ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 353 કોરોના દર્દીનાં મોત, જાણી લો આંકડાની માયાજાળ

News18 Gujarati
Updated: June 13, 2020, 3:32 PM IST
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 353 કોરોના દર્દીનાં મોત, જાણી લો આંકડાની માયાજાળ
10 દિવસમાં રાજ્યમાં કોરોનાથી 353 લોકોના મોત થયા છે તે સત્ય છે.

10 દિવસમાં રાજ્યમાં કોરોનાથી 353 લોકોના મોત થયા છે તે સત્ય છે.

  • Share this:
જયેશ ઉપાધ્યાય, અમદાવાદ : કોરોનાને લઇ જેટલા મોઢા એટલી વાત કરી રહ્યાં છે. કોઇ કહેશે સંક્રમણ ઘટી રહ્યું છે તો સરકારી આંકડા કંઇક અલગ જ ચિત્ર બતાવે છે. પાછલા 10 દિવસમાં રાજ્યમાં કોરોનાથી 353 લોકોના મોત થયા છે તે સત્ય છે.

રાજ્ય સરકારે અર્થ વ્યવસ્થાની ગાડીને પાટે ચઢાવવા અનલૉક-1 જાહેર કર્યું. અપેક્ષિત આંક મુજબ આ 12 દિવસમાં રાજ્યમાં કોરોનાની ગતિ નિયંત્રણમાં આવવાને બદલે બેફામ થઇ ગઇ. રાજ્યમાં કેસની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળ્યો છે. પાછલા 10 દિવસની જો વાત કરવામાં આવે તો 2 જૂને રાજ્યમાં કેસની સંખ્યા 17,615 હતી. રિકવરીવાળા દર્દીની સંખ્યા 11,894 હતી જ્યારે રાજ્યમાં મોતનો કુલ આંક 1092 હતો. હવે રાજ્યમાં પાછલા 10 દિવસના રોજે રોજના મોતના આંકડા પર નજર કરીએ તો એકપણ દિવસ 20થી ઓછા મોત નિપજ્યા નથી. તો 10 દિવસના આંકડા પર નજર કરીએ.
તારીખરાજ્યમાં મોત અમદાવાદમાં મોત
2 જૂન 29
3 જૂન 30 22
4  જૂન 33 28
5 જૂન 35 30
6 જૂન 29 26
7 જૂન 30 21
8 જૂન 31 24
9 જૂન 33 27
10 જૂન 34 26
11 જૂન 38 25
12 જૂન 31 22
કુલ 353 275

આમ પાછલા 10 દિવસમાં બેફામ વધેલા મોતનો આંક ઘણો ચોંકાવનારો છે. માત્ર 10 દિવસમાં 353 લોકોના મોત થયા છે. તો અમદાવાદમાં પણ સ્થિતિ સારી ન કહી શકાય. પાછલા 10 દિવસમાં અમદાવાદમાં પણ 275 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

પાછલા 10 દિવસના કેસની સંખ્યાની વાત કરીએ તો 12 જૂને રાજ્યમાં પોઝિટીવ દર્દીઓની સંખ્યા 22,562 થઇ ગઇ છે. જેની સામે મોતનો આંક 1,445 થયો છે. તો રિકવરી રેટ 11 હજારથી વધીને 15501 થયો છે એટલેકે અમદાવાદમાં 15 હજાર કેસ સામે રાજ્યમાં 15,000 દર્દીઓ સાજા થયા છે આ એક સારી વાત છે. જો તફાવત પર નજર કરીએ તો પાછલા 10 દિવસમાં પોઝિટીવ કેસની સંખ્યા 5046 થઇ ગઇ છે. રાજ્યમાં 353 લોકોના મોત થયા છે જ્યારે 3607 દર્દીઓ સાજા થયા છે. જો આજ રીતે રાજ્યમાં કોરોનાના કેસ વધતા જશે તો અન્યોની સરખામણીમાં ગુજરાત ઘણું આગળ નીકળી જશે.

આ પણ વાંચો - નર્મદા ડેમની આહલાદક તસવીરો : ડેમની સપાટી 127.60 મીટર પર પહોંચી

10 દિવસમાં કોરોનાની સ્થિતિ

તારીખ પોઝિટીવ કેસ સાજા  થયેલા દર્દી મોત
2 જુન 17,615 11,894 1092
12 જુન 22,562 15,501 1445

કેસમાં તફાવતકેસમાં તફાવત

12 જૂને કેસ 2 જૂને કેસ 10 દિવસના કેસ
22,562 17,615 5046

આ પણ જુઓ - 

કેટલા દર્દી સાજા થયા

12 જૂને કેસ 2 જૂને કેસ 10 દિવસના કેસ
15,501 11,897 3607

મોતના વધતા કેસ

12 જૂને કેસ 2 જૂને કેસ 10 દિવસના કેસ
1445 1092 353

 
First published: June 13, 2020, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading