Home /News /madhya-gujarat /Ahemdabad: બૂસ્ટર ડોઝની માંગ વધી, Covishield અને Covaxin રસીની કિંમતોમાં આવ્યો ઘટાડો

Ahemdabad: બૂસ્ટર ડોઝની માંગ વધી, Covishield અને Covaxin રસીની કિંમતોમાં આવ્યો ઘટાડો

અંતિમ વપરાશકર્તાએ રસી માટે રૂ. 386 ચાર્જ ચૂકવવામાં આવશે

શહેરની ખાનગી (Private) હોસ્પિટલો Covishield અને Covaxin મેળવવામાં લોજિસ્ટિક અને પ્રાપ્તિની સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેના પરિણામે બૂસ્ટર ડોઝ (Booster Dose) મેળવવા ઉત્સુક લોકો (18-59 વર્ષની વયના લોકો) માટે ઉપલબ્ધતાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

વધુ જુઓ ...
    અમદાવાદ:  શહેરની ખાનગી (Private) હોસ્પિટલો Covishield અને Covaxin મેળવવામાં લોજિસ્ટિક અને પ્રાપ્તિની સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેના પરિણામે બૂસ્ટર ડોઝ (Booster Dose) મેળવવા ઉત્સુક લોકો (18-59 વર્ષની વયના લોકો) માટે ઉપલબ્ધતાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) અને ભારત બાયોટેક દ્વારા કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીની કિંમતમાં સુધારાની જાહેરાત કર્યા પછી મુશ્કેલીઓ શરૂ થઈ છે.

    કોવિડ રસીની કિંમતોમાં ઘટાડો એ આવકારદાયક પગલું

    કોવિડ રસીની (Covid Vaccine) કિંમતોમાં ઘટાડો એ આવકારદાયક પગલું છે. ત્યારે ખાનગી હોસ્પિટલોના અગાઉના ઓર્ડરો જે બિન સુધારેલા ભાવોના આધારે રદ કરવા અને નવા મુકવાની ફરજ પાડી છે. આના બદલામાં ખાનગી હોસ્પિટલોમાં બૂસ્ટર ડોઝની ઉપલબ્ધતાને અસર કરતા પ્રાપ્તિમાં વિલંબનું કારણ બની રહી છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે કોવિશિલ્ડ અને કોવેક્સિનની કુલ કિંમત GST અને વહીવટી ચાર્જ (Administrative Charge) સહિત અનુક્રમે રૂ. 780 અને રૂ. 1400 હતી. ખાનગી હોસ્પિટલોએ SII પાસેથી રૂ. 600માં અને ભારત બાયોટેક (India Biotech) પાસેથી રૂ. 1200 પ્રતિ રસી ખરીદી હતી.

    અંતિમ વપરાશકર્તાએ રસી માટે રૂ. 386 ચાર્જ ચૂકવવામાં આવશે

    બંને કંપનીઓએ હવે પોતપોતાની રસીઓ (Vaccine) માટે કિંમતોમાં સુધારો કરીને રૂ. 225 કર્યો છે. આ સાથે અંતિમ વપરાશકર્તાએ રસી માટે ખાનગી હોસ્પિટલોને રૂ. 386 (એટલે કે રૂ. 225 5% GST રૂ. 150 વહીવટી ચાર્જ) ચૂકવવામાં આવશે. ઘટેલા ભાવો (Price) સાથે ખાનગી હોસ્પિટલો કે જેમણે અગાઉ રસીનો ઓર્ડર આપ્યો હતો. તેઓ નવા ભાવનો લાભ લેવા માટે પોતાના ઓર્ડરમાં સુધારો કરવા માટે ઝઝૂમી રહ્યા છે. કારણ કે સપ્લાયર (Supplier) અથવા કંપની પાસેથી ડોઝની પ્રાપ્તિમાં વિલંબ થાય છે.

    આ પણ વાંચો: વલસાડના પંપે પાણીવાળું પેટ્રોલ આપ્યું, વાહનો બગડ્યા

    ખબર નથી કે હોસ્પિટલો ભવિષ્યમાં સાવચેતીના ડોઝ આપશે કે કેમ ?

    અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે 18 થી 59 વર્ષના વય જૂથ માટે સાવચેતીના ડોઝ (Precaution Dose) હાલમાં ફક્ત ખાનગી હોસ્પિટલોમાં (Hospital) જ ઉપલબ્ધ છે. જો કે અમને ખબર નથી કે સરકારી હોસ્પિટલો અને એએમસી (AMC) દ્વારા સંચાલિત હોસ્પિટલો ભવિષ્યમાં સાવચેતીના ડોઝ (Dose) આપશે કે કેમ ? 18 વર્ષથી ઉપરની વયના લોકો માટે અગમચેતીના ડોઝની જાહેરાતને પગલે તાજેતરના ભાવમાં સુધારાએ ખાનગી હોસ્પિટલોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. તેમણે હવે નવા ભાવો અનુસાર તેમના ઓર્ડરમાં સુધારો કરવો પડશે.ગ્લોબલ હોસ્પિટલના એમડી (MD) એ જણાવ્યું હતું કે તેમણે પણ રસીની કિંમતમાં સુધારા અંગે બજારમાંથી મળેલા ઇનપુટ્સને (Inputs) પગલે ઓર્ડર રદ કર્યો છે. આનાથી અંતિમ વપરાશકર્તા માટે બૂસ્ટર ડોઝમાં થોડો વિલંબ થશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad gujarat, Ccoronavirus, COVAXIN, અમદાવાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन