IndvsNZ: મોહાલીમાં ચલાવ્યું કોહલીએ રન મશીન, ધોનીએ રચ્યો ઇતિહાસ

Haresh Suthar | Pradesh18
Updated: October 23, 2016, 11:50 PM IST
IndvsNZ: મોહાલીમાં ચલાવ્યું કોહલીએ રન મશીન, ધોનીએ રચ્યો ઇતિહાસ
ઝીલેન્ડ વિરૂધ્ધ પંજાબ ક્રિકેટ સંઘ મેદાન પર રમાયેલી ત્રીજી એક દિવસીય વનડે મેચમાં ભારતને બે કેપ્ટનોએ જીત અપાવી. મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની શાનદાર રમતને પગલે ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું.

ઝીલેન્ડ વિરૂધ્ધ પંજાબ ક્રિકેટ સંઘ મેદાન પર રમાયેલી ત્રીજી એક દિવસીય વનડે મેચમાં ભારતને બે કેપ્ટનોએ જીત અપાવી. મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની શાનદાર રમતને પગલે ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું.

  • Pradesh18
  • Last Updated: October 23, 2016, 11:50 PM IST
  • Share this:
મોહાલી #ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ પંજાબ ક્રિકેટ સંઘ મેદાન પર રમાયેલી ત્રીજી એક દિવસીય વનડે મેચમાં ભારતને બે કેપ્ટનોએ જીત અપાવી. મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની શાનદાર રમતને પગલે ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું.

ન્યૂઝીલેન્ડથી મળેલા 286 રનના લક્ષ્યનો પીછો કરતાં ભારતે કોહલી અને ધોની વચ્ચે 151 રનની ભાગીદારીને પગલે ભારતે 48.2 ઓવરમાં જ ટારગેટ પુરો કરી જીત મેળવી.

વિરાટ કોહલીએ 154 રન અને ધોનીની 80 રનને પગલે ભારતે જીતની બાજી બદલી નાંખી. કોહલી સાથે મનીશ પાંડે (અણનમ 24) રનની ભાગીદારી સાથે જીત અપાવી અણનમ રહ્યા.

ભારતે રોહિત શર્મા 13 અને અજિંક્ય રહાણે (5) રને શરુઆતમાં જ વિકેટ ગુમાની હતી. પરંતુ ત્યાર બાદ ધોની અને કોહલીએ જે રીતે ભારતીય ઇનિંગને સંભાળી એ જોતાં એવું લાગે એમ હતું કે ભારતનું જહાજ બે કેપ્ટન બખૂબી ચલાવી રહ્યા છે.

ધોનીએ 91 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 80 રન બનાવ્યા. આ સાથે ધોનીએ એક દિવસીય મેચમાં 9000 રન પુરા કર્યા. આ સ્કોર કરવામાં તે વિશ્વના 17મા બેટ્સમેન અને ત્રીજા વિકેટકિપર બન્યા છે.

ધોનીએ સચિનનો રેકોર્ડ તોડ્યાઆ મેચમાં વિજય સાથે ધોનીએ એક રેકોર્ડ પણ પોતાને નામ કર્યો. એક દિવસીય મેચમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો સચિનનો 195 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો છે. ધોનીના 196 છગ્ગા છે.

કોહલીએ 134 બોલમાં 16 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 154 રન બનાવ્યા.
First published: October 23, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading