coronavirus : રાજ્યમાં વધુ 247 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં 197

coronavirus : રાજ્યમાં વધુ 247 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં 197
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 24 કલાકમાં 11 દર્દીના મોત, કુલ કેસ પોઝિટિવ કેસનો આંકડો પહોંચ્યો 3548 પર, જાણો ક્યાં શહેરમાં કેટલા કેસ નોંધાયા?

  • Share this:
    ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં 27મી એપ્રિલે રાત્રે 8.00 વાગ્યાની સ્થિતિ મુજબ 247 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 197 વધુ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરની સારવાર લઈ રહેલા 11 દર્દીનાં મોત થયા છે. મૃતકોમાં 5 દર્દી અમદાવાદના, 4 દર્દી સુરતના અને એક દર્દી બનાસકાંઠા અને વડોદરાના છે. આમ રાજ્યમાં કુલ 162 લોકોનાં મોત થયા છે.

    આ સાથે અત્યાર સુધીનો અમદાવાદમાં કુલ કેસોનો આંક 2378 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન 81 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 11 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 5 અમદાવાદમાં, 4 સુરતમાં, વડોદરા અને પાલનપુરમાં એક એક મૃત્યુ નોંધાયા છે. હાલ 31 લોકો વેન્ટિલેટર ઉપર છે. 2961 લોકો સ્થિર હાલતમાં સારવાર હેઠળ છે.



    આ પણ વાંચો :  ડાંગ : સુરતથી યુવતી વઘઈના ભેંડમાળ પહોંચી, કોરોના પોઝિટિવ આવતા 7 કી.મી. ત્રિજિયાના 6 ગામો બફર ઝોન

    ક્યાં કેટલા કેસ નોંધાયા?

    રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આજે સાંજે પાંચ વાગ્યા સુધી છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કેસોની વિગત આપી હતી. જેમાં ગુજરાતમાં કોરોનાના કુલ 247 કેસ નોંધાયા છે. જેને લઈને અત્યાર સુધીના કુલ કેસોનો આંકડો 3548 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 197, સુરતમાં 30, આણંદમાં 2, બોટાદમાં 1, ડાંગમાં 1, ગાંધીનગરમાં 5, રાજકોટમાં 1, વડોદરામાં 6 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચો :   લૉકડાઉન : ભિલોડાના કુંડોલપાલમાં બે સગા ભાઈઓની ઘાતકી હત્યા, નગ્ન અવસ્થામાં મળી આવ્યા મૃતદેહ

    અમદાવાદમાં 2378 પોઝિટિવ કેસ, 212 ડીસ્ચાર્જ

    અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 197 કેસ નોંધાયા છે. એક તરફ સરકાર લૉકડાઉન ખોલવાના પ્લાન બનાવી રહી છે, બીજી બાજુ અમદાવાદનો ગ્રાફ નીચે આવવાનું નામ નથી લેતો તેમાં અત્યારસુધીમાં અમદાવાદમાં 2378 સંક્રમિતો સાથે 109 લોકોનાં મોત થયા છે. જોકે, તેની સામે અમદાવાદમાંથી 212 ડિસ્ચાર્જ પણ થયા છે.

     
    Published by:News18 Gujarati
    First published:April 27, 2020, 19:42 pm

    ટૉપ ન્યૂઝ