Home /News /madhya-gujarat /

અમદાવાદમાં કોરોના બેકાબૂ: હૉસ્પિટલો 70% ફૂલ, ખાનગી હૉસ્પિટલો સાથે ફરીથી MOU કરવા ઉઠી માંગ

અમદાવાદમાં કોરોના બેકાબૂ: હૉસ્પિટલો 70% ફૂલ, ખાનગી હૉસ્પિટલો સાથે ફરીથી MOU કરવા ઉઠી માંગ

અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ માટે લાઇનો લાગી.

અમુક અહેવાલ પ્રમાણે અમદાવાદની કોવિડ માટે નક્કી કરવામાં આવેલી તમામ હૉસ્પિટલો હાલ ફૂલ છે. દર્દીઓ જ્યારે હૉસ્પિટલમાં તપાસ કરે છે ત્યારે તેમના જગ્ય ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરનાના કેસ (Gujarat coronavirus cases)માં વધી રહ્યા છે. તેવામાં સરકારી જ નહીં ખાનગી હૉસ્પિટલોમાં પણ 70 ટકા બેડ ફૂલ થઈ ગયા છે. જોકે, ગત વર્ષે કેસોમાં વધારો થતાં ગરીબ દર્દીઓને ખાનગી હૉસ્પિટલ (Hospital)માં મફત સારવાર મળી રહે તે માટે MOU કરાયા હતા. અમદાવાદ (Ahmedabad)માં કેસમાં ખૂબ વધારે થતાં હવે ફરીથી MOU કરવાની લોકો માંગણી કરી રહ્યા છે. બીજી તરફ ડૉક્ટર્સ માસ્ક (Mask) વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. જોકે, અમુક અહેવાલ પ્રમાણે અમદાવાદની કોવિડ માટે નક્કી કરવામાં આવેલી તમામ હૉસ્પિટલો હાલ ફૂલ છે. દર્દીઓ જ્યારે હૉસ્પિટલમાં તપાસ કરે છે ત્યારે તેમના જગ્ય ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કોરોનાની વધુ એક લહેર હાલ જોવા મળી રહી છે. અમદાવાદમાં રોજ 600થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદની ખાનગી હૉસ્પિટલની જો વાત કરવામાં આવે તો 70 જેટલી કોવિડ ડેઝિગ્નેટેડ હૉસ્પિટલ છે. જેના કુલ 3,400 બેડમાંથી 70 ટકા જેટલા બેડ ભરાઈ ગયા છે. છેલ્લા એક અઠવાડિયાથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ખાનગી હૉસ્પિટલમાં મફત સારવાર મળી રહે તે માટે MOU કરવાની માંગ લોકો દ્વારા કરાઈ રહી છે.



આ પણ વાંચો: Big News: અક્ષર પટેલ કોરોના પૉઝિટિવ, દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો

બીજી તરફ સરકારી હૉસ્પિટલમાં પૂરતા બેડ ખાલી હોવાથી હજુ સુધી ખાનગી હૉસ્પિટલ સાથે MOU કરાયા ન હોવાનું મદાવાદ હૉસ્પિટલ ઍન્ડ નર્સિંગ હોમ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવી જણાવી રહ્યા છે. ગત વર્ષે કોરોનાનાં કેસ વધતા 40 જેટલી ખાનગી હૉસ્પિટલ સાથે 50 ટકા બેડ માટેના MOU કરી, દર્દીઓને મફત સારવારની વ્યવસ્થા કરાઈ હતી. હાલ આ MOU રદ કરાયા છે. જેથી ખાનગી હૉસ્પિટલમાં જે કોઈ દર્દી સારવાર મેળવે છે તેમની પાસેથી સરકારે નક્કી કરેલા ચાર્જ પ્રમાણે જનરલ બેડ માટે રોજના 8 હજાર રૂપિયા લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: સુરત: નામાંકિત ટીવી સીરિયલ એક્ટર અને બિલ્ડિર ચેન સ્નેચિંગ કરતા ઝડપાયા

આ પણ વાંચો: મુંબઈની આધેડ મહિલાને ટિકટૉકના માધ્યમથી થયો બિહારના તરુણ સાથે પ્રેમ, લગ્ન કરવા પહોંચી બિહાર!

અમદાવાદ સિવિલ હૉસ્પિટલની સ્થિતિની જો વાત કરીએ તો હૉસ્પિટલમાં 688 દર્દીઓ દાખલ છે, જેની સામે 920 બેડની વ્યવસ્થા છે. કિડની હૉસ્પિટલમાં169 બેડની વ્યવસ્થા હાલ પૂરતી કરવામાં આવી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી જણાવી રહ્યા છે. મહત્ત્વનું છે કે કોરોનાના વકરી રહેલા કેસ સામે હવે દર્દીઓને ઝડપથી સારવાર મળે તેવી માંગ તો ઉઠી જ છે સાથે સાથે ડૉક્ટર્સ લોકોને માસ્ક પહેર્યાં વગર બહાર ન જ નીકળવાની સલાહ આપી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, Covid hospital, COVID-19, Private-hospital, અમદાવાદ, હોસ્પિટલ

આગામી સમાચાર