અનલૉકમાં પણ અમદાવાદના વેપારીઓનાં હાલ બેહાલ, 'વિચાર્યું ન હતું કે આટલી નેગેટિવ અસર પડશે'


Updated: June 18, 2020, 2:09 PM IST
અનલૉકમાં પણ અમદાવાદના વેપારીઓનાં હાલ બેહાલ, 'વિચાર્યું ન હતું કે આટલી નેગેટિવ અસર પડશે'
ક્યારે પહેલાની જેવી સ્થિતિ હશે અને ક્યારે પહેલાની જેમ અમારી દુકાન ધમધમતી થશે?

ક્યારે પહેલાની જેવી સ્થિતિ હશે અને ક્યારે પહેલાની જેમ અમારી દુકાન ધમધમતી થશે?

  • Share this:
અમદાવાદ : ઘડિયાળ ભલે સમય બતાવે પરંતુ ઘડિયાળની સાથે ચાલતું વ્યક્તિનું સમયચક્ર ભલભલાનો સમય બદલાવી નાખે છે. રાજા રંક થઇ જાય અને રંક રાજા. સમયની થપાટ એવી વાગે છે કે, દરેક વ્યક્તિ વિચાર કરતો થઈ જાય છે કે, આ સમયનું પાસુ ક્યારે પલટાશે. ક્યારે પહેલાની જેવી સ્થિતિ હશે અને ક્યારે પહેલાની જેમ અમારી દુકાન ધમધમતી થશે?

આ સવાલ અમને તમને અને દરેક અમદાવાદીને છે, પરંતુ સૌથી વધારે એ દરેક વેપારીને સૌથી વધારે ખૂંચે છે જે મોટા શોરૂમ લઈને પોતાનો વ્યવસાય કરતા હોય છે. આવા જ એક વેપારી છે અમદાવાદના અખબાર નગર ચાર રસ્તા પર ઘડિયાળની દુકાન ધરાવતા બીપીનભાઈ જસવાણી, બીપીનભાઈ જસવાણીએ  પૈસાનું રોકાણ કરીને  અખબારનગર ચાર રસ્તા પર સ્વેની કોમ્પ્લેક્ષમાં દુકાનતો ખરીદી લીધી પરંતુ લૉકડાઉનના સમયમાં ત્રણ મહિના તેમની દુકાન બંધ રહી.છતાં કર્મચારીઓનો પગાર તેમને ચૂકવવો પડયો  અને એ પણ કોઈપણ આવક વગર.નસીબની બલિહારી એ છે કે,  અનલોક બાદ પણ ઘડિયાળની જરૂરિયાત આજે કોઈને નથી. દરેક વ્યક્તિ પોતાનો સમય બદલાશે તેવી આશા વ્યક્ત કરી રહ્યો છે. પરંતુ ઘડિયાળ વેચતા ઘડિયાળી બિપીન પ્રજાપતિને એ સવાલ છે કે, તેમનો સમય ક્યારે બદલાશે અને તેમની દુકાનમાં ક્યારે ગ્રાહકો આવશે?

આ પણ વાંચો -સરળ રીતે સમજો, ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં મતોનું ગણિત

ઘડિયાળનો વેપાર ઠપ છે, પરંતુ કોસ્મેટિક શોપની હાલત પણ કંઈ સારી નથી. લૉક ડાઉનમાં એવા ઘણા વીડિયો વાયરલ થયા જેમાં મહિલાઓએ પોતાનો કોસ્મેટિક્સ પતિ ગયું હોય તેવી વાત રજૂ કરી હતી .પરંતુ વાસ્તવિકતામાં કોસ્મેટિક ની દુકાનમાં આજે પણ અસર જોવા મળે છે. આજે 17 દિવસ વીતી ચૂક્યા છે પરંતુ 17 દિવસની અંદર માંડ ગણ્યાગાંઠ્યા ગ્રાહકો દુકાનમાં પગ મૂકે છે અને જે આવે છે તે વસ્તુની કિંમત અને તેની જરૂરિયાત કેટલી તેની ઉપર વધારે ભાર મૂકે છે. પોતાની આવક પ્રમાણે વસ્તુ ખરીદતા લોકો હવે કોસ્મેટિકને ઇગ્નોર કરે છે. આ.અંગે લીના પટેલનું કહેવું છે કે, માસ્કને કારણે હવે લિપસ્ટિક ખરીદવાનું મહિલા પસંદ નથી કરતી જેથી લિપસ્ટિકનો સ્ટોક વેચાયો નથી. અને લૉકડાઉનની આર્થિક અસર હવે લાગે છે. જેમાં અમારી દુકાન નું ભાડું જ મહિનાનું 30 હજાર છે. હજી અમે ભાડું આપ્યું નથી પણ આજે નહિ તો કાલે ભાડું તો ભરવું પડશે  જ.

આ પણ જુઓ -

ગ્રાહકોની આવક પર કપાતની અસર  વેપારીઓ પર વધારે થઇ રહી છે. સરકારે ભલે ઘણા વાયદા કર્યા હોય પરંતુ લોક ડાઉન માં ઘણી કંપનીઓ એ પોતાના કર્મચારીઓને ક્રોસ કટિંગના નામે ઘરે બેસાડી દીધા છે. એવામાં ઘણા એવા પણ છે જે અડધા પગારે કામ કરવા મજબૂર છે. લૉકડાઉનની આ સાઈડ ઇફેક્ટ નહિ પરંતુ ડાર્ક ઇફેક્ટ છે. જેમાંથી કોણ કોને ઉગારશે એ સવાલ પણ પૂછવો પાપ ગણાશે.
First published: June 18, 2020, 2:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading