covid-19: અમદાવાદના ઘોડાસરમાં ધાર્મિક સભામાં હજારો લોકોઓ એકઠાં થયા, પ્રિકોશનનો અભાવ


Updated: March 20, 2020, 10:16 PM IST
covid-19: અમદાવાદના ઘોડાસરમાં ધાર્મિક સભામાં હજારો લોકોઓ એકઠાં થયા, પ્રિકોશનનો અભાવ
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસના ભય વચ્ચે અમદાવાદ ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર સામેના મેદાનમાં મેઘા નવધા ભક્તિ સમારોહ યોજાયો છે. અહી એક હજારથી વધુ લોકો રોજેરોજ છેલ્લા છ દિવસથી હજારો લોકો એકઠાં થાય છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં લોકો ભયમાં આવી ગયા છે. સરકાર દ્વારા લોકોને જાહેરમાં એકઠાં ન થવા માટે સૂચના આપી છે. ત્યારે ધાર્મિક સંસ્થાઓને પણ જાહેર કાર્યક્રમો જેમાં હજારો લોકો એકઠાં થાય એવા કાર્યક્રમોનું આયોજન ન કરવા માટે પણ અપિલ કરી છે. કોરોના વાયરસના ભય વચ્ચે અમદાવાદ ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર સામેના મેદાનમાં મેઘા નવધા ભક્તિ સમારોહ યોજાયો છે. અહી એક હજારથી વધુ લોકો રોજેરોજ છેલ્લા છ દિવસથી હજારો લોકો એકઠાં થાય છે. એટલું જ નહીં આ ધાર્મિક સભામાં કોઈપણ જાતની કોરોના વાયરસ સામેની સાવચેતીના પગલાં લેવામાં આવ્યા ન હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmdavad municipal corporation) વિભાગ કુંભકરણીય નિદ્રામાં તલ્લીન છે. ત્યારે આજે શુક્રવારે પણ આ ભક્તિ સમારોહમાં એક હજારથી વધુ લોકો જોવા મળ્યા હતા. કોરોના વાયરસનાં ખતરાને જોતા સાવચેતીના ભાગરૂપે અહીં કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી માસ્ક અને સેનિટાઈઝરની પણ વ્યવસ્થા જોવા ન મળી. આયોજકોએ ન્યૂઝ 18 સમક્ષ સ્વીકાર્યું કે અમે, માસ્કની કોઈ વ્યવસ્થા કરેલ નથી.

રાજ્ય સરકારની મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તેવા કોઈ પણ પ્રકારના આયોજનો ન કરવાની સૂચના છતાં અહીં મોટો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો આયોજકનું કહેવું છે કે અમે નવ દિવસનો કાર્યક્રમ ટૂંકાવીને છ દિવસનો કર્યો છે. પરંતુ આ છ દિવસ કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો રહ્યો છે.
First published: March 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading