોતાની પહેલી સદી, બીજી અને ત્રીજી સદી એકજ દિવસમાં ફટકારી.

વાંચો: એક દિવસમાં જમીનથી આસમાનમાં, સિધ્ધિનું સુપરસોનિક રોકેટ

12 વર્ષ 8 મહિના પહેલા વિરેન્દ્ર સહેવાગના બેટથી જ્યારે મુલ્તાનના મેદાલમાં 300 રન નીકળ્યા હતા તો દરેક ભારતીયાના હૈયા ગજ ગજ ફુલી ઉઠ્યા હતા અને ગર્વની લાગણી અનુભવી હતી. આજે કરૂણે ફરી એકવાર ભારતીયોને ગૌરવ અપાવ્યું છે.

વાંચો: બોલરોની ધોલાઇ કરનાર કરૂણે મોતને પણ માત આપી

મુલ્તાન કા સુલ્તાન બનનાર સહેવાગે 375 બોલમાં ત્રણસો રન બનાવ્યા હતા. જેમાં એણે 39 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. દર્શકોનો ભરોસો કાયમ રાખતાં સહેવાગે દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ 304 બોલમાં 319 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જેમાં 42 ચોક્કા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

આ ઇનિંગ બાદ સહેવાગ વિસ્ફોટક બેટ્સમેન તરીકે ઓળખાવા લાગ્યો. સહેવાગના શોટ્સ પણ આક્રમક હતા કે દરેક બોલ બાઉન્ડ્રી પાર જ રહેતો. તો કરૂણ નાયરે આ ઐતિહાસિક ઇનિંગ એકદમ શાંતિથી પૂરી કરી. અને એજ કારણ રહ્યું કે તે શાંતિથી પોતાના સ્કોરને વધારતો રહ્યો. 381 બોલમાં 32 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે કરૂણે ત્રેવડી સદી ફટકારી.
First published:

Tags: ઇંગ્લેન્ડ, કરૂણ નાયર, ક્રિકેટ ટેસ્ટ મેચ, ચૈન્નાઇ, ત્રેવડી સદી, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन