Home /News /madhya-gujarat /

Omicron Covid 19 News: કોરોના સંક્રમણ વધતા સરકારને AMAનાં નિષ્ણાતોએ આપી આ 7 સલાહ

Omicron Covid 19 News: કોરોના સંક્રમણ વધતા સરકારને AMAનાં નિષ્ણાતોએ આપી આ 7 સલાહ

કોરોના વાયરસ

Ahmedabad News: રાજ્યમાં બગીચા વગેરે સહિત તમામ જાહેર સ્થળોએ  ભીડ તેની કુલ ક્ષમતાના 40% થી વધુ હોવી જોઈએ નહીંરેસ્ટોરન્ટ/ હેલ્થ ક્લબ/ સિનેમા તેની ક્ષમતાના 50% પર ચાલવા જોઈએ.કોઈપણ રમતગમતના કાર્યક્રમ/ઉદઘાટન સમારોહમાં, પ્રેક્ષકો તેની ક્ષમતાના 35% જેટલા હોવા જોઈએ.

વધુ જુઓ ...
અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસ 2 હજારને પાર પહોંચ્યા છે. કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી ફેલાય નહિ અને કેસ વધે નહિ માટે જેને પગલે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડોકટર્સ દ્વારા કેટલાક સૂચનો સરકારને કરવામાં આવ્યા છે. તબીબી નિષ્ણાતઓ દ્વારા એક બેઠક કરી કોરોના સામે કેવી રીતે લડી શકાય અને સરકાર ક્યા કયા ક્ષેત્રમાં પ્રતિબંધ લાદી શકે તેવા સૂચનો સરકારમાં કરવામાં આવ્યા છે. છેલ્લા 20 મહિનાથી આપણે કોરોના મહામારી સામે લડી રહ્યા છીએ. એક જવાબદાર તબીબી સંસ્થા  AMA  તરીકે આ વિષય નિષ્ણાતોના અભિપ્રાયો તથા અનુભવો લીધા પછી સરકાર અને ગુજરાતના લોકોને સૂચનો આપ્યા છે. આ નવા વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે આગામી થોડા અઠવાડિયા માટે વધારાની કેવી કાળજી લેવાની જરૂર છે તે જણાવવાનો પ્રયાસ AMA દ્વારા કરવામાં આવ્યો છે.

1.જાહેર મેળાવડા પર પ્રતિબંધો:કોઈપણ મેળાવડા વાળી ઉજવણી ટાળવી જોઈએ. લગ્ન/સામાજિક/ધાર્મિક/રાજકીય કાર્યક્રમો માટે, ભેગી થવાની મહત્તમ મર્યાદા પરિસરની કુલ ક્ષમતાના 25% સુધી મર્યાદિત રાખવી (પરંતુ, બંઘ પરિસર માટે 200 અને ખુલ્લા પરિસર માટે 350 થી વધુ નહીં)મંદિર, બગીચા વગેરે સહિત તમામ જાહેર સ્થળોએ  ભીડ તેની કુલ ક્ષમતાના 40% થી વધુ હોવી જોઈએ નહીંરેસ્ટોરન્ટ/ હેલ્થ ક્લબ/ સિનેમા તેની ક્ષમતાના 50% પર ચાલવા જોઈએ.કોઈપણ રમતગમતના કાર્યક્રમ/ઉદઘાટન સમારોહમાં, પ્રેક્ષકો તેની ક્ષમતાના 35% જેટલા હોવા જોઈએ.રાત્રિ કર્ફ્યુનો સમયગાળો રાત્રીના 11:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી કડક અમલ કરાવી મા આવે.

આ પણ વાંચો-અમદાવાદ: ત્રસ્ત પત્નીની પોલીસ ફરિયાદ, અનેક યુવતી સાથે છે પતિનાં સંબંધો, જીવતી સળગાવી દેવાની આપે છે ધમકી

2. તમામ નાગરિકોને વિનંતી છે કે શરદી ખાંસી , શરીર નો દુઃખાવો કે અંત્યત થાક લાગવા જેવા લક્ષણ દેખાતા તરત ડોકટર ને બતાવો કેમ કે આ ઓમીકરોન કોરોના હોઇ શકે છે.

3. કોવિડ યોગ્ય વર્તણૂકનુ ચુસ્ત પણે પાલન કરવામાં આવે.  SMS પ્રેક્ટિસની ભલામણ કરવામાં આવે છે. માસ્ક ફરજિયાત બનાવવા આવે. (N95 માસ્ક અથવા સર્જીકલ માસ્ક પહેરવા ની ભલામણ કરવામાં આવે છે)- સામાજિક અંતર માટે, ઓમિક્રોનનું સંક્રમણ ટાળવા માટે ૩ મીટરનું અંતર રાખવા મા આવે. તમામ જાહેર સ્થળોએ હેન્ડ સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવશે

4. રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપી ને કડક બનાવવું જોઈએ. તમામ સરકારી તથા અર્ઘ સરકારી સંસ્થા મા વેકસીન ૨ ડોઝ વાળા લોકો ને જ પ્રવેશ આપવા મા આવે . શાળા કોલેજ , રમત ગમત તથા જાહેર સ્થળ પર નિયમો નું કડકાઈ થી પાલન કપાવવા મા આવે. ૧૫ થી ૧૮ વર્ષ થી ઉપર ના શાળા કોલેજ જતા તરુણો માટે ફરજિયાત વેકસીન તથા જે લોકો બીજે કામ કરતા હોય તેમના સુધી વેકસીન પહોચાડવા પ્રયાસ કરી શકાય. રસીકરણ અભિયાન ને વધુ સક્ષમ બનાવી ને જ લોકો ને સુરક્ષિત કરી શકાશે.

આ પણ વાંચો-Rajkot news: 51 વર્ષીય પ્રોઢે પોતાની જાતને ગોળી મારી જીવનલીલા સંકેલી, શું હતું કારણ?

5.સરકાર દ્વારા સંક્રમણ વધવાની સ્થિતિ મા  પ્રાથમિક શાળાનું ઓફલાઇન શિક્ષણ કાર્ય બંધ કરી ઓનલાઇન કરવા તાત્કાલીક વિચારણા કરવી જોઇએ. બાકી ના કલાસીસ માં ૨ પાળીમાં શિક્ષણ અથવા વિદ્યાર્થીને ઓડ-ઇવન બોલાવી સંખ્યા નિયંત્રણ મા રાખી શકાય.

6.મુસાફરી પ્રતિબંધો: બધા વિદેશી પ્રવાસીઓની આગમન પર RT-PCR દ્વારા તપાસ કરવામા આવે. વિદેશથી આવતા તમામ માટે એક સમાન ક્વોરેન્ટાઇન પોલિસી તૈયાર કરવામાં આવશે.પોઝિટિવ દર્દીઓનું ટ્રેકિંગ અને ટ્રેસિંગ વધુ કડક બનાવવું.

7.ગુજરાત રાજ્ય માં કાર્યરત આઈએમએ ની 115 શાખા અને તેના તમામ સભ્ય સરકાર ની સાથે જનતા ની સેવા હમેંશા તત્પર છે.
Published by:Margi Pandya
First published:

Tags: AMA, Ccoronavirus, Corona News, COVID-19, અમદાવાદ, ઓમિક્રોન

આગામી સમાચાર