covid-19: સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પાસે જ બનાવાઈ સેનિટાઈઝર ટનલ

News18 Gujarati
Updated: April 8, 2020, 11:20 PM IST
covid-19: સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પાસે જ બનાવાઈ સેનિટાઈઝર ટનલ
ફાઈલ તસવીર

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે અને અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ: કોરોના વાયરસના (coronavirus) વધતા કેસને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad civil hospital) જ્યાં પોઝિટિવ દર્દીઓને રાખવામાં આવ્યા છે તે આઇસોલેશન વોર્ડની બહાર જ સેનિટાઈઝર ટનલ બનાવવામાં આવી છે. કોરોનાના પોઝિટિવ દર્દીઓની સારવારમાં ડોક્ટર ને અને નર્સીગ સ્ટાફને ચેપ રહિત કરવા આ ટનલ બનાવવામાં આવી છે.

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે અને અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવી છે.

બીજીતરફ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓ કે અન્ય રાજ્યોમાં દર્દી ઓની સારવાર કરનાર ડોકટર અને નર્સીગ સ્ટાફના પોઝિટિવ હોવાના કેસ પણ સામે આવ્યા છે તેવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સત્તા ધીશો દ્વારા હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની બહાર જ સેનિટાઈઝર ટનલ બનાવવામાં આવી છે.

આ ટનલમાં ફોગર મશીન લગાવવામાં આવ્યું છે. સાત બાય બેની આ ટનલ સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સીગ સ્ટાફ માટે બનાવવામાં આવી છે. આઇસોલેશનમાં દાખલ કરાયા દર્દીઓની સારવાર માટે વોર્ડમાં જતા તબીબો અને અન્ય તબીબી સ્ટાફ જ્યારે પણ વોર્ડ માં અવરજવર કરે છે તેઓને આ ટનલમાંથી પસાર થવું પડે છે. ટનલની અંદર લગાવવામાં આવેલ ફોગર મશીન માં થી ખાસ પ્રકારની દવાનો છંટકાવ થાય છે. જેના દ્વારા તબીબોના કે નર્સીગ સ્ટાફના કપડા પર પણ જો વાયરસ હોય તો તેનો નાશ થાય અને ડોકટર હોય કે કોઈપણ કર્મચારી હોય તે સેનિટાઈઝ થઈ જાય છે.

 

મહત્વનું છે કે થોડા સમ્પ પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલ ના પ્રવેશ દ્વાર પાસે જ આ પ્રકારનીની સેનિટાઈઝર ટનલ બનાવવામાં આવી હતી ત્યારે બાદ સિવિલ હોસ્પિટલમાં પણ પ્રવેશ દ્વાર પાસે પણ આવી ટનલ બનાવવામાં આવી હતી.પરંતુ દર્દીઓની સારવાર માટે ફરજ બજાવતા ડોક્ટર અને નર્સીગ સ્ટાફ કે સફાઈમાં રોકાયેલા સ્ટાફ માટે અલગથી આઇસોલેશન વોર્ડની બહાર આ ટનલ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે સિવિલ હોસ્પિટલમાં આવી ટનલ બનાવાઈ છે તેવી SVP હોસ્પિટલમાં અને સોલા સિવિલ હોસ્પિટલમાં પણ બનાવવામાં આવે તો અહીં પણ ડોક્ટર્સ અને અન્ય સ્ટાફને સંક્રમિત થતા બચાવી શકાય.
First published: April 8, 2020, 11:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading