અમદાવાદ : દેશ-વિદેશનાં ક્રેડિટ-ડેબીટ કાર્ડનાં ડેટા ચોરી લાખોની શોપિંગ કરી, કરતૂત જાણી પોલીસ પણ આશ્ચર્યમાં

અમદાવાદ : દેશ-વિદેશનાં ક્રેડિટ-ડેબીટ કાર્ડનાં ડેટા ચોરી લાખોની શોપિંગ કરી, કરતૂત જાણી પોલીસ પણ આશ્ચર્યમાં
આ શખ્સોએ ડેટા મેળવવા માટે ડાર્ક વેબસાઇટ દ્વારા પાકિસ્તાનથી ડેટા મેળવ્યા

આંતરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. વડોરાના કલ્પેશ સિંઘા પાસેથી અધધધધ 200 સીમ કાર્ડ મળ્યા, પાકિસ્તાન સુધી લંબાયા કૌભાંડના તાર

  • Share this:
આંતરરાષ્ટ્રીય ગુના (International crime) આચરતી ટોળકીના ત્રણ શખ્શોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime Branch) ધરપકડ કરી. ત્રણેય શખ્સો દ્વારા વિદેશી નાગરિકોનાં ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડનાં (Credit card and debit card) ડેટા ચોરીને ઓનલાઇન શોપિંગ કરી અને ચૂનો ચોપડવામાં આવ્યો હતો. આ શખ્સોએ અંદાજીત 50 લાખથી વધુની રકમની અલગ અલગ ખરીદી કરી લીધી હોવાની કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલી. પાકિસ્તાનથી ડાર્ક વેબ સાઈટનો આઈ.ડી પાસવર્ડ મેળવ્યો હતો જેના દ્વારા આ શખ્સો ટેલીગ્રામ થકી પાકિસ્તાન કરાચીના બે વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપી જીયા મુસ્તફા અને સદામ નામના શખ્શ પાસેથી આઈ.ડી અને પાસવર્ડ મેળવી આઈ.ડી પાસવર્ડના બદલામાં શરૂઆતમાં ઓનલાઈન રૂપિયા આપ્યા અને ત્યાબાદ બીટકોઇન ટ્રાન્સફર કર્યા હતાય

ડાર્ક વેબ સાઈટ પરથી વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડનો ડેટા મેળવીને લાખો રૂપિયાની ખરીદી કરનાર હર્ષવર્ધન પરમાર,મોહિત લાલવાની તથા કલપેશ સિંધાની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી.આ ત્રણેય શખ્શો એક બીજાને છેલ્લા ત્રણેક વર્ષથી ઓળખતા હતા. પરંતુ હજી સુધી એક પણ વખત મળ્યા નહોતા. ટેલીગ્રામ એપ્લિકેશ મારફતે છેલ્લા ત્રણેક વર્ષથી પોતાનો ઠગાઈનો વ્યવસાય ચલાવતા હતા.



આ પણ વાંચો :  સુરત : બાઇક પર સ્ટન્ટ સાથે રોમાન્સ ભારે પડ્યો, Live video વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી, કપલે માંગી માફી

ત્રણેય આરોપીઓની મુલાકાત ક્રાઈમ બ્રાંચમા જ થઇ હોવાનું જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. અલગ અલગ રાજ્યોનાં સીમ કાર્ડ ખરીદીને ડાર્ક વેબસાઈટ પરથી વિદેશી નાગરિકોના ડેટા મેળવીને તેમના કાર્ડ ઉપર લાખો રૂપિયાની જત્થામાં ખરીદી કરી લેતા હતા.બાદમાં ભારતીય ઓનલાઈન માર્કેટમાં ઓર્ડર કરતા હતા અને ત્યારબાદ અધૂરા સરનામાં આપી અમદાવાદના કોઈ પણ નજીકના વિસ્તારના લેન્ડમાર્ક પાસે કુરીયર બોયને બોલાવી પોતાનો ઓર્ડર રિસિવ કરી લેતા હોવાની મોડ્સ ઓપરેન્ડીથી આ ત્રણેય આરોપીઓ ગુનાને અંજામ આપતા હતા.

જેમાં અત્યારસુધીમાં કલ્પેશ સિંધાએ 70લાખ, હર્ષ વર્ષને પણ 70 લાખ તથા મોહિત લાલવાનીએ 60 લાખ રૂપિયા સુધીની ખરીદી કરી લીધા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. હાલ પોલીસ આરોપીઓએ પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ પણ કબજે કરી લીધા છે અને ક્રાઈમ બ્રાન્ચે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : સાયલા : નેશનલ હાઇવે ઉપર હોટલમાં એક શખ્સ દ્વારા ફાયરિંગ, ઘટનાનો Live video વાયરલ

ક્રાઈમ બ્રાંચની ગિરફતમાં આવેલા આ ત્રણેય આરોપીઓ સફેદ કલરની ટી શર્ટમાં ઉભેલો આરોપીઓ કલ્પેશ સિંધા વડોદરાનો રહેવાસી છે અને ઈલેક્ટ્રીકલમાં ગ્રેજ્યુએટ થયેલો છે. સમગ્ર કાવતરામાં માસ્ટર માઈન્ડ કલ્પેશ સિંધા હોવાનું પોલીસ માની રહી છે. કારણકે તેની પાસેથી 200 જેટલા સીમ કાર્ડ પણ પોલીસ કબજે કર્યા છે. ત્યારે હાલ આ સમગ્ર કેસમાં આરોપીઓના નિવેદનમાં વિજય વાઘેલા નામના એક શખ્શનું નામ સામે આવ્યું છે ત્યારે પોલીસે હાલ તેની પણ ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:March 13, 2021, 17:22 pm

ટૉપ ન્યૂઝ