Home /News /madhya-gujarat /

અમદાવાદમાં કોવિડ 19નાં દર્દીઓને આયુર્વેદિક અને હોમિયોપેથી દવા પર વિશ્વાસ વધ્યો

અમદાવાદમાં કોવિડ 19નાં દર્દીઓને આયુર્વેદિક અને હોમિયોપેથી દવા પર વિશ્વાસ વધ્યો

અમદાવાદમાં કોવિડનાં સામાન્ય લક્ષણો ધરાવતા વ્યક્તિઓની સંમત્તિ બાદ એક હજારથી વધુ દર્દીઓએ આયુર્વેદ હોમિયોપેથી ઉપચારની સંમત્તિ આપી છે

અમદાવાદમાં કોવિડનાં સામાન્ય લક્ષણો ધરાવતા વ્યક્તિઓની સંમત્તિ બાદ એક હજારથી વધુ દર્દીઓએ આયુર્વેદ હોમિયોપેથી ઉપચારની સંમત્તિ આપી છે

    અમદાવાદ : વિશ્વભરમાં કોરોનાનો કેર વધ્યો છે તેનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે પરંતુ તેની હજી કોઇ સચોટ દવા શોધાઇ નથી. કેટલીક એલોપેથી દવાઓ આ સારવારમાં આવવામાં આવે છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ વધી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે એલોપેથી સાથે આયુર્વેદનો માર્ગ પણ અપનાવ્યો છે. હાલ અમદાવાદમાં કોવિડનાં સામાન્ય લક્ષણો ધરાવતા વ્યક્તિઓની સંમત્તિ બાદ આયુર્વેદ હોમિયોપેથીની સારવાર શરૂ કરાતા એક હજારથી વધુ દર્દીઓએ આયુર્વેદ હોમિયોપેથી ઉપચારની સંમત્તિ આપી છે. સામાન્ય માણસને હવે કોરોનામમાં આયુર્વેદ પર લોકોનો ભરોસો વધી રહ્યો છે. આ સાથે કોરોનાના કેસો વધ્યા બાદ સૌપ્રથમ આયુષ વિભાગ દ્વારા કોરોનાના એસીમ્પ્ટોમેટિક અને કોરોન્ટાઈન કરાયેલા કોવિડ કેર સેન્ટર ખાતેના દર્દીઓ પર આયુર્વેદિક દવાઓનો પ્રયોગ કરવામા આવ્યો હતો. જેમાં સારુ એવુ પરિણામ મળ્યુ હતું.

    અમદાવાદની સિવિલ ખાતેની કોવિડ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને આયુર્વેદિકની સારવાર આપવાનું શરૂ કરાતા સરકારે ગત 16મીથી બે-બે આયુર્વેદિક અને હોમિયોપેથી ડોક્ટરો પણ અન્ય ડોક્ટરો સાથે નિમવા માટે આદેશ કરાયો હતો. આ બંને હોસ્પિટલોમાં દર્દીની સંમંતિ લઈને આયુર્વેદિક અને હોમિયોપેથીની સારવાર આપવાનું શરૂ કરાતા 19મી સુધી ચાર દિવસમાં 766 દર્દીએ આયુર્વેદિકની દવાઓ લેવા સંમંતિ આપી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 475 દર્દી અને એસીવીપીમાં 164 તેમજ સિવિલ ઓપીડીમાં 27 દર્દીઓ છે. આ ઉપરાંત ચાર દિવસમાં 320 દર્દીએ હોમિયોપેથીની દવાઓ લેવા સંમંતિ આપી છે. જોકે, આ દર્દીઓને એલોપેથી સાથે આયુર્વેદિકની દવા અપાઈ રહી છે.પરંતુ જો દર્દની સંમંતિ જ હોય તો માત્ર આયુર્વેદિક દવા જ આપી શકાય કારણકે જો એલોપેથી અસરકારક નથી અને આયુર્વેદિકથી સારુ પરિણામ પણ મળ્યુ છે તો નજીવા લક્ષણ ધરાવતા દર્દીઓને અન્ય એલોપેથી દવા આપી અન્ય આડઅસરથી બચાવી શકાય.

    આ પણ વાંચો : મિસ કોલથી થયો પ્રેમ, પ્રેમિકાને મળવા યુવક અમદાવાદથી ચાલતો વારાણસી પહોંચ્યો

    અમદાવાદમાં કોવિડ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ બાદ સોલા સિવિલમાં પણ દર્દીઓને સંમંતિ સાથે આયુર્વેદ દવા આપવાનું શરૂ કરાયુ છે. આ સાથે ભાવનગર, ગાંધીનગર, વડોદરા ,સુરત અને રાજકોટ સહિતના મહાનગરપાલિકા ધરાવતા શહેરોની કોવિડ હોસ્પિટલોમાં પણ દર્દીઓને સંમંતિ સાથે આયુર્વેદિક દવાઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

    આ પણ જુઓ -  
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Covid 19 patient, COVID-19, Treatment, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन