અમદાવાદ : COVIDના દર્દીને ઘરે સારવાર લેવાનો કડવો અનુભવ થયો, બોગસ ડૉક્ટરે 1.50 લાખ પડાવ્યા

અમદાવાદ : COVIDના દર્દીને ઘરે સારવાર લેવાનો કડવો અનુભવ થયો, બોગસ ડૉક્ટરે 1.50 લાખ પડાવ્યા
આ તસવીર પ્રતિકાત્મક છે

નરેન્દ્ર પંડ્યાએ પોતે સ્પેશિયલ કોરોનાનો ડોક્ટર હોવાનું કહી મેઘા બહેનને પતિની સારવાર કરી સારા કરી દેશે તેવી વાત કરી રોજના 10,000 રૂપિયા નક્કી કર્યા હતા હતા

  • Share this:
અમદાવાદ: હાલ કોરોના મહામારી (COVID-19) ચાલી રહી છે ત્યારે કોરોના પોઝિટિવ આવનાર લોકોને જ્યારે કોઈ પણ સાજા થવા માટે જે પણ સલાહ આપે તે લોકો માની રહ્યા છે. પરંતુ કેટલાક એવા કિસ્સા સામે આવી રહ્યા છે જ્યાં કોઈની સલાહ કે સારવાર બાદ તે લોકોને પસ્તાવાનો વારો આવી રહ્યો છે. આવી જ એક ઘટના અમરાઈવાડી વિસ્તારમાં બની હતી. જ્યાં એક મહિલાએ તેના પતિની સારવાર માટે ઘરે ડૉક્ટર (Doctor and Nurse) અને નર્સ ને બોલાવ્યા હતા. 15 દિવસ સુધી આ સારવાર ચાલી હતી પરંતુ મહિલાના પતિની તબિયતમાં સુધારો ન થતાં આખરે આ ડૉક્ટર બોગસ હોવાની શંકા ગઈ હતી અને આ શંકા સાચી પણ પડી હતી. જેથી મહિલાએ રોજના 10,000 એટલે કે 15 દિવસના દોઢ લાખ રૂપિયા ખર્ચા હોવા છતાં પણ ડોક્ટર યોગ્ય સારવાર ન આપી શકતા આખરે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ગુનો નોંધાવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા મેઘાબેન સિરસાટ ના પતિ વિશાલભાઈ શાહીબાગમાં પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરે છે. તાજેતરમાં તેઓના પતિ ને શરદી ખાંસી અને તાવની બીમારી થઈ હતી અને સારું થતું ન હોવાથી તેઓને કોરોનાની અસર હશે તેમ લાગતા તેમનો સીટી સ્કેન રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં મેઘા બહેનના પતિ કોરોના પોઝિટિવ આવ્યા હતા.આ પણ વાંચો : સુરત : કાળજું ચીરી નાખતી સુસાઇડ નોટ, 'Sorry મરવું એ ઉપાય નથી પરંતુ ઈજ્જત વગર જીવવું પણ નકામું છે'

જોકે તેઓના પતિની બીમારી ની કોઈને ખબર ન પડે તે માટે હોમ ક્વોરોન્ટાઇન  કર્યા હતા અને ઘરે જ સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું.  પાડોશમાં રહેતા એક વ્યક્તિના માતાને કોરોના પોઝિટિવ હોવાથી ઘરે જ ડોક્ટર બોલાવી સારવાર કરાવતા હોવાની માહિતી મળતા મેઘા બહેનને પણ આ ડોક્ટરને બોલાવવા નું વિચાર્યું હતું.

જેથી તેઓની પૂછપરછ કરી નરેન્દ્ર પંડ્યા નામના ડોક્ટર નો સંપર્ક કર્યો હતો. આ નરેન્દ્ર પંડ્યા એ પોતે સ્પેશિયલ કોરોનાનો ડોક્ટર હોવાનું કહી મેઘા બહેનને પતિની સારવાર કરી સારા કરી દેશે તેવી વાત કરી રોજના 10,000 રૂપિયા નક્કી કર્યા હતા હતા. બાદમાં આ નરેન્દ્ર પંડ્યા એ સારવાર શરૂ કરી હતી. નરેન્દ્ર પંડયા ની સાથે એક નર્સ કે જેનું નામ રીનાબહેન હતું તે પણ મેઘા બહેનના ઘરે આવતી હતી અને મેઘા બહેનના પતિ ને બાટલો ચઢાવી ઇન્જેક્શન તથા દવા આપતી હતી અને રોજના 10,000 રૂપિયા લઈને જતી હતી.

જ્યારે નરેન્દ્ર ત્રણ-ચાર દિવસે એકવાર વિઝીટ માટે આવતો હતો અને તેની સાથે સોહીલ નામનો એક વ્યક્તિ પણ આવતો હતો. સારવાર દરમિયાન તેઓ આશ્વાસન આપતા કે ચિંતા કરો નહીં તમારા પતિને સારું થઈ જશે મારા પર ભરોસો રાખો. મેઘા બહેનના પતિ ની આશરે પંદરેક દિવસ સુધી સારવાર ચાલી હતી. પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો અને તબિયત વધારે બગડવા લાગી હતી.

આ પણ વાંચો : સુરત : કતારગામાં પતિ-પત્નીએ જાહેરમાં શરમજનક કૃત્ય કર્યુ, પોલીસે કરી અટકાયત

મેઘા બહેનના અન્ય સંબંધીઓ જ્યારે તેમના પતિની તબિયત અને ખબર અંતર જાણવા આવતા હતા ત્યારે ડોક્ટર નરેન્દ્ર સાથે વાત થઈ હતી. ત્યારે આ ડોક્ટર નરેન્દ્ર મેઘા બહેન ના સગા સંબંધીઓને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી તેઓને શક વહેમ ગયો હતો અને તેઓ કઈ હોસ્પિટલમાંથી આવે છે અને કઈ ડીગ્રી ધરાવે છે તે બાબતે પૂછતાં તેઓએ જવાબ આપ્યો ન હતો અને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટ : હળાહળ કળિયુગ! દીકરીએ મિલકત માટે સગી માતાને ગાળો આપી લાફા ઝીંક્યા

જેથી આ ડોક્ટર પાસે કોઈ ડીગ્રી નથી પરંતુ તે ફ્રોડ છે તેવું લાગ્યું હતું. બાદમાં મેઘા બહેનના પાડોશીએ તાત્કાલીક 108 માં ફોન કરી પતિને સિવિલ હોસ્પિટલના 1200 બેડ માં લઇ જઇ દાખલ કર્યા હતા અને ડોક્ટર નરેન્દ્ર તથા તેની સાથે આવેલા ભાઈ ને બોલાવી તેઓને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં ડોક્ટર નરેન્દ્ર પંડ્યા નકલી ડોકટર હોવાનું સામે આવ્યું હતું અને તેની સાથે આવતી નર્સ રીના કે જે વટવા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી સ્પર્શ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તથા નર્સ તરીકે નોકરી કરતી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : સુરત : વરાછામાં 'કપલ બોક્સ' પર પોલીસના દરોડા, કૉફી શોપમાં એકઠા થયેલા છોકરા-છોકરીઓની અટકાયત

જ્યારે અન્ય એક શખ્સ કે જેનું નામ સોહિલ શેખ હોવાનું સામે આવ્યું હતું અને તે કોઈ હોસ્પિટલમાં નોકરી કરતો ન હતો. જેથી રોજના દસ હજાર લેખે 1 લાખ 50 હજાર રૂપિયા મેઘા બહેને ખર્ચ કર્યો હોવા છતાં તેમના પતિને સારવાર આપ્યા બાદ પણ તબિયતમાં સુધારો ન થતા તેઓએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:May 14, 2021, 07:18 am