શું આ વર્ષે નવરાત્રિ યોજાવી જોઈએ? કોરોનામાંથી સાજા થયેલા CR પાટીલે આપ્યું નિવેદન

શું આ વર્ષે નવરાત્રિ યોજાવી જોઈએ? કોરોનામાંથી સાજા થયેલા CR પાટીલે આપ્યું નિવેદન
સીઆર પાટીલની ફાઇલ તસવીર

કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ સી.આર. પાટીલ સાજા થયા છે અને તેમણે નવરાત્રિના આયોજન અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે.

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં આ વર્ષે નવરાત્રિના (Navratri 2020) આયોજન પર સરકાર (Government) અસંમજસમાં છે. આજથી લાગુ થયેલી ગાઇડલાઇન (Guideline of unlock) મુજબ જાહેર કાર્યક્રમોમાં 100 વ્યક્તિ ભાગ લઈ શકે છે. જોકે, રાજ્યમાં ગત સપ્તાહોમાં યોજાયેલી ભાજપની (BJP Rally) રેલીઓ અને ત્યારબાદ સંક્રમિત (Coronavirus positive) થયેલા પ્રદેશ પ્રમુખ સી.આર. (CR Patil) પાટીલે આજે એક વર્ચ્યુલ પ્રેસ કૉન્ફરન્સ (Press conference) યોજવામાં આવી હતી.જેમાં તેમણે નવરાત્રિ યોજવી જોઈએ કે નહીં તે અંગે જણાવ્યું હતું. જોકે, અગાઉ આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકાર અભિપ્રાય લઈ રહી છે અને ખૈલૈયાઓ તેમજ ગાઇડલાઇનને સાથે રાખીને કેવી રીતે આયોજન કરી શકાય અથવા તો આયોજન કરવું કે નહીં તે અંગે વધારે મોકળું મન રાખી નિર્ણય કરવામાં આવશે.

  સી.આર. પાટીલે જણાવ્યું કે કોરોનાના આ કપરા કાળમાં હું અંગત રીતે માનું છું કે નવરાત્રિના આયોજનો ન કરવા જોઈએ. જોકે, સરકારે આ મુદ્દે હજુ સુધી કોઈ નિર્યણ લીધો નથી. જોકે, પોતાની રેલીઓના કારણે વિવાદમાં આવેલા પાટીલે તો સ્પષ્ટ કહી દીધું કે નવરાત્રિના આયોજનો કરવા ન જોઈએ. અગાઉ રાજ્યના મોટા ગરબા સંચાલકોએ પણ સ્પષ્ટતા પૂર્વક આ વર્ષે ગરબા ન યોજાવાની જાહેરાત કરી હતી. રાજ્યના તમામ મહાનગરોમાં એક પણ મોટા ગરબા નથી યોજાવાના ત્યારે આજે ભાજપના પ્રમુખે આડકતરી રીતે રાજ્યમાં ગરબા ન યોજાય અથવા તો ન યોજવા જોઈએ તેવો સંકેત આપી દીધો છે.  સી.આર. પાટીલે આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કૃષિબીલ અંગે પણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ખેડૂતોના પાકની MSPથી થતી ખરીદ વ્યવસ્થા યથાવત છે અને રહેશે પરંતુ ખેડૂતોને ઉશ્કેરવા એ કોંગ્રેસનું હંમેશાથી કૃત્ય રહ્યું છે. કોંગ્રેસના આવા વલણને ખેડૂતો ક્યારેય માફ નહી કરે. કૃષિ સુધાર બિલ 2020માં માત્રને માત્ર ખેડૂતોના હિતોનું જ ધ્યાન રાખવામાં આવ્યું છે.

  આ પણ વાંચો :  અમદાવાદા : લુખ્ખા તત્વો હથિયારો લઈને સોસાયટીમાં ઘૂસ્યા મહિલાને માર્યો માર, CCTVમાં આતંક કેદ

  વેપારીઓએ ખેડૂતોને ઉપજની ખરીદી બાદ ત્રણ દિવસમાં પેમેન્ટ કરી દેવું પડશે તેવી જોગવાઈ પણ કૃષિ સુધાર બિલ 2020માં કરાઈ છે જેનો સીધો જ લાભ ખેડૂતોને થશે. કોંગ્રેસે ખેડૂતો માટે કશું જ કર્યુ નથી, કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ કૃષિ સુધાર બિલ 2020 થી ખેડૂતોને વધુ આર્થિક ફાયદો થશે.

  કૃષિ સુધાર બિલ 2020માં ખેડૂતોની ખૂબ કાળજી રખાઈ છે. ખેડૂતોના હિત માટે મોદી સરકારે આ ક્રાંતિકારી પગલું ભર્યું છે. અને ખેડૂતોના વિકાસમાં આવતા તમામ અંતરાયો આ બિલના માધ્યમથી મોદી સરકારે દૂર કર્યા છે.
  Published by:Jay Mishra
  First published:September 21, 2020, 14:06 pm