સાવધાન! અમદાવાદમાં Fraudની નવી રીત, ના કોઈ ફોન, મેસેજ કે otp, ક્રેડિટ કાર્ડમાં થઈ ગયા 1.95 લાખના ટ્રાન્જેક્શન
સાવધાન! અમદાવાદમાં Fraudની નવી રીત, ના કોઈ ફોન, મેસેજ કે otp, ક્રેડિટ કાર્ડમાં થઈ ગયા 1.95 લાખના ટ્રાન્જેક્શન
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની તસવીર
Ahmedabad crime news: ફરિયાદીનેના કોઈ મેસેજ કે ફોન આવ્યો. નથી કોઈ otp આપ્યો છતાં તેમના ક્રેડિટ કાર્ડમાંથી (cradit card) રૂપિયા 1.95 લાખ ના ટ્રાન્જેક્શન (transaction) થઈ ગયા.
અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી otp મેળવ્યા બાદ ગઠિયાઓ (fraud gang) લોકોના રૂપિયા પડાવી લેતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી otpના આપવામાં આવે તેમ છતાં કેટલાક લોકોના બેંક એકાઉન્ટ (bank account) કે ક્રેડિટ કાર્ડમાંથી (cradit card) બારોબાર ટ્રાન્જેક્શન (Transaction) થઈ ગયા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. આવો જ એક બનાવ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં જોવા મળ્યો છે. ફરિયાદીનેના કોઈ મેસેજ કે ફોન આવ્યો. નથી કોઈ otp આપ્યો છતાં તેમના ક્રેડિટ કાર્ડમાંથી (cradit card transaction) રૂપિયા 1.95 લાખ ના ટ્રાન્જેક્શન થઈ ગયા.
કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને નોકરી કરતા સુરેશભાઈ આસુદાની ગત 28 જુલાઇના દિવસે નિત્યક્રમ મુજબ મોબાઈલ ફોન (mobile phone) બંધ કરીને રાત્રિ દરમિયાન સૂઈ ગયા હતા. ત્યારે રાત્રિના બારેક વાગ્યાની આસપાસ તેમના પિતા પર બેંકમાંથી ફોન (bank call) આવ્યો હતો.
જેમાં ફરિયાદી એ વાતચીત કરતા તેઓને પૂછવામાં આવ્યું હતું કે તેમણે ક્રેડિટ કાર્ડથી કોઈ ટ્રાન્જેક્શન (cradit card transaction) કરેલ છે. જો કે ફરિયાદીએ કોઈ ટ્રાન્જેક્શન કર્યાના હોવાથી સામે વળી વ્યક્તિ એ તેમના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 1 લાખ 95 હજારના અલગ અલગ ચાર ટ્રાન્જેક્શન કરીને ફ્રોડ થયું હોવાનુ જણાવી તેમનું ક્રેડિટ કાર્ડ બંધ (cradit card) કરી દીધું હતું. અને આ બાબતે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે કહ્યું હતું.
જો કે ફરિયાદી એ તેમનો મોબાઈલ ફોન ચાલુ કરતા તેમાં પણ ચાર ટ્રાન્જેક્શન ના મેઈલ આવ્યા હતા. જે અંગે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં (police station) અરજી પણ કરી હતી. જો કે બેંક ને તાત્કાલિક જાણ કરતા બેંક દ્વારા રૂપિયા 85 હજાર સીઝ કરવામાં આવ્યા હતા.
જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે ફરિયાદી રાત્રિના દસ વાગ્યા પછી તેમનો ફોન બંધ કરી દે છે. કોઈનો મેસેજ કે ફોન કે પછી કોઈને otp આપ્યા સિવાય પણ ક્રેડિટ કાર્ડમાંથી અલગ અલગ ચાર ટ્રાન્જેક્શન મારફતે રૂપિયા 1.95 લાખ ઉપાડી ગયા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર