Covid Vaccine Rules for AMTS : કોવિડ-19 વેકશીનેશન (Covid Vaccines) અંતર્ગત અ.મ્યુ.ટ્રા.સ. (AMTS Buses Vaccine Compulsory Rules) બસોમાં આવતીકાલે મુસાફરી માટે કડક નિયમો બનાવાયા છે.દરેક બસમાં પ્રવાસીઓને સૂચના મળે તે માટે એક સ્ટીકર બસના બંને દરવાજા પાસે લગાવવામાં આવશે. તમામ બસના કંડકટરે પ્રવાસી બસમાં ચઢે તે સમયે વેકસીનેશન બાબતનું સટીફકેટની (Covid Vaccine Certificate) હાર્ડકોપી અથવા સોફટ કોપીમાં ચેક કરવાનું રહેશે,કોવિડ-19 વેકસીનેશન માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના પ્રવાસીઓએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝ ની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં બીજો ડોઝ ન લીધેલ હોય તેવા પ્રવાસીઓને એ.એમ.ટી.એસ.ની બસોમાં તા. 20-9-2021થી પ્રવેશ આપવામાં આવશે નહીં. જેમનું વૈકસીનેશન બાકી હોય તેમણે નજીકના વૅકસીનેશન સેન્ટરથી વેકસીનેશન કરાવવાનું રહેશે.
કુલ 223 બસોમાં સંસ્થાના કંડકટર તેમજ પ્રા.ઓપરેટરની ફુલ 325 બોમાં પ્રા.ઓપરેટરના કંડકટર ફરજ બજાવે છે.આ તમામ બસોમાં સંસ્થાના સ્ટાફને ચેકીંગ માટે મુકવામાં આવશે.( સંસ્થાની 30 બસો બંધ કરવાથી સ્ટાફની સંખ્યા 100, નાઈટના સ્ટાફ 50, વર્કશોપ સ્ટાફ 125, વીજીલન્સ 70, રોડ સ્ટાફ 115 તથા કલેરીકલ સ્ટાફ 88 મળી કુલ 548 જેટલો સ્ટાફને ઉપરોકત દિવસો દરમ્યાન ૫૪૮ બસોમાં મુકવામાં આવશે જેઓ ફુલ ટાઈમ ફરજ બજાવશે.
ટર્મીનસ 9, ડેકોરેટીવ સ્ટેન્ડ 773, સાદા સ્ટેન્ડ 20 વગેરે સ્થળ ઉપર પણ અધિકારીશ્રીઓ ટર્મીનસ ઈન્ચાર્જ દ્વારા વીજીલન્સ ખાતાની 9(નવ) ટીમ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવશે. ટર્મીનસ તથા મુખ્ય સ્ટેન્ડ વાડજ, અખબારનગર, ચાંદખેડા, વૈષ્ણોદેવી સર્કલ, ગુજરાત યુનિર્વસીટી, મા, વાસણા, પાલડી, સારંગપુર, નરોડા, બ્રિનગર અને હાટકેશ્વર મળી કુલ 12 જગ્યાએ સવારે 9.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી વેકસીનેશન કરાવવા માટે મેડીકલ ટીમની ધ્વંસ્થા ચાલુ રાખવામાં આવશે.