covid Vaccine slot Booking Via Whatsapp : કોરોનાવાયરસ (Coronavirus)n સામેની નિર્ણાયક જંગને વધુ તીવ્ર બનાવવા ભારત સરકારે (Mygov) આજે એક નવી પહેલ કરી છે. અત્યારસુધી કોવિડ વેક્સીન (Covid Vaccine) લેવા માટે આપમે કોવિન એપથી (Cowin App) એડવાન્સ બુકિંગ કરાવતા હતા પરંતુ હવે પછી વોટ્સએપથી (Whatsapp) જ કોરોનાની રસી (Covid Vaccine slot Booking on whatsapp) લેવા માટેનું એડવાન્સ બુકિંગ થઈ શકશે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) આ અંગેની જાહેરાત કરી છે. અગાઉ સરકારે સર્ટિફિકેટ (Covid vaccine Certificate) મેળવવા માટે જે નંબર આપ્યો હતો એ જ નંબર પરથી હવે કોવિડ વેક્સીન માટે સ્લોટ પણ બુક કરાવી શકાશે.
ભારત સરકારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટરમાં આ નંબર જાહેર કર્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે 'નાગરિકોની સુવિધા માટે નવા યુગનો પાયો નાંખી રહ્યા છીએ. હવે કોવિડ વેક્સીનનો સ્લોટ તમારા ફોનમાંથી ગણતરીની મિનિટમાં બુક કરાવો.'
કોવિડ વેક્સીન એટલે કે કોરોનાની રસી લેવા માટે સ્લોટ કરવા માટે પહેલાં તો તમારા મોબાઇલમાં 919013151515 નંબર સેવ કરો.
આ નંબર પર હવે ‘Book Slot’ લખીને મેસેજ કરો.
આ નંબર પર મેસેજ કરવાથી તમારા મોબાઇલમાં એક ઓટીપી (OTP) આવશે. આ ઓટીપી નંબરની રહ જુઓ
હવે ફરીથી આ ઓટીપી નંબર મેસેજમાં લખીને મોકલો
આ ઓટીપી મોકલ્યા બાદ જે સૂચનાઓ આવે તેનું પાલન કરો. આ સૂચના અંગ્રેજી અને હિંદીમાં હશે. આ સૂચનાઓમાં આપેલા વિકલ્પોમાં રસી બુક કરવાવાનો જે ક્રમ હોય તે લખીને મોકલો
તમે સરળતાથી આવી રીતે તમારો રસીનો સ્લોટ વોટ્સએપથી બુક કરાવી શકશો.
આવી રીતે સરળતાપૂર્વક કરો રસીનું બુકિંગ
સર્ટિફિકેટ પણ આ જ નંબરથી મળશે
અગાઉ જેમ સરકારે જાહેરાત કરી હતી એવી રીતે આ જ વોટ્સએપ નંબરથી સર્ટિફિકેટ પણ મળી શકશે. એટલે કે હવે કોવિડ વેક્સીનના સ્લોટ બુકિંગથી લઈને કોવિડ વેક્સીનના સર્ટિફિકેટ મેળવવા સુધીનો MyGov India અને WhatsAppનો આ સંયુક્ત નંબર નાગરિકોને ખૂબ મદદ કરશે.
Paving a new era of citizen convenience.
Now, book #COVID19 vaccine slots easily on your phone within minutes.
🔡 Send ‘Book Slot’ to MyGovIndia Corona Helpdesk on WhatsApp
🔢 Verify OTP
📱Follow the steps
વર્તમાન સમયમાં 24મી ઑગસ્ટના રોજ દેશમાં કોરોનાના કુલ 3,33,924 એક્ટિવ કેસ છે જ્યારે અત્યારસુધીમાં 3,16,80,626 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. અત્યારસુધીમાં ભારતમાં કોરોનાના કારણે સરકારી ચોપડે 4,34,756 દર્દીઓનાં મોત થયા છે. ભારતમાં 24મી ઓગસ્ટના સવારથી સુધામાં પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ 58 કરોડ આપી દેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજયરૂ પાણીએ રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાનને વધું વ્યાપક બનાવી ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં વેક્સિનના 1 કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. રાજ્યના આરોગ્ય કર્મીઓ, તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સહિતસૌએ ઓગસ્ટ મહિના દરમિયાન આ રસીકરણ અભિયાનને ઝુંબેશ સ્વરૂપે ઉપાડીને માત્ર ત્રેવીસ દિવસમાં એટલે કે સોમવાર 23 ઓગસ્ટ સુધીમાં 1 કરોડ 18 હજાર 118 ડોઝ આપવાનો લક્ષ્યાંક પાર કરી દીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યના સૌ આરોગ્ય કર્મીઓને આ સઘન કામગીરી માટે અભિનંદન પાઠવ્યા છે.